________________
વચનના દસ દોષો कुवयणं सहसाकारे, सछंद-संखेय-कलहं च ।
विगहा-विहासोऽसुद्धं, निखेक्खो मुणमुणा दोसा दस ॥ (૧૧) કુવચન દોષ – કડવું, અપ્રિય કે અસત્ય વચન બોલવું, તે કુવચન દોષ છે. (૧૨) સહસાકાર દોષ – વગર-વિચારે એકાએક વચન કહેવું તે સહસાકાર દોષ છે. (૧૩) સ્વચ્છંદ દોષ – શાસ્ત્રની દરકાર રાખ્યા વિના કોઈ પણ વચન બોલવું તે સ્વચ્છંદ દોષ છે. (૧૪) સંક્ષેપ દોષ – સામાયિક લેતી વખતે તેની વિધિના પાઠ તથા સ્વાધ્યાય દરમિયાન અન્ય કોઈ
સૂત્રસિદ્ધાંતના પાઠ ટૂંકાણમાં બોલી જવા તે સંક્ષેપ દોષ છે, મતલબ કે તે સ્કુટ અને સ્પષ્ટાક્ષરે
બોલવા જોઈએ. (૧૫) ક્લહ દોષ – સામાયિક દરમિયાન કોઈની સાથે કલહકારી વચન બોલવું તે કલહ દોષ છે. (૧૬) વિકથા દોષ – સામાયિક દરમિયાન સ્ત્રીનાં રૂપ-લાવણ્ય-સંબંધી, ખાન-પાનના-સ્વાદસંબંધી,
લોકાચાર-સંબંધી કે કોઈની શોભા યા સૌન્દર્ય-સંબંધી, વાતચીત કરવી તે વિકથા દોષ છે. (૧૭) હાસ્ય દોષ – સામાયિકમાં કોઈની હાંસી કરવી કે હસવું એ હાસ્ય દોષ છે. (૧૮) અશુદ્ધ દોષ – સામાયિકના સૂત્ર-પાઠમાં કાનો, માત્રા કે મીડું ન્યૂનાધિક બોલવાં અથવા - હૃસ્વનો દીર્ઘ ને દીર્ઘનો હૃસ્વ ઉચ્ચાર કરવો, અથવા તો સંયુક્તાક્ષરોને તોડીને બોલવા અને
છૂટા અક્ષરોને સંયુક્ત બોલવા તે અશુદ્ધ દોષ છે. (૧૯) નિરપેક્ષ દોષ – અપેક્ષા રહિત વચન બોલવું એટલે કે નિશ્ચયકારી ભાષાનો ઉપયોગ કરવો
તે નિરપેક્ષ દોષ છે. આ કાર્ય હું જરૂર કરીશ, તમારું કામ થશે જ, વગેરે વાક્ય-પ્રયોગો નિરપેક્ષ છે; જ્યારે આ કાર્ય માટે હું બનતો પ્રયત્ન કરીશ, તમારું કામ થવાનો સંભવ છે
વગેરે વાક્ય-પ્રયોગો સાપેક્ષ છે. આ જાતની ભાષામાં જૂઠા પડવાનો સંભવ રહેતો નથી. (૨૦) મુણમુણ દોષ – સામાયિક સમય દરમિયાન ગણગણ્યા કરવું અથવા સૂત્ર-પાઠમાં ગરબડ ગોટા વાળવા તે મુણમુણ દોષ છે.
કાયાના બાર દોષો कुआसणं चलासणं चला दिठ्ठी, सावज्जकिरियाऽऽलंबणाऽऽकज्जण-पसारणं ।
आलस-मोडण-मल-विमासणं, निद्दा वेयावच्चति बारस कायदोसा ॥ (૨૧) અયોગ્ગાસન દોષ – સામાયિકમાં પગ પર પગ ચડાવીને બેસવું તે અયોગ્યાસન દોષ છે. (૨૨) અસ્થિરાસન દોષ – ડગમગતા આસને અથવા જ્યાંથી ઊઠવું પડે તેવા આસને બેસીને
સામાયિક કરવું, તે અસ્થિરાસન દોષ છે. (૨૩) ચલદૃષ્ટિ દોષ - સામાયિકમાં બેઠા છતાં ચારે બાજુ નજર ફેરવ્યા કરવી તે ચલદેષ્ટિ દોષ છે. (૨૪) સાવઘક્રિયા દોષ – સામાયિકમાં બેઠા છતાં કોઈ પર ઘરકામની કે વેપાર-વણજને લગતી
વાતનો સંજ્ઞાથી ઇશારો કરવો તે સાવઘક્રિયા દોષ છે. સામાયિક વિજ્ઞાન Jain Education International 2010_03
શ્રુતસરિતા
For Private & Personal Use Only
www.jainelibrary.org