________________
ભલે મહાવિદેહનો વખણાતો હોય પરંતુ મૃત્યુ તો શત્રુંજયમાં જ વખણાય છે.' આ અપેક્ષાએ, શ્રી દીપકભાઈ મૃત્યુ વેળાએ પોતે શત્રુંજય ના જઈ શક્યા; પણ પોતાના જીવનસાથી શ્રી ઉષાબહેનને તે વેળાએ ત્યાં જ મોકલી દીધાં.
સ્વજનો-પરિજનોની વિદાય વેળાએ સ્મશાન-યાત્રામાં તો આપણે ઘણી વાર હાજરી આપવા ગયા છીએ. પરંતુ હજી જીવન એક સ્વપ્ન માત્ર જ છે તેની પ્રતીતિ કે સમજણ આપણામાં આવી નથી; આંખ ખોલીએ તો જ સ્વપ્ન તૂટે છે. હજી આપણી આંખ ખૂલી થઈ જ નથી. મૃત્યુ વેળાએ મહદ્ અંશે આંખ ખૂલે છે ને સ્વપ્ન તૂટે છે. પણ આનો કોઈ અર્થ સરતો નથી, કારણ કે તે વખતે ઘણું મોડું થઈ ગયું છે. આ પ્રસંગે આપણે પણ બોધ લેવો જોઈએ કે સ્વપ્ન તૂટે ત્યારે જ ખબર પડે છે કે હાથમાં કશું જ નથી; જે હતું હતું નહીં પણ માત્ર હતું તેવું દેખાતું હતું. હાથમાં ભેગું કરવાની અને કરી લેવાની આ દોટ થોડી અટકાવી આપણા પુરુષાર્થને થોડોક વધુ ‘ધર્મ’ તરફ વાળવાની આવશ્યકતા
છે.
आयुर्याति क्षणे क्षणे ।
આયુષ્ય ક્ષણે ક્ષણે ક્ષય પામે છે. આયુષ્ય ક્ષણભંગુર છે. આપણું ભાગ્ય પણ અપૂર્ણ છે. ચરમ શાસનપતિ શ્રી મહાવીર સ્વામીને અને તેઓના ગુણોની ‘પ્રશંસા’ તો આપણે અત્યાર સુધી ઘણી ઘણી કરી છે; હવે તેઓને આપણા જીવન પરિવર્તન માટે ‘પસંદ’ પણ કરીએ. તેઓશ્રીએ કહેલું અને કરેલું આપણા જીવનમાં ઉતારીએ અને વર્તન-આચરણ દ્વારા પ્રતિબિંબિત કરીએ; આપણો જીવનપથ અને જીવનરથ જિનશાસનની પ્રશસ્ત ક્રિયાઓ વડે આપણે શણગારીએ. શુક્ષ્મસ્ય શીઘ્રમ્ - સપ્રવૃત્તિઓ એટલે કે શુભ પ્રવૃત્તિઓ શીઘ્રતાથી સત્વરે આદરવી ઉપકારી છે.
સરળતા, સજ્જનતા, સૌજન્યતા, સાધર્મિકતા અને સત્યાગ્રહતા - આવા અનન્ય વિશેષણોથી વ્યક્ત થતા ભાવાત્મક ગુણોના ધારક પરમ શ્રાવક શ્રી દીપકભાઈ અને પરમ શ્રાવિકા બેનશ્રી ઉષાબહેનની દાંપત્ય-જોડી આજે ખંડિત થઈ છે. વૈયાવચ્ચગુણથી દેદીપ્યમાન શ્રી દીપકભાઈ ચિરકાળ સુધી આપણા હૃદયનિકેતનમાં બિરાજેલા રહેશે અને અનેરા ગુણાનુવાદનું આપણા સૌ માટે સ્થિર અને સ્થાયી સ્મારક બની રહેશે.
સદ્ગત શ્રી દીપકભાઈના પુણ્યશાળી આત્માને પરભવમાં શ્રી જિનેશ્વર ભગવંતનું પરમ અને પ્રબળ નિમિત્તે અપાર શાતા, સમતા અને સમાધિ બન્ને અને શ્રી ઉષાબહેન સહિત પરિવારને આવી પડેલું આ દુ:ખ સહન કરવા શક્તિ અર્પે તેવી ભાવના-પ્રાર્થના-અભ્યર્થના.
સપ્રવૃત્તિ અને સાધર્મિક વૈયાવચ્ચ સભર શ્રી દીપકભાઈ સદ્દ્ગતિને (મનુષ્ય અગર દેવ ભવ) જ પામ્યા હોઈ શકે છે. પરભવમાં જો તેઓ દેવભવને પામ્યા હોય તો ધર્મારાધનામાં આપણાં વિનો દૂર કરવા અને ધર્મબળ પૂરું પાડવા ગમે તે સ્વરૂપે તેઓશ્રી આપણી પાસે આવે તેવી સ્તુતિ ભરી પ્રાર્થના કરી હું વિરમું છું.
પત્રાવલિ
Jain Education International 2010_03
૩૫૯
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org