________________
પર્યાયોને લીધે છે. આ દૃષ્ટિએ, આપણે સૌ, દ્રવ્ય-ગુણની અપેક્ષાએ, સિદ્ધોના સાધર્મિક છીએ.
આ મહાપર્વ દરમિયાન આપ સૌને તપશ્ચર્યામાં દેવગુરુપસાય શાતા, સમતા અને સમાધિ બની રહે તેવી શુભેચ્છા. આ વર્ષ દરમિયાન, આપ સૌનું દિલ દુભાય એવું કાંઈ પણ જાણતાં-અજાણતાં, મનસા-વાચા-કર્મણા મેં કર્યું હોય, તો તે બદલ મારા આપ સૌને મિચ્છામિ દુક્કડમ્. આપ સૌ મને પણ ઉદારભાવે ક્ષમા કરશો.
પરમાત્મા પ્રતિ પરમ નિરાગી પ્રીતિ-ભક્તિ, જીવ-જગતમાં શિવનું દર્શન કરતી, કરુણાસભર હૈયે સહાનુભૂતિ, વિષય-કષાય અને વિશ્વ પ્રતિ વિરકિત, આત્માના અવિનાશી સ્વરૂપાનુસંધાન સાધતી વૃત્તિ-પ્રવૃત્તિ વડે નિત્ય જીવનને આચારોથી સુશોભિત બનાવી ભવની ભ્રાન્તિ ભાંગવાનો, કષાયોની ક્રાન્તિ કાઢવાનો, આત્માની ઉત્ક્રાંતિ પામવાનો અને શાશ્વત શાંતિ સાધવાનો પાકો નિર્ધાર આ પનોતા પર્વ વેળાએ આપણે સૌ કરીએ એ જ અભ્યર્થના સહ.
*
*
પત્રાવલિ-૫૪
લિ. આપનો સાધર્મિક ભાઈ, રજની શાહ
નવપદ આરાધનાનું અભિવાદન
મંગળવાર, તા. ૨૩મી ઑક્ટૉબર, ૨૦૦૧ વીર સંવત ૨૫૨૭ ને આસો સુદ ૭
પરમ આરાધક શ્રાવક, શ્રાવિકાશ્રી તથા પરિવાર -
પ્રણામ - જય જિનેન્દ્ર - ઓળી દરમિયાન આપ સૌ શાતામાં રહો તેવી ભાવના. આત્માનું મુક્તિગમન નિશ્ચિત કરી દેનાર નવપદને અનંત અનંત નમસ્કાર. નવ પદનો મહિમા જિનશાસનમાં નવકાર મંત્ર જેટલો જ છે. સકળ સાધનાના કેન્દ્રમાં નવપદમાંથી કોઈને કોઈ પદ હોય જ છે. ધર્મપ્રવૃત્ત અને પાપનિવૃત્ત બનવા માટે આપણું સત્ત્વ ફોરવવા માટે અનેક પર્વો ગોઠવવામાં આવ્યા છે. જેમ સઘળાં તીર્થોમાં સર્વશ્રેષ્ઠ તીર્થ શ્રી શત્રુંજય છે, તેમ સઘળાં પર્વોમાં અવ્વલ નંબરે નવપદની ઓળી છે. શત્રુંજય જેમ શાશ્વત તીર્થ છે, તેમ નવપદની ઓળી શાશ્વત પર્વ છે. અતિ અલ્પ પુરુષાર્થે લખલૂટ કર્મ નિર્જરા અને પુણ્યબંધ કરાવનારું આ અનુપમ પર્વ
છે.
પ્રથમના બે પદ સિદ્ધપદ, પછીના ત્રણ સાધક પદ અને છેલ્લા ચાર સાધના પદ છે. જેણે સિદ્ધ બનવું હોય તેણે સાધક બનવું જ પડે. જેણે સાધક બનવું છે તેણે જીવનમાં સાધનાને અપનાવી જ પડે. નવ પદના કેન્દ્ર સ્થાને સાધુપદ, પ્રથમ પાંચ પદ (પરમેષ્ઠિ)માં કેન્દ્રસ્થાને આચાર્ય પદ અને ત્રણ ગુરુતત્ત્વના કેન્દ્રસ્થાને ઉપાધ્યાય પદ આવે છે. આમ, નવપદના ત્રણે કેન્દ્રોમાં ગુરુતત્ત્વના ત્રણે પદ આવી જાય છે. ગુરુપદ વિના મોક્ષમાર્ગની આરાધના થઈ શકતી નથી. માટે તો કહ્યું છે -
શ્રુતસરિતા
Jain Education International 2010_03
૩૫૪
For Private & Personal Use Only
પત્રાવલિ
www.jainelibrary.org