________________
-
પ્રબંધ-ર૬,
સમ્યગજ્ઞાન | મંગલાચરણ : (૧) કલિકાલસર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રાચાર્યજી રચિત “યોગશાસ્ત્ર' -
यथावस्थितत्त्वानां, संक्षेपाद् विस्तरेण वा ।
योडवबोधस्तमत्राहुः, सम्यग्ज्ञानं मनीषिणः ॥१६॥ | અર્થ : યથાવસ્થિત તત્વોનો સંક્ષેપ કે વિસ્તારથી જે અવબોધ થવો, તેને પંડિતો સમ્યજ્ઞાન કહે છે. (૨) મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત ‘શ્રી નવપદની પૂજા’
- સકલ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, તેહનું મૂળ જે કહીએ, તેહ જ્ઞાન નિત નિત વંદીએ, તે વિણ કહો કેમ રહીયે રે...
સિદ્ધચક્ર પદ વંદો... આધાર ગ્રંથો : | (૧) સ્વ. ગચ્છાધિપતિ, આચાર્યદેવેશ શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજાના પ્રશિષ્યરત્ન પૂ. ગણીવર્ય
શ્રી જ્ઞાનસાગરજી મ.સા. લિખિત કૈલાસના સંગે, જ્ઞાનના રંગે'. (૨) પૂજય શ્રી ગુણયશસૂરિજીના પ્રશિષ્ય અને પ્રભાવક પ્રવચનકાર પૂ.આ.શ્રી કીર્તિયશસૂરીશ્વરજી
મ.સા. લિખિત ‘નવપદ ઉપાસના'. | (૩) સ્વ. ગચ્છાધિપતિ પૂજયપાદ આ.ભ. શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરિજીના શિષ્યરત્ન સ્વ. પૂ.
શ્રી દેવસુંદરવિજયજીના વિનેય પ્રશિષ્યરત્ન પૂ.આ.ભ. શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.
લિખિત “પ્યારાં નવપદ, મારાં નવપદ'. | (૪) શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ, પ્રકાશિત ‘પ્રબોધટીકા. પ્રસ્તાવના :
આત્માના સહજાનંદ સ્વરૂપની પ્રાપ્તિ અર્થે મુખ્ય નિમિત્તકારણ યોગ છે. આ યોગનું જ્ઞાનદર્શન-ચારિત્રમાં નીચે મુજબ કર્મબંધને આશ્રયી વિભાગીકરણ કર્યું છે : | (૧) સમ્યજ્ઞાન - કર્મ બંધને જાણવું. | (૨) સમ્યગ્દર્શન - કર્મ બંધને માનવું. | (૩) સુચકચારિત્ર - કર્મ બંધને તોડવું.
‘દર્શન’ મધ્યમાં મૂકયું. તેનું કારણ, શ્રુતજ્ઞાનાદિ ગ્રંથના આલંબન-અભ્યાસથી ક્ષયોપશમાદિ અનુસાર જ્ઞાની થઈ શકાય છે. ક્રિયા-અનુષ્ઠાનાદિ આચરણથી ચારિત્રી બની શકાય છે. પણ મનની | વિચારધારાથી વિમુક્તિ, અશાશ્વત પદાર્થોની કૂડી માયામાંથી મુક્તિ, શાશ્વત તત્વો તરફ રૂચિ, અને લક્ષ્ય એ સમ્યગ્દર્શનના પ્રભાવે જાગે છે. તેથી ‘દર્શન’નો નંબર જ્ઞાન પછી બીજા નંબરે મૂકવામાં આવ્યો.
શ્રુતસરિતા Jain Education International 2010_03
૨૩૭ For Private & Personal Use Only
સમ્યગુજ્ઞાન
www.jainelibrary.org