________________
ભાવના.
પ્રથમ જિનેન્દ્ર શ્રી ઋષભદેવ ભગવંત આ ગિરિ ઉપર ૯૯ પૂર્વ વાર સમવસર્યા છે. તેના અનુકરણપૂર્વક આપશ્રી ૯૯ વાર યાત્રા કરવા પ્રવૃત્ત થયા છો. સાચે જ, પરમાત્માનું જીવન એ પ્રયોગ છે, તેઓનો ઉપદેશ એ સિદ્ધાંત છે. તે મુજબનું આપણું આચરણ કાયોનું કફન અને દુઃખોનું દફન કરવા સમર્થ છે. પર્વતોમાં જેમ મેરુપર્વત, મુનિમંડળમાં જેમ જિનેશ્વર ભગવંત અને વૃક્ષોમાં જેમ કલ્પવૃક્ષ તેમ આ તીર્થ સર્વ તીર્થોમાં તીર્થાધિરાજ છે. આ ગિરિ શિવવધૂને વરવા માટે મંડપ જેવો છે. ધન્ય છે આપને, આવો અજોડ, અનુપમ અને અભૂતપૂર્વ યાત્રાનો લાભ લેવા બદલ ધન્ય છે આપના પરિવારને, આપને આ લાભની અનુમતિ તેમજ સગવડતા કરી આપવા બદલ.
સંયમમય જીવન, શિસ્તમય વર્તન અને શ્રદ્ધાસભર મન સાથે દરેક તીર્થયાત્રા કરજો અને આ નવાણું યાત્રા સંસારયાત્રાને સમાપ્ત કરવામાં સંપૂર્ણ સહયોગી અને સહાયક બનાવશો. તીર્થસ્થાને કરેલી આરાધના-સાધના સંસાર અને શિવનગરી વચ્ચે અખંડ-અભંગ સેતુનું સર્જન કરે છે. ક્ષમાસભર સાધુ ભગવંતો, સાધનાસબળ સાધ્વીજી મહારાજો, શ્રદ્ધાસંપન્ન શ્રાવકો અને સંવેગયુક્ત શ્રાવિકાઓનો સંયોગ આપ બધાને પ્રબળ પુણ્યોદયે સાંપડ્યો છે, તો પૂરેપૂરો લાભ લેશોજી. આ લાભ વડે જ્ઞાનમાં વૃદ્ધિ થાય, દર્શન વિશુદ્ધ બને, દૃષ્ટિ વિશાળ બને, ચારિત્ર નિર્મળતાને ધારણ કરે તેમ જ જીવનમાં પવિત્રતા, પરમાર્થ અને પરોપકાર પરાયણતાની પરિમલ પ્રસરે છે.
માટે તો જ્ઞાની ભગવંતો ફરમાવે છે :
पूज्यपूजा दया दानं, तीर्थयात्रा जपस्तपः । श्रुतं परोपकारश्च मर्त्यजन्म फलाष्टकम् ॥
અર્થ : પૂજ્યોની પૂજા, દયા, દાન, તીર્થયાત્રા, જપ, તપ, શ્રુતારાધન, અને પરોપકાર - મનુષ્ય. જન્મના આ આઠ વિશિષ્ટ ફળ છે.
આચાર્યદેવેશ પૂ. શ્રી પાદલિપ્તસૂરીશ્વરજી મહારાજા વડે સ્પર્શાયેલી ભૂમિ કે જેઓના નામ ઉપરથી ‘પાલિતાણા’ નામાભિધાન થયું છે, તે અતિ પવિત્ર, સાત્ત્વિક અને શાન્તિદાયક તીર્થભૂમિ ઉપર ઉપરોક્ત આઠે કરણી નિત્યધર્મ તરીકે દૈનિક ધોરણે કરશો.
તીર્થયાત્રાનું રૂપ દર્શાવતાં જૈન મહર્ષિઓએ કહ્યું છે કે -
श्रीपान्थरजसा विरजीभवन्ति, तीर्थेषु बम्भ्रमवतो न भवे भ्रमन्ति । द्रव्यव्ययादिह नराः स्थिरसम्पदः स्युः तुलया भवन्ति जगदीशमथार्चयन्तः ||
અર્થ : તીર્થયાત્રિકોના પગની રજ વડે રજવાળા થનારા મનુષ્યો કર્મ૨જથી રહિત થાય છે. તીર્થમાં પરિભ્રમણ કરનારા મનુષ્યો સંસારમાં પરિભ્રમણ કરતા નથી. તીર્થયાત્રામાં દ્રવ્યવ્યય કરવાથી મનુષ્યો સંપત્તિવાળા થાય છે; અને તીર્થમાં જઈ જગદીશ એટલે શ્રી જિનેશ્વર દેવની પૂજાભક્તિ-આરાધના-ઉપાસના કરનારા સ્વયં પૂજ્ય બને છે.
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ, મુનિ, સાધ્વી, જૈન પ્રવચન અને સંઘ આદિ
પત્રાવલિ
www.jainelibrary.org
શ્રુતસરિતા
Jain Education International 2010_03
૩૫૬
For Private & Personal Use Only