________________
નિર્વિદાદિ ગુણોથી વિભૂષિત વ્યક્તિત્વના વાહક એવા પૂજ્ય બા આપણા સૌ માટે ગુણાનુવાદનું એક સ્થિર અને સ્થાયી સ્મારક બનીને રહેશે.
મહાવિદેહ ક્ષેત્રના તીર્થપતિ શ્રી સીમધૂર સ્વામીનું પરમ અને પ્રબળ નિમિત્ત પૂ. બાના પુણ્યાત્માને અપાર શાતા-સમતા અને સમાધિ બક્ષે અને આપ સૌ પરિવારને વિયોગનું આ વસમું દુ:ખ સહન કરવા શક્તિ અર્પે તેવી પ્રાર્થના.
બા એવો શબ્દ પણ, મુજ કાનમાં અથડાય જ્યાં;
તન મન અને કોડો રુવાડાં, ઉલ્લસિત થઈ જાય ત્યાં” ભવ ભાગે, ભાવ જાગે અને સ્વભાવમાં આત્માની ગતિ લાગે – આ ત્રણ કારણો વડે સંસારની સમાપ્તિ અને મોક્ષની પ્રાપ્તિને આપણે સૌ પામીએ તેવી મંગલ મનીષા.
લિ. આપનો સાધર્મિક ભાઈ,
રજની શાહ * * * * *
( પત્રાવલિ-૭૩ જ્ઞાનક્રિયાનો સુભગ મેળ.
બુધવાર, તા. ૮મી, જાન્યુઆરી, ૨૦૦૩
વીર સંવત ૨પર૯ ને પોષ સુદ ૬
શ્રી વિમલનાથ પ્રભુ કેવળજ્ઞાન કલ્યાણક શુભ દિન. રત્નત્રયી આરાધક શ્રી,
પ્રણામ-જય જિનેન્દ્ર-૨૦૧૩ના નૂતન વર્ષની આપની શુભેચ્છા દર્શાવતો પત્ર મળ્યો. આપના વિચારોની સ્પષ્ટ રજૂઆત અને અકર્તવ્યપણાની સચોટ કબૂલાતથી હું પ્રભાવિત થયો છું. આપનું ધર્મરાગીપણું અને ધર્મક્રિયારુચિપણું આપના પત્રથી ફલિત થાય છે. જિનશાસન દરેક ભવમાં પ્રાપ્તમાન નહીં થાય તેવી સમજણ અવશ્ય સારી છે; પરંતુ જ્યાં સુધી સમજણ કૃત્યમાં એટલે કે આચરણમાંક્રિયામાં ના પરિણમે, ત્યાં સુધી તે સમજણનું મૂલ્ય અંકાતું નથી કે ફળપ્રાપ્તિ થતી નથી. દા.ત., આપશ્રી જે જે દવાઓ દર્દીને લખી આપો, તે પ્રીસ્ક્રીપ્શન જ્યાં સુધી દર્દી ફાર્મસીમાં લઈ જવાની ક્રિયા અને જે તે દવા લેવાનું આચરણના દરે ત્યાં સુધી દર્દીને તો ફાયદો નથી જ થતો; પરંતુ સાથે સાથે આપે લખેલા પ્રીસ્ક્રીપ્શનનું કોઈ મૂલ્ય નથી પુરવાર થતું. મેં અગાઉના મારા પત્રમાં જે જે લખ્યું તે તે બધું એકી સાથે કરવાનું નથી. જેમ આપશ્રી ઑફિસમાં કામ કરવાની યાદી બનાવો છો અગર તો મનમાં ધારી રાખો છો, બસ તેવું જ ધર્મક્ષેત્રે આ જીવનમાં શું શું કરવા યોગ્ય તેને ધારી રાખવું. જે તે યોગ્ય સમયે તે તે આચરણમાં જોડાઈ જવાનું.
જે જે સંસ્કારોનું સિંચન આપણે આપણાં બાળકોમાં કરવા ઇચ્છતા હોઈએ તે તે સંસ્કારો માતા-પિતાએ તો કેળવવા જ પડે ને ! એકલી માતા કે એકલા પિતા કેળવે તે ના ચાલે; બંનેએ પત્રાવલિ
૪૦૧
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org