________________
(૭) ધર્મ જ આધાર છે જેનો એવું તીર્થ. ધર્મની વ્યાખ્યા : વ્યુત્પત્તિ - આત્માને અવનતિથી ધારી રાખે અને ઉન્નતિ તરફ લઈ જાય. નિરૂક્તિ - સારા વિચારો, સારી વાણીનો પ્રયોગ અને સદ્વર્તન કરે તે. તીર્થની વ્યાખ્યા : દ્રવ્ય તીર્થ - સ્થાવર તીર્થ આદિ. ભાવ તીર્થ - ગીતાર્થ ગુરુ, દ્વાદશાંગી, શ્રી ચતુર્વિધ સંઘ
સિદ્ધર્ષિ ગણિ મહારાજાએ ‘ઉપમિતિ ભવ પ્રપંચકથા' ગ્રંથમાં જિનશાસનને રાજમહેલની ઉપમા આપી છે. રાજમહેલની જેમ ધર્મતીર્થના ઐશ્વર્યનું વર્ણન કર્યું છે. સમ્યગ્દષ્ટિને શાસન જોતાં જ આ ઐશ્વર્ય નજરોનજર દેખાતું હોય. આપણામાં સમ્યગ્દર્શન હોય તો ધર્મતીર્થનું અપાર ઐશ્વર્ય આપણને દેખાયા વગર રહે નહીં. આ શાસનની ગુણ રિદ્ધિનો પાર નથી. ત્રણે લોકમાં પુણ્યાનુબંધી પુણ્યના જેટલા વિપાકો છે, તે સર્વે આ જિનશાસનમાં સમાય છે. વળી, આત્માની આંતરિક લબ્ધિઓ, આત્માનું ગુણ ઐશ્વર્ય, આત્મકલ્યાણની શ્રેષ્ઠ ભૂમિકાઓ તે સઘળું આ ધર્મતીર્થમાં સમાઈ જાય છે. દેદીપ્યમાન જિનશાસનનો જય જયકાર હો; તેથી તો આપણે સૌ ભાવોલ્લાસ સાથે બોલીએ છીએ જિનશાસન દેવ કી જય'.
પૂ. આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા યોગદષ્ટિ સમુચ્ચય'માં લખે છે કે “જીવ બોધિબીજ પામ્યો એટલે તે જીવ સંસારસાગરને તરવા સાબદો થઈ ગયો.' તે મોક્ષમાર્ગની મુસાફર છે અને સંસારનો મહેમાન છે. જેલખાનામાંથી કેદીને છોડવાનો સમય થાય ત્યારે જેમ જેલમાં સાયરન વાગે, તેમ અહીં સંસારરૂપી મહાકેદખાનામાંથી હવે આ કેદી છૂટી રહ્યો છે. કર્મની સજા પતવાના આરે છે, તેની સાયરન વાગી રહી છે. આવી લાગણી જ બોધિબીજનો મહિમા સૂચવે છે. બોધીબીજની પ્રાપ્તિ અર્થે આત્મશુદ્ધિના ત્રણ ઉપાયો અનુક્રમે સેવવા જોઈએ. (૧) સમ્યગ્દર્શન (૨) દેશવિરતિ (૩) સર્વવિરતિ. આ ત્રણેમાં સૌથી વધુ મહત્તા “સર્વ વિરતિ'ની છે. હેદી સારું વ્રતધારyi ઘ - અર્થાત્ માનવજન્મની ઉત્તમતા વ્રત-નિયમના પાલનમાં છે. આત્મશુદ્ધિના ત્રણ ઉપાયોનું સેવન “ચાર માતા' ને જન્મ આપે છે. જિનશાસનનું હાર્દ છે : “આશ્રવનો ત્યાગ અને વિરતિનો રાગ.'
નવકાર મહામત્રના પરમ આસક, ઉપાસક અને ચાહક અધ્યાત્મયોગી પરમ પૂજય ગુરુદેવ આચાર્ય ભગવંતશ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજાએ “ચાર માતાનો ઉપદેશ આપેલ છે. (૧) વર્ણ માતા
- જ્ઞાન માતા- ૩ થી સુધીના અક્ષરો શ્રી ગણધર ભગવંતોએ
સ્વયં તેને નમન કર્યું છે. નમો વેપીજી સિgિ | - બાહ્મી લિપિને
નમસ્કાર. (૨) નમસ્કૃતિ માતા (નવકાર) - પુણ્યની માતા - વિશિષ્ટ પુણ્ય પેદા કરવાથી જીવનો વિકાસ થતો
જ રહે. (નવકાર આરાધના વડે)
પત્રાવલિ Jain Education international 2010_03
૩૯૩ For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org