________________
પણ જોઈશે.
આપશ્રીએ લખ્યું છે કે બાળકોની જવાબદારી વગેરે માંથી મુક્ત થઈ ગયા પછી ધર્મ તરફ વધુ વળવું છે. જ્ઞાની ભગવંતો સ્પષ્ટ કહે છે કે આ કાયા ક્યાં સુધી સાથ આપે તેનો ભરોસો નથી અને આયુષ્ય ક્ષણભંગુર છે. માટે, ધર્મ આવતી કાલ પર ટાળવા જેવો નથી. ધર્મક્ષેત્રમાં આ સૂત્ર બરોબર બંધબેસતું છે ‘આજે રોકડા ને કાલે ઉધાર.' સિન્દ્ર પ્રકરણના ત્રીજા શ્લોકમાં યથાર્થ દર્શાવ્યું છે : त्रिवर्ग संसाधनमं तरेणं, पशोरि वायुर्विफलं नरस्य ।
तत्रापि धर्म प्रवरं वदति, न तं विना सद् भवतोऽर्थकामी ॥
અર્થ : ધર્મ-અર્થ-કામ-મોક્ષ ચતુર્વર્ગ પૈકી પ્રથમના ત્રિવર્ગની સાધના વિના મનુષ્યનું જીવન પશુની જેમ નિષ્ફળ છે. આમ છતાં, આ ત્રણેમાં ધર્મ જ શ્રેષ્ઠ છે; કારણ કે ધર્મ વિના બાકીના બે અર્થ અને કામની પ્રાપ્તિ થઈ શકતી નથી.
ભાઈ, સાથે સાથે આ ગાથા પણ તપાસીએ :
नरः प्रमादी शक्येऽर्थे, स्यादु पालंभ भाजनम् ।
અર્થ : કોઈ પણ વ્યક્તિ પોતાનાથી શક્ય એવા ધર્મકાર્યનો પ્રારંભઆરંભ કરે નહીં તો બીજાના
ઠપકાને પાત્ર બને છે.
જે જે ધર્મક્રિયાઓ શક્ય છે, સંભવિત છે, તે આપણા જીવનમાં કેમ પ્રારંભ પામે તેનું આયોજન આપણે જાતે જ કરવું પડશે. આ અનાર્ય દેશમાં આપણને ઉપદેશ આપનાર પૂ. સાધુ-સાધ્વી ભગવંતો આવવાના નથી. સૌ કોઈની જેમ આપણા બધાનું આયુષ્ય પણ દરેક ક્ષણે ક્રમશઃ ઘટતું જાય છે. યુર્યાતિ ક્ષ ક્ષળે । આ ભવના આપણા આયુષ્યનો અંત ક્યારે તે માત્ર કેળવજ્ઞાની ભગવાન જ જાણે છે, આપણી પાસે જાણવાનો કોઈ ઉપાય નથી. માટે, આપણા આ જૈનકુળના ભવમાં ઝળહળતા જિનશાસન વડે મુક્તિપદનો પાયો નંખાઈ જાય તેમાં જ આપણું ગૌરવ સમાયેલું છે, સફળતા સમાયેલી
છે.
નીતિશાસ્ત્ર પણ મારી આ વાતને સમર્થન આપે છે :
प्रथमे नार्जितं विद्या, द्वितीये नार्जितं धनम् । तृतीये नार्जिते धर्मः चतुर्थे किं करिष्यति ।।
અર્થ : આશરે આપણું આયુષ્ય ૮૦ વર્ષનું હશે, તેમ ધારીને જિંદગીના વર્ષગાળા અનુસાર ચાર ભાગ પાડીએ. પ્રથમ ભાગમાં (ઉંમર ૧-૨૦) જેણે વિદ્યા સંપાદન નથી કરી; બીજા ભાગમાં (ઉંમર ૨૧-૪૦) જેણે ધન ઉપાર્જન નથી કર્યું, ત્રીજા ભાગમાં (ઉંમર ૪૧-૬૦) જેણે ધર્મ ઉપાર્જન નથી કર્યો, તે ચોથા ભાગમાં (ઉંમર ૬૧-૮૦) શું કરી શકશે ? અર્થાત્ કશું પણ નહીં કરી શકે.
આપણા બાળકો પણ સ્વતંત્ર જીવ છે. તેઓ પણ કારકિર્દી, સુખ, દુઃખ પોતપોતાના કર્મ અનુસાર પામવાના છે. તેનો અર્થ એ નહીં કે આપણે પ્રયત્ન નહીં કરવાના. આ બંને બાળકો આપના
પત્રાવલિ
શ્રુતસરિતા
Jain Education International 2010_03
www.jainelibrary.org
४०३
For Private & Personal Use Only