________________
આ મહાપર્વને નિમિત્ત બનાવી વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ આદરવામાં આવે છે, તે અનુમોદનીય છે. ઉપવાસાદિ તપથી દેહમાં એક પ્રકારની તપ્તતા ઉદ્દભવે છે, કે જેથી કાર્પણ વર્ગણાના કેટલાક પુલ પરમાણુઓ ખરી પડે છે. તપ એટલે ઈચ્છાનિરોધ; તપ એટલે વાસનાઓ ઉપર વિજય, તપ એટલે તૃષ્ણાઓનો ત્યાગ; તપનો વિધેયાત્મક અર્થ : મુક્તિનો તલસાટ. પંડિત પૂ. શ્રી સુખલાલજીએ તપની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે ? વાસનાઓને ક્ષીણ રવા વાસ્તે જોઈતું આધ્યાત્મિક બળ કેળવવા માટે શરીર, ઇન્દ્રિય અને મનને જે તે તાપણીમાં તપાવાય તે બધું “તપ” છે. આમ, જેમ તપ સંવરનો ઉપાય છે, તેમ તપ નિર્જરાનો પણ ઉપાય છે :
भवकोडि संचियं कम्म, मनसा निज्जरिज्जइ । કરોડો ભવનાં સંચિત થયેલાં કર્મો તપથી નિર્જરીત થાય છે. - શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
તવેvi વીદvi નાયડુ તપથી વ્યવદાન અથતિ કર્મોની શુદ્ધિ થાય છે. - શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
तापयति अष्टप्रकारं कर्म इति तपः । આઠ પ્રકારને (કર્મોના) જે તપાવે તે તપ છે - શ્રી આવશ્યક સૂત્ર ટીકા તપથી દેહ શુદ્ધ થવો જોઈએ અને આત્મા પવિત્ર થવો જોઈએ. તપ વડે અશુભ લેશ્યાઓનો પરિહાર થાય છે, ક્રોધાદિ કષાયોનો ઉપશમ થાય છે અને સમ્યગ્દર્શન નિર્મળ બને છે. જીવ, અજીવાદિ નવ તત્ત્વોની શ્રદ્ધા થવી તેને વ્યવહારે સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. નિશ્ચય દૃષ્ટિએ, સમ્યગ્દર્શનના ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયક એવા ભેદ છે.
પર્વના દિવસો પૂરા થાય એટલે દરેક સંઘ આ મહાપર્વ નિમિત્તે આચરેલ તપસ્વી સભ્યોની યાદી બહાર પાડે, સન્માન કરે, ઉજવણું કરે, પ્રભાવના કરે. આ ઉપરાંત, જે સભ્યો નિત્ય ધર્મ આચરતા હોય (એટલે કે આજીવન ઉકાળેલું પાણી, કંદમૂળ ત્યાગ, રાત્રિભોજન, ત્યાગ, વાસી ખોરાક ત્યાગ, રોજિંદા જ આવશ્યક આદિ) તેવી એક અલગ યાદી તૈયાર કરી, અનુમોદનાના ભાવ સાથે અને અનુકરણના પ્રભાવ સારું, દરેક સંઘ જે તે સાધર્મિક સભ્યોનું ઉચિત સન્માન કરે છે.
દરેક પ્રસંગે કયું તપ કરવું અને કેટલી હદ સુધી કરવું, તે અંગે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજા “જ્ઞાનસાર' ગ્રંથમાં “તપ”ના અષ્ટકમાં કહે છે :
तदेव हि तप कार्य, दुनिं यत्र ना भवेत् । येन योगो न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणि च । કરો તે જ તપશ્ચર્યા, દુર્થાન જયાં ન ઊછળે;
યોગ-હાનિ ન જેનાથી, ઇન્દ્રિય બળ ના ટળે. જ્ઞાની ભગવંત અન્યત્ર ફરમાવે છે :
बलं थामं च पेहाए, सद्धा मारोग्ग मप्पणो ।
खेतं कालं च विन्नाय, तहप्पाणं निमुंजए ।। શ્રુતસરિતા
પત્રાવલિ
૩૫ર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org