________________
“પ્રવચન અંજન જો સદ્ગુરૂ કરે, દેખે પરમ નિધાન જિનેશ્વર;
હૃદય નયણ નિહાળે જગ જાણી, મહિમા મેરુ સમાન જિનેશ્વર.” મોહનીય કર્મના ક્ષયોપશમના અભાવમાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પેદા થયેલું જ્ઞાન જીવને વિકલ્પો-તર્કો-દલીલો કરાવી ઊંધા રવાડે ચડાવે છે, જેના પરિણામે મોક્ષમાર્ગ વાસ્તવિક પણે હાથમાંથી સરકી જાય છે અને છતાં હું મોક્ષમાર્ગ ઉપર આગળ ચાલી રહ્યો છું તેવો નિરંતર ભ્રમ રહ્યા કરે છે. અમેરીકામાં પ્રવચનકારોની ઉપસ્થિતિ એ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમનું કારણ છે અને આ દેશમાં સાધુ ભગવંતોની અનુપસ્થિતિએ મોહનીય કર્મના ક્ષયોપશમના અભાવનું કારણ છે. માટે, નવપદની આરાધનાનું લક્ષ્ય મોહનીય કર્મના ક્ષયોપશમાં રાખવા જેવું છે, કે જેથી ઇચ્છાઓનો સંવર થાય, સમતા યોગ પરિણમે, કષાયો પાતળા પડે, ઉપશમભાવ પેદા થાય. સ્વરૂપનું લક્ષ્ય, સ્વરૂપની શુદ્ધિનો ખ્યાલ અને સ્વરૂપ તરફની જાગૃતિ એ નિશ્ચય છે અને આચારમાર્ગનું અણીશુદ્ધ પાલન એ વ્યવહાર છે. બંનેનો સુમેળ તે મોક્ષ માર્ગ છે. સ્વરૂપના ભાર વિનાની દોડાદોડી તે પ્રમાદ છે કે જેમાંથી કષાયની ઉત્પત્તિ થાય છે.
ઇચ્છા રોધે સંવરી, પરિણતિ સમતા યોગે રે; તપ તે એહી જ આત્મા, વર્તે નિજ ગુણ ભોગે રે.”
- પૂ. શ્રી યશોવિજયજી મહોપાધ્યાય. આ નવ દિવસ દરમ્યાન આત્માને નવપદમય બનાવી, આધ્યાત્મિક ચેતના જાગ્રત કરી, તપજપ-ભક્તિ-ધ્યાનના સંયોજન વડે આત્માને ભાવિત બનાવી આપની સાધના-આરાધના-ઉપાસના ફળવતી બનાવશો. અનેરા ઉલ્લાસભેર અને નિર્વિદનપણે આપનું આ અનુષ્ઠાન પાર પડે તેવી મારી અભિનંદનભરી શુભેચ્છા અને શાસનદેવને પ્રાર્થના.
લિ. આપનો સાધર્મિક ભાઈ,
રજની શાહ
( પત્રાવલિ-૫૫ શ્રી શત્રુંજયની નવાણું યાત્રા મહિમા
મંગળવાર, તા. ૮મી, જાન્યુઆરી, ૨૦૦૨ વીર સંવત ૨૫૨૮ ને માગસર વદ ૧૦
પરમ પુરૂષાદાનીય શ્રી પાર્શ્વનાથ
પ્રભુ જન્મકલ્યાણક શુભ દિન. પનોતી પુણ્યાઈના ધારક અને પરમ સૌભાગ્યવંતા ભવ્યાત્માઓ :
પ્રણામ - જય જિનેન્દ્ર. આપની શત્રુંજય મહાતીર્થની નવાણું યાત્રા આત્મશાન્તિપૂર્વક નિર્વિને મનપ્રસન્નતા અને ચિત્તસ્થર્ય સાથે આગળને આગળ ધપતી રહે તેવી મારી શુભેચ્છા અને મંગળ પત્રાવલિ
૩૫૫
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org