________________
એકબીજાના પરસ્પર સહયોગી, સહકારી અને સમદર્શી બનીને કેળવવા પડે; અને તો જ બાળકો ઉપર એક ચોક્કસ અસર ઊભી થાય છે. દા.ત., બાળકોને તમે સવારે યાદ દેવડાવો કે આજે આઠમ કે ચૌદશ છે; ખ્યાલ રાખજો, સ્કૂલમાં કાંઈ ખવાય (વનસ્પતિ આદિ) નહીં. પરંતુ બાળકોને યાદ દેવડાવવા આપશ્રીએ યાદ રાખવું પડશે, તે નક્કી છે.
દિવસ-રાત્રી, પ્રકાશ-અંધકાર, બાહ્ય-અત્યંતર, નિશ્ચય-વ્યવહાર, જ્ઞાન-ક્રિયા-આ બધાં જોડકાં પ્રાથમિક દૃષ્ટિએ સમાન લાગે; પણ તાત્ત્વિક દૃષ્ટિએ એમાં ફરક છે. દિવસ-રાત્રી અને પ્રકાશઅંધકાર એકબીજાના અભાવમાં વર્તાય છે એટલે કે દિવસ ના હોય ત્યારે જ રાત્રી હોય છે. નિશ્ચયવ્યવહાર, બાહા-અત્યંતર અને જ્ઞાન-ક્રિયા પરસ્પર પૂરક, પ્રેરક, પોષક, સહકારી અને સહયોગી છે. એકબીજાના અભાવના સ્વભાવવાળા નથી. માટે, ધર્માચરણમાં બંનેને સાથે રાખવા. હૃદયમાં નિશ્ચય દષ્ટિ રાખવી જેમ કે હું આત્મા છું, એકલો આવ્યો છું, એકલો જવાનો છું, મારા કરેલા કર્મોનો ભોક્તા છું, મારા કર્મોનો કર્તા છું, મોક્ષે જવાના ઉપાયો મારે જાતે જ કરવાના છે; અને વ્યવહારમાં બાળકો, માતા-પિતા મારો આ ભવ પૂરતો પરિવાર છે અને તેઓ પ્રત્યેની સંસારની ફરજો મારે પૂર્ણપણે બજાવવાની છે.
બાહા તપ એટલે ઉપવાસ, આયંબિલ, એકાસણું, બેસણું આદિ તો શક્ય હોય ત્યારે જ કરવું. મેડિકલ ઑફિસની કામગીરીની સાથે આવા તપ કરવા અનુકૂળ નથી થતું પરંતુ, રસના ઇન્દ્રિયને જીતવા માટે વૃત્તિસંક્ષેપ (આખા દિવસમાં દા.ત., ૧૦-૧૨ કે ૧૫ની વધુ વસ્તુ ના ખાવી વગેરે.) રસત્યાગ (દા.ત., એક-બે-ચાર અઠવાડિયા માટે તળેલું, ગળ્યું, અથાણું, ઘી અથવા વિગઈ જે ભાવતું હોય તે ગમે તે એકાદ-બે પદાર્થ ના ખાવા.) આદિ તપ કરવા. આઠમ-ચૌદસ જેવી મોટી તિથિએ પાણી ઉકાળેલું પીવું, કંદમૂળનો સદંતર ત્યાગ કરવો, આદિ તપ બાહી સ્વરૂપે કરવું. તપના અત્યંતર સ્વરૂપને પણ પામવું દા.ત., દરરોજ ઓછામાં ઓછી ૨૪ મિનિટ સ્વાધ્યાય (ધાર્મિક વાચન કે ચર્ચા), કાઉસગ્ગ, ધ્યાન વગેરે કરવું. અત્યંતર તપ જે મેં ગયા સ્વાધ્યાયમાં સમજાવી હતી તદનુસાર કરવાનો પ્રયત્ન કરવો. સામાયિક વીક-એન્ડમાં કરવી વગેરે.
જિનેશ્વર પરમાત્માએ, ભાઈ, અત્યંતરની અલબેલી પકડ માટે તપનાં બાહ્ય લક્ષણો દર્શાવ્યાં છે. મદ્દ અંશે આપણે આખી જિંદગીને બાહ્ય તપ વડે પકડી રાખીને પૂરી કરીએ છીએ તે ઉચિત નથી. બાહ્યા સાધન છે અને અત્યંતર સાધ્ય છે. બાહ્ય તપ રૂપી સાધન વડે અત્યંતર તપની સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય આપણે સૌએ રાખવાનું છે.
હવે જ્ઞાન અને ક્રિયા વિષે. દાખલા તરીકે મને આપના ઘેર આવવા માટેના રસ્તાનું મને જ્ઞાન હોય; પરંતુ જ્યાં સુધી ગાડી ચલાવવાની ક્રિયા ના કરું ત્યાં સુધી આપના ઘેર પહોંચી શકવાનો નથી. આનાથી વિરુદ્ધ, હું ગાડી ચલાવવાની ક્રિયા કરતો જ રહું અને આપના ઘેર આવવાના રસ્તાની મને જાણકારી ન હોય તોપણ હું આપના ઘેર પહોંચી શકવાનો નથી. આમ, જ્ઞાન અને ક્રિયા એકબીજાના પૂરક છે. મોક્ષે જવાના માર્ગનું જ્ઞાન પણ જોઈએ અને ચાલવાની – આચરણની ક્રિયા શ્રુતસરિતા
૪૦૨
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org