________________
દેરાસરમાં જેમ મધ્યમાં રહેલા મૂળનાયક છે, તેમ દર્શન (શ્રદ્ધા) એ આત્માના સર્વ ગુણોમાં મૂળનાયક સમાન છે. દર્શન આત્મશુદ્ધિ અર્થે છે. જ્ઞાન પ્રાપ્તિ અર્થે છે. તેથી જયારે જયારે પ્રાપ્તિની અપેક્ષા હોય ત્યારે જ્ઞાન પ્રથમ છે અને જયારે શુદ્ધિની અપેક્ષા હોય, ત્યાં દર્શન પ્રથમ છે.
જિનશાસનમાં જ્ઞાનને બે વિભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે : (૧) સમ્યજ્ઞાન (૨) મિથ્યાજ્ઞાન. આત્મકલ્યાણકર બને એ સમ્યજ્ઞાન અને આત્મ-અહિતકર બને એ મિથ્યાજ્ઞાન. સમાધિસ્થ બનાવે એ સમ્યજ્ઞાન અને સંકિલષ્યવસ્થામાં જ રાખે એ મિથ્યાજ્ઞાન. નમ્ર બનાવે એ સમ્યજ્ઞાન અને ઉદ્ધત બનાવે એ મિથ્યાજ્ઞાન. સમ્યજ્ઞાન આપણને મા-બાપ પ્રત્યે વિનયી બનાવે, જીવનના કર્તવ્ય પ્રત્યે સજાગ બનાવે, પવિત્રતા ટકાવી રાખવા સાવધ રાખે, પ્રતિકૂળતાના વાવંટોળ વચ્ચે ટકી રહેવા સક્ષમ બનાવે, પ્રલોભનોને દૂર કરવા જરૂરી સત્વના સ્વામી બનાવે અને પશુતાનું પ્રતિનિધિત્વ ધરાવતાં પરિબળોથી દૂર રાખે.
આમ, હેયોપાદેયની જાણકારી, કર્તવ્યાકર્તવ્યનો ખ્યાલ, ભક્ષ્યાભઢ્યનો વિવેક, સદ્-અસ નિમિત્તોની સમજ, જડ-ચેતનના સ્વરૂપની ઓળખ; એ બધું આવે છે સમ્યજ્ઞાનથી; અને એ સમ્યજ્ઞાન આત્માને સતત સમ્યગ્દર્શન સાથે જોડાયેલો રાખે છે. ઉપમા : (૧) જ્ઞાનયોગ રત્નસમાન છે. (૨) જ્ઞાન એ કિરણગણને પ્રસરાવતો દિવાકર છે. (૩) જ્ઞાન એ દિવ્ય નયન છે. (૪) જ્ઞાન એ હાથી છે. (૫) જ્ઞાન એ દીપક છે. (૬) જ્ઞાન એ પારસમણિ છે. (૭) જ્ઞાન એ કલ્પવૃક્ષ છે. (૮) જ્ઞાન એ સ્વભાવની પ્રાપ્તિ છે. વ્યાખ્યા : (૧) જ્ઞાથd ગનેન ઝુત જ્ઞાનમ્ | જેના વડે જણાય તે જ્ઞાન. (૨) તે ગનેનાસ્માર વંતિ જ્ઞાનમ્ | જેના વડે આત્મકલ્યાણનો માર્ગ સમજાય અને મોક્ષમાર્ગનાં
સાધનોનો બોધ થાય તે જ્ઞાન. (૩) ગાનાર રૂત્તિ જ્ઞાન ! જાણે તે જ્ઞાન. (૪) યથાસ્થિત તત્ત્વનામવવધ તિ જ્ઞાનમ્ | યથાવસ્થિત તત્વોનો વિસ્તારથી યા સંક્ષેપથી અવબોધ
થવો તે જ્ઞાન. (૫) વસ્તુના સ્વરૂપનું અવધારણ તે જ્ઞાન. (૬) નય અને પ્રમાણથી થનારો જીવાદિ તત્ત્વોનો યથાર્થ બોધ તે જ્ઞાન. સમ્યગુજ્ઞાન
૨૩૮
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org