________________
ઉપસંહાર :
આત્માની અનંત સંપદા તરફ ઇશારો કરનાર સામાયિક યોગ એ તો આરાધનાપથનું પ્રથમ પગથિયું છે. આ યોગ વિશેની પૂર્ણ સમજ ના હોયવાના કારણે, મોટા ભાગની વ્યક્તિઓ તેના અંતર્ગત લાભથી વંચિત રહી જાય છે. વાણીનું મૌન, કાયાની સ્થિરતા અને મનની નિષ્કપ અવસ્થા એ સામાયિકનો આત્મા છે. સામાયિકનો ગૂઢાર્થ એ છે કે નહીં ભૂતકાળમાં, નહીં ભવિષ્યકાળમાં, માત્ર વર્તમાનકાળમાં સ્થિર રહેવાનો યોગ.
અકારણ, અસ્વસ્થ અને અસ્પષ્ટ મન ઉપરની ચિંતા ઘટાડવા, ઉપાધિના જંગલ વચ્ચે સમભાવને અકબંધ રાખવા, સમગ્ર અસ્તિત્વમાંથી કંઈક નક્કર આત્માને ગમનો ઘાટ ઘડતાં, સમતા અને સમતુલા બને ખોઈ બેસીએ ત્યારે પુનઃસ્વસ્થતા અને તટસ્થતા મેળવી આપનાર આ સામાયિકનું મહત્ત્વ સમજી “સામાયિક વિજ્ઞાન પ્રત્યે આપણે સૌ મમત્વ જગાવીએ એ જ માત્ર ઇચ્છા.
- મનના દસ દોષો अविवेक जसो-कित्ती, लाभत्थी गव्व-भय-नियाणत्थी ।
संसय-रोस अविणओ, अवहुमाणए दोसा भाणियव्वा ।। | (૧) અવિવેક દોષ – સામાયિકના સમય દરમિયાન આત્મ-હિત સિવાય અન્ય વિચારો કરવા તે
અવિવેક દોષ છે. (૨) યશકીર્તિ દોષ – લોકો વાહવાહ બોલે એવી ઇચ્છાથી સામાયિક કરવું તે યશકીર્તિ દોષ છે. (૩) લાભ-વાંછા દોષ - સામાયિક દ્વારા કોઈ પણ જાતના લાભની ઇચ્છા રાખવી તે લાભ-વાંછા
દોષ છે. ગર્વ દોષ - અન્ય લોકો કરતાં હું સારું સામાયિક કરું છું અને તેથી હું બધા કરતાં ચડિયાતો છું, એવો વિચાર કરવો તે ગર્વ દોષ છે. ભય દોષ – હું સામાયિક નહિ કરું તો અન્ય લોકો શું કહેશે? એવા ભયથી સામાયિક કરવું
તે ભય દોષ છે. (૬) નિદાન દોષ – સામાયિક કરીને તેના ફળ તરીકે સાંસારિક સુખની ઇચ્છા કરવી તે નિદાન
દોષ છે. (૭) સંશય દોષ – સામાયિકનું ફળ મળશે કે કેમ? એવો વિચાર કરવો તે સંશય દોષ છે. (૮) રોષ દોષ – કોઈ પણ કારણથી ઉત્પન્ન થયેલા રોષમાં ને રોષમાં સામાયિક કરવા બેસી જવું
તે રોષ દોષ છે. અવિનય દોષ – જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તેના ધારક સાધુ પ્રત્યે શ્રદ્ધા અને વિનય વગર
સામાયિક કરવું તે અવિનય દોષ છે. (૧૦) અબહુમાન દોષ – ભક્તિભાવ, બહુમાન અને ઉમંગ સિવાય સામાયિક કરવું તે અબહુમાન
દોષ છે. શ્રુતસરિતા
૧૫૯
સામાયિક વિજ્ઞાન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org