________________
મોક્ષમાર્ગના પ્રથમ સોપાન સમ્યગ્દર્શનને (ભેદવિજ્ઞાન) પામી જિનેશ્વર ભગવંતના સાચા અનુયાયી બની, અનુક્રમે દેશવિરતિ અને સર્વવિરતિની ઉચ્ચ ધાર્મિક ભૂમિકાઓ સંપાદન કરી, અંતિમ ધ્યેય જે નિર્વાણને આપણે સૌ પ્રાપ્ત થઈએ એ જ મંગલ ભાવના.
‘જિનેશ્વર પ્રભુના અનુયાયી' કહેવા જેવું કોઈ બહુમાન ત્રણલોકમાં નથી.
“ભેદવિજ્ઞાન જગ્યો જિનકો ઘટ, શીતલ ચિત્ત ભયો જિન ચંદન; કેલી ક૨ે શિવમારગમેં, જગમાંહી જિનેશ્વર કે લઘુનંદન.’
જિનેશ્વર ભગવંતના ‘લઘુનંદન’ સમાન ત્રણલોકમાં કોઈ બિરૂદ કે અહોભાગ્ય નથી. અનેકાનેક યોનિઓમાં ભયંકર દુઃખો ભોગવી ભોગવીને, આપણા કર્મો ક્ષીણ થયા ત્યારે જ આ ભવમાં આપણે મનુષ્ય ગતિને પામ્યા છીએ. જીવનશુદ્ધિની પ્રાથમિક ભૂમિકારૂપ આ ૩૫ ગુણો પ્રાપ્ત કરી આત્માનો વિકાસ કરી, મહર્ષિ, પરમર્ષિ અને અંતે કર્મમુક્ત એ જ અભિલાષા.
આ સંકલન કાર્યમાં ક્ષયોપશમ-મંદતાએ શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞા કે આશય વિરૂદ્ધ જે કાંઈ લખાણ લખાયું હોય તો તે બદલ મારા પર અનન્ય અનુગ્રહ કરીને એ ક્ષતિ બદલ મને ક્ષમા કરશો, એવી અંતરની અભિલાષા સાથે વિરમું છું.
૧
૨
૩
૪
૫
LA
6
જીનવાણીની શ્રવણ પદ્ધતિ
શુશ્રુષા શ્રવણું ચૈવ, ગ્રહણું ધારણં તથા; ઉહાપોહાર્થ વિજ્ઞાન, તત્વજ્ઞાન ચ ધી ગુણ સાંભળવાની ઈચ્છા - તત્ત્વ ઉપદેશની જિજ્ઞાસા સાંભળતી વખતે અન્ય વિચારો આવે નહીં.
શુશ્રુષા
મનના ઉપયોગપૂર્વક વર્તન - પૂર્વનું અનુસંધાન એકાગ્રતાની મુદ્દા (અંજલી) સાથે શ્રવણ - મુક્તામુક્તિ
શ્રવણ
ગ્રહણ
ધારણા
ઉહ
અપોહ
વિજ્ઞાન
८ તત્ત્વજ્ઞાન
શ્રવણનું ગ્રહણ કરતાં ચાલવું - સમજણમાં અને મુદ્દા આચરણમાં ઉતારવું. જેમ જેમ સમજણમાં ઉતરે, તેમ ધારી રાખવું - વ્યાખ્યાનનું અખંડ ચિત્ર અંક્તિ કરવું.
જે વસ્તુ જયાં બરાબર લાગુ થાય ત્યાં એનું કહ્યા પ્રમાણે પરિણામ આવે એનું ચિંતન - દા.ત., ક્રોધથી અનર્થ થાય.
Jain Education International 2010_03
જે વસ્તુ જયાં લાગુ થતી નથી ત્યાં એનું પરિણામ આવતું નથી. દા.ત., ક્રોધ નહીં - અનર્થ નહીં.
વિશેષ જ્ઞાન - ધર્મ એ જ વિજ્ઞાન - ઉહાપોહ કરીને પદાર્થનો નિર્ણય તે અર્થવિજ્ઞાન
તત્ત્વ, સિદ્ધાન્ત, રહસ્ય, તાત્પર્ય નક્કી કરવું - દા.ત., ક્રોધ, માન, માયા, લોભ, ત્યાગ કરવા જેવો છે.
માર્ગાનુસારીના ૩૫ બોલ
૨૩૬
For Private & Personal Use Only
માર્ગાનુસારીના ૩૫ ગુણ
www.jainelibrary.org