________________
પ્રકાર : (૧) મતિજ્ઞાન :
ઈન્દ્રિયો અને મન વડે થતું જ્ઞાન. તે અવગ્રહ, ઈહા, અપાય, ધારણા વગેરે ૨૮ તથા બહુ, બહુવિધ વગેરે ૩૪૦ ભેદોવાળું છે. (૨) શ્રુતજ્ઞાન :
પૂર્વો, અંગો, ઉપાંગો, પ્રકીર્ણકો વડે વિસ્તાર પામેલું શ્રુતજ્ઞાન ૧૪ ભેદોવાળું છે. (3) અવધિજ્ઞાન :
રૂપી પદાર્થના બોધને કરાવનારૂ આત્મસાક્ષાતકર જ્ઞાન. બે પ્રકારનું (૧) ભવપ્રત્યયિક : દેવતા અને નારકીઓને ભવયોગ થાય તે. (૨) લબ્ધિપ્રત્યયિક : મનુષ્ય અને તિર્યંચોને લબ્ધિથી થવાવાળું આ પ્રકારનું અવધિજ્ઞાન છે
ભેદે છે. ક્ષયોપશમ-જન્ય છે. (૪) મન:પર્યવજ્ઞાન :
મનના ભાવોને જણાવતું આ જ્ઞાન બે ભેદે છે; ઋજુમતિ અને વિપુલમતિ. વિપુલમતિ પ્રકારનું જ્ઞાન વિશુદ્ધિવાળું હોવાથી અપ્રતિપાતિ એટલે કે આવ્યા પછી જતું નથી. (૫) કેવળજ્ઞાન :
સર્વ દ્રવ્યોના, સર્વકાળના અને સર્વપર્યાયોના વિષયવાળું, વિશ્વલોચનસમાન, અનંત, અતિન્દ્રિય, અપૂર્વ એવું જ્ઞાન તે.
ઉપરોક્ત પાંચ જ્ઞાન પૈકી શ્રુતજ્ઞાન બોલકું જ્ઞાન છે, જયારે બાકીના ચાર જ્ઞાન મૂંગા છે. આ પાંચે જ્ઞાનના પેટા પ્રકારો પ૧ છે. આ પાંચ જ્ઞાન વડે નવ તત્ત્વો સમજી શકાય છે. નવ તત્ત્વોમાં જીવઅજીવ જાણવા લાયક છે. પાપ-આસ્રવ-બંધ ત્યાગ કરવા લાયક છે. પુણ્ય પણ અમુક હદે ગયા પછી ત્યાગ કરવાનું છે. સંવર-નિર્જરા-મોક્ષ આદરવા લાયક છે. સમ્યજ્ઞાનનો સૂર્યોદય :
બહુ ક્રોડો વરસે ખપે, કર્મ અજ્ઞાને જેહ,
જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કર્મ ખપાવે તેહ.” આત્માને જાણ્યા વિના સાધનાની શરૂઆત જ થતી નથી, અને મોહનો ક્ષયોપશમ કે ક્ષય થયા વિના ગુણસ્થાનક (ગુણઠાણું) પર આગળ ચઢી શકાતું નથી. માટે જ પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મ.સા. ૧૨૫ ગાથાના સ્તવનમાં લખ્યું છે કે
જિહાં લગે આતમ દ્રવ્યનું, લક્ષણ નહીં જાણ્યું,
| તિહાં લગે ગુણઠાણું, ભલું, કિમ આવે તાણ્યું” જે સંસ્કારો દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય, તેવા સંસ્કાર જેનાથી મળે તેનું નામ જ્ઞાન. આત્માનું જ્ઞાન ના હોય, તો નીચેના વિષયોનું ચિંતન કેવી રીતે કરીશું : શ્રુતસરિતા
૨૩૯
સમ્યગુજ્ઞાન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org