________________
બળ, શક્તિ, દેઢતા, શ્રદ્ધા, આરોગ્ય, ક્ષેત્ર અને કાળ પ્રમાણે સમજી વિચારીને દરેકે પોતાના આત્માને તપમાં જોડવો જોઈએ.
કર્મને તપાવે તે તપ. મુખ્યતયા “જ્ઞાન” જ કર્મને બાળતું હોવાથી પંડિતો “જ્ઞાન”ને જ “તપ” કહે છે. બાહા અને અત્યંતર – એ બે તપમાં અત્યંતર તપ જ તારૂપે ઈષ્ટ છે. બાહ્ય તપ તો અત્યંતર તપની પુષ્ટિ-વૃદ્ધિ કરનાર છે, માટે તો કહ્યું છે :
તપાવે કર્મને તેથી, જ્ઞાનને તપ છે કહ્યું,
અત્યંતર જે તે ઈષ્ટ, બાહા તે પોષવા રહ્યું. બાહા તપના છ ભેદ : અણસણ, ઊણોદરિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, સંલીનતા. અત્યંતર તપના છ ભેદ : પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાન, ધ્યાન, કાઉસગ્ગ.
આમ, અત્યંતર તપના છએ પ્રકારો નિત્ય સેવી પૂર્ણપણે અત્યંતર તપ આચરી શકાય તઅનુસાર સાધકે બાહ્ય તપનું, તપની મર્યાદાનું લક્ષ્ય રાખવું ઉપકારી છે. દરેક સાધકે પોતાની રુચિ, કક્ષા, શકિત, આરોગ્ય, વ્યવસાયિક મર્યાદા, પારિવારિક સંજોગો વગેરે અનેક બાબતોને ધ્યાનમાં લઈ તપની પસંદગી કરવી જોઈએ.
બાહ્ય તપ કરતાં અત્યંતર તપ ચઢિયાતું છે એ નિઃસંશય છે; પરંતુ એથી બાહા તપનો નિષેધ કરવાનો નથી. ચરમ શાસન તીર્થપતિશ્રી મહાવીર સ્વામીએ બાહા તેમજ અત્યંતર તપ એમ બંને પ્રકારની ક્રિયા કરી છે. દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ વેળાએ દરેક તીર્થંકર પરમાત્માને અમુક બાહ્ય તપ હોય છે. આત્મા માટે શ્રેયસ્કર અને મોક્ષપથગામિની બની શકે એવા “તપ”ને મહત્ત્વનું સ્થાન નીચે મુજબ છે. (૧) ઉત્કૃષ્ટ મંગલ (ત્રીજ) - ઇમ્પો માન્ન મુવિટ, હંસા સંગમો તવો શ્રી દશવૈકાલિક સૂત્ર (૨) પંચાચાર-ચોથું - દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર. (૩) નવપદ-નવમું - અરિહન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર,
તપ. (૪) ધર્મના ભેદ-ત્રીજું - દાન, શીયળ, તપ, ભાવ. (૫) વાસ સ્થાનક ૧૪મું પદ - અરિહન્ત, સિદ્ધ, પ્રવચન, સૂરિ, સ્થવિર, પાઠક, સાધુ, જ્ઞાન, દર્શન,
વિનય, ચારિત્ર, બહ્મચર્ય, ક્રિયા, તપ, દાન, વૈયાવચ્ચ, સમાધિ,
અભિનવજ્ઞાન, શ્રત, તીર્થ. (૬) યતિ ધર્મ-દસ (આઠમું) - ક્ષમા, માર્દવ (મૃદુ), આર્જવ (સરળ), શૌચ (પવિત્ર) સંયમ, ત્યાગ,
સત્ય, તપ, બ્રહ્મચર્ય, અકિંચન્ય (અપરિગ્રહી). આ મહા મંગલકારી પર્વ વેળાએ, આપણી એક નવી ઓળખાણ કરી લઈએ. ચૌદ રાજલોકના અગ્રસ્થાને જે સિદ્ધશિલા છે, ત્યાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત આત્માઓનું અવસ્થાન છે. નિશ્ચય દૃષ્ટિએ, દરેક જીવ દ્રવ્ય અને ગુણ વડે તો સિદ્ધ સમાન છે; જે કાંઈ ફરક છે તે માત્ર આવરણના કારણે સર્જાતા પત્રાવલિ
૩૫૩
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org