________________
૭. કાયાથી કરવું. ૨૪. કાયાથી કરવું, કરાવવું. ૪૧. મન કાયાથી કરાવવું અનુમોદવું. ૮. કાયાથી કરાવવું. રપ. મનથી કરવું, અનુમોદવું. ૪૨. વચન કાયાથી કરાવવું અનુમોદવું. ૯. કાયાથી અનુમોદવું. ૨૬. વચનથી કરવું, અનુમોદવું. ૪૩. મન વચનથી કરવું કરાવવું અનુમોદવું. ૧૦. મન વચનથી કરવું. ર૭. કાયાથી કરવું અનુમોદવું. ૪૪. મન કાયાથી કરવું કરાવવું અનુમોદવું. ૧૧. મન વચનથી કરાવવું. ૨૮. મનથી કરાવવું અનુમોદવું.
૪૫. વચન કાયાથી કરવું કરાવવું અનુમોદવું. ૧૨. મન વચનથી અનુમોદવું. ૨૯. વચનથી કરાવવું અનુમોદવું. ૪૬. મન વચન કાયાથી કરવું કરાવવું ૧૩. મન કાયાથી કરવું ૩૦. કાયાથી કરાવવું અનુમોદવું. ૪૭. મન વચન કાયાથી કરવું અનુમોદવું. ૧૪. મન કાયાથી કરાવવું. ૩૧. મનથી કરવું કરાવવું અનુમોદવું. ૪૮. મન વચન કાયાથી કરાવવું અનુમોદવું. ૧૫. મન કાયાથી અનુમોદવું. ૩૨. વચનથી કરવું કરાવવું અનુમોદવું. ૪૯. મન વચન કાયાથી કરવું કરાવવું - ૧૬, વચન કાયાથી કરવું. ૩૩. કાયાથી કરવું કરાવવું અનુમોદવું. અનુમોદવું. ૧૭. વચન કાયાથી કરાવવું. ૩૪. મન વચનથી કરવું કરાવવું.
(પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા. શિષ્યરત્ન સ્વ. પૂ. મુનિરાજશ્રી દર્શનભૂષણ વિજયજી મ.સા. ના શિષ્યરત્ન પૂ. શ્રી દિવ્યકીર્તિ વિજયજીના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી પુણ્યકતિ વિજયજી મ.સા. સંપાદિત “ભાવ પ્રતિક્રમણનું તાળું ખોલો' માંથી સાભાર.)
ક્રિયાનો મહિમા • શ્રી જિનેશ્વરદેવના શાસનની બધી જ ક્રિયાઓ મોક્ષના હેતુપૂર્વક કરવાની છે. • “અમે આટઆટલી ધર્મક્રિયાઓ કરીએ છીએ એટલે અમે તો દુર્ગતિમાં નહિ જ જવાના” એવી
તમારી ખાતરી છે? તમે જે ધર્મ કરો છો, તે એટલી રુચિપૂર્વક કરો છો? જ્યાં સુધી ધર્મ થઈ શકે ત્યાં સુધી તો તમે ધર્મ જ કરો ને? ઘરે ગયા વિના ચાલે તેમ નથી, માટે ઘેર જાઓ છો ને? કરવા લાયક-સેવવા લાયક તો ધર્મ જ, એવું જ તમારા મનમાં ખરું તે? એટલે ઘેર જાવ પણ તમને ગૃહવાસ સારો છે' – એમ તો લાગે નહિ ને? ધર્મક્રિયા થોડો સમય થાય, પણ ધર્મની રુચિ તો બધે રહે ને? જૈનશાસન કહે છે કે – “નક્રિયાખ્યાં મોક્ષઃ” – એકલા જ્ઞાનથી મુક્તિ જેનશાસનને માની નથી. છોકરો દુનિયાનું ન ભણે, વેપાર ન આવડે, પચાસ પગાર લાવતાં ન આવડે તો બાપ તે છોકરાને અક્કલ વગરનો બેવકૂફ કહે, પણ શ્રી જિનેશ્વરદેવની પૂજા ન કરે, વ્યાખ્યાન ન સાંભળે, સાધુ પાસે ન જાય, સામાયિક પ્રતિક્રમણ ન કરે તો માબાપ કહે કે – કામ ઘણું છે, ફુરસદ નથી, બિચારો શી રીતે કરે? અને એ લોકપ્રવાહમાં તણાઈને સાધુ પણ એમ કહી દે કે – એમાં કાંઈ વાંધો નથી, તો પછી કહેવું જ શું ? સામાની ઉત્તમ ક્રિયા આંખે ન ચઢતાં બીજું જ યાદ આવે છે. એમાં તમારી ત્રુટિ છે. એમાં સારી ક્રિયા પ્રત્યેનો અનાદર છે.
-પૂ. આ. ભ. વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
૧
૬ ૨
શ્રુતસરિતા
સામાયિક વિજ્ઞાન Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org