________________
(૪) ‘મિચ્છા મિ દુક્કડમ'નો મહાનાદ ગજાવવાનું પર્વ. (૫) ક્ષમાપના (ક્ષ++લા+વ+7+) - દરેક વર્ણની મંત્રશક્તિ
# +
+ +
પૃથ્વીબીજ માયાબીજ
મા +
આકર્ષણ કરનાર
૫ +
आ
સર્વ વિદન
આકર્ષણ
વિનાશક બીજ
કરનાર.
આ ઉપરાંત, દૈનિક ધર્મઆરાધના તેમ જ વાર્ષિક કર્તવ્યોની સંકલના ઉપર આપણે ધ્યાન રાખવું
જોઈએ.
દૈનિક ધર્મ આરાધના : (૧) પરમાત્મ પૂજન (૨) ગુરુ પર્યુપાસ્તિ (૩) જીવ અનુકંપા (૪) સુપાત્રદાન (૫) ગુણાનુરાગ (૬) જિનવાણી-શ્રવણ.
વાર્ષિક કર્તવ્યો ઃ (૧) સંઘ પૂજા (ર) સાધર્મિક ભક્તિ (૩) ત્રણ યાત્રાઓ (ભક્તિયાત્રારથયાત્રા-તીર્થયાત્રા) (૪) સ્નાત્ર મહોત્સવ (૫) દેવ દ્રવ્યની વૃદ્ધિ (૬) મહાપૂજા (લઘુ શાન્તિ સ્નાત્ર, શ્રી સિદ્ધચક્ર મહાપૂજન અથવા અન્ય મહાપૂજનો ભણાવવા) (૭) રાત્રિ ભાવના (૮) શ્રુતભક્તિ (૯) ઉજમણું (ઉઘાપન)-તપની પૂર્ણાહુતિ પ્રસંગે ઉજમણું કરવું. (૧૦) તીર્થ પ્રભાવના (જિનશાસનની પ્રભાવના-જૈન-અજૈન સર્વેને) (૧૧) હૃદયશુદ્ધિ-આલોચના, પાયશ્ચિત્ત લેવું વગેરે.
न +
વિનયબીજ
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માએ મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ ધર્મતીર્થરૂપી જિનશાસનની સ્થાપના કરી છે. વિપુલ પ્રમાણમાં પુણ્ય કર્મોનો સંચય થતાં, આ ભવમાં આપણે આ ધર્મતીર્થની પ્રાપ્તિ થઈ છે. આ જગતમાં સર્વને માટે વંદનીય, સર્વને માટે પૂજનીય અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મહામંગલકારી કોઈ તત્ત્વ હોય તો તે તીર્થંકર ભગવંતોએ સ્થાપેલ આ ધર્મતીર્થ જ છે. અનંતા તીર્થંકરોની બીજભૂમિ કહો કે ઉત્પતિની ખાણ કહો, તો તે આ ધર્મતીર્થ જ છે.
પૂજ્ય સુધર્માસ્વામી ગણધર મહારાજા રચિત ‘આવશ્યક સૂત્ર’ ઉપર ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામી મહારાજાએ નિર્યુક્તિ રચી છે. તેમાં આપણે ‘લોગસ્સ ઉજજોઅગરે, ધમ્મતિત્શયરે જિણે’ બોલીએ છીએ. ત્યાં ચોવીસ તીર્થંકરોની સ્તુતિ કરતાં વિશેષણ આપ્યું કે તીર્થંકરો ધર્મતીર્થના કરનારા છે. ‘ધર્મતીર્થ’ શબ્દનો સામાસિક અર્થ જુદી જુદી અપેક્ષાએ કરી શકાય. જિનશાસનના અજોડ વિદ્વાન પ.પૂ. ગણિવર્યશ્રી યુગભૂષણ વિજયજી મ.સા. શ્રી (નાના પંડિત મહારાજા) લિખિત ‘ધર્મતીર્થ’ માં આ શબ્દનો સાત વિભક્તિથી અર્થ કરે છે; તે આ રીતે
(૧) ધર્મ એ જ તીર્થ, ધર્મસ્વરૂપ તીર્થ, ધર્મમય તીર્થ. (૨) ધર્મ વિષયક તીર્થ, ધર્મને પ્રાપ્ત કરાવનાર તીર્થ. (૩) ધર્મ દ્વારા તારનારું તીર્થ.
(૪) ધર્મ પ્રદાન કરવા સ્થપાયેલું તીર્થ.
(૫) ધર્મમાંથી પ્રગટેલું તીર્થ. (૬) ધર્મ સંબંધી તીર્થ.
શ્રુતસરિતા
Jain Education International 2010_03
૩૯૨
For Private & Personal Use Only
પત્રાવલિ
www.jainelibrary.org