________________
(૨૫) આલંબન દોષ – સામાયિક વખતે કોઈ ભીંત કે થાંભલાનું આલંબન લઈને બેસવું તે આલંબન
દોષ છે. આકુંચન-પ્રસારણ દોષ – સામાયિક ચાલુ છતાં હાથ-પગને લાંબા-ટૂંકાં કરવા તે આકુંચનપ્રસારણ દોષ છે.
આળસ દોષ – સામાયિકના સમયમાં આળસ મરડવું તે આળસ દોષ છે. (૨૮) મોટન દોષ – સામાયિકના સમય દરમિયાન હાથ-પગની આંગળીના ટચાકા ફોડવા –
ટચાકા વગાડવા (શરીર મરડવું) તે મોટા દોષ છે. (૨૯) મલ દોષ – સામાયિક વખતે શરીરનો મેલ ઉતારવો તે મલ દોષ છે. (૩૦) વિમાસણ દોષ – સામાયિકના સયમમાં એદીની માફક બેસી રહેવું તે વિમાસણ દોષ છે. (૩૧) નિદ્રા દોષ – સામાયિકમાં ઊંઘવું તે નિદ્રા દોષ છે. (૩૨) વસ્ત્ર-સંકોચન દોષ – સામાયિકમાં ટાઢ વગેરેના કારણથી (કે વિના-કારણે) વસ્ત્રને સંકોરવાં
તે વસ્ત્ર-સંકોચન દોષ છે. * આ સંબંધમાં વિક્રમની ૧૯મી સદીના કવિએ શ્રી વીરવિજયજીએ કરેલી આ સજઝાય.
શુભ ગુરુ ચરણે નામી શીસ, સામાયિકના દોષ બત્રીસ; કહીશું ત્યાં મનના દસ દોષ, દુશ્મન દેવી પરતો શેષ. ૧ સામાયિક અવિવેકે કરે, અર્થ વિચાર ન હૈડે પરે; મન ઉદ્વેગે ઇચ્છે યશ ઘણો, ન કરે વિનય વડેરા તણો. ૨ ભય આણે ચિતે વ્યાપાર, કુળ સંશય નિયામાં સાર; હવે વચનના દોષ નિવાર, કુવચન બોલે કરે ટુંકાર. લે કુંચી જા ગુરુ ઉઘાડ, મુખ લવરી કરતો વઢવાડ; આવો જીવો બોલે માળ, મોહ કરી ફુલરાવે બાળ. કરે વિકથા ને હાસ્ય અપાર, એ દશ દોષ વચનના વાર; કાયા કેરા દૂષણ બાર, ચપલાસન જોવે દિશિ ચાર. ૫ સાવધ કાય કરે સંઘાત, આળસ જોડે ઊંચે હાથ;
પગ લંબે બેસે અવિનીત, ઓસીંગણ લે થાંભ્યો ભીત. ૬ અહીં જે પાપ વ્યાપારનું પચ્ચકખાણ બતાવ્યું છે, તેના ૪૯ ભાંગા થાય છે તે આ પ્રમાણે - ૧. મનથી કરવું.
૧૮. વચન કાયાથી અનુમોદવું. ૩૫. મન કાયાથી કરવું કરાવવું. ૨. મનથી કરાવવું. ૧૯. મન વચન કાયાથી કરવું. ૩૬. વચન કાયાથી કરવું કરાવવું. ૩. મનથી અનુમોદવું. ૨૦. મન વચન કાયાથી કરાવવું. ૩૭. મન વચનથી કરવું અનુમોદવું. ૪. વચનથી કરવું. ૨૧. મન વચન કાયાથી અનુમોદવું. ૩૮. મન કાયાથી કરવું અનુમોદવું.
વચનથી કરાવવું. રર. મનથી કરવું, કરાવવું. ૩૯. વચન કાયાથી કરવું અનુમોદવું. ૬. વચનથી અનુમોદવું. ૨૩. વચનથી કરવું, કરાવવું. ૪૦. મન વચનથી કરાવવું અનુમોદવું. શ્રુતસરિતા
૧૬ ૧
સામાયિક વિજ્ઞાન
=
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org