________________
અને બેન સાથે પૂર્વભવના સંબંધના કારણે આ ભવમાં આપના ઘેર આવ્યા છે. તેઓ પ્રત્યે સુંદર આયોજન કરી, શિક્ષણ અને સંસ્કાર આપી, તેઓના જીવનબાગમાં ગુલાબના ફૂલો પાથરવા માટે આપણે બધો જ પ્રયત્ન અવશ્ય કરવાનો. પણ સાથે સાથે, આપણે આપણું ધર્માચરણ પણ વધારતા રહેવું જોઈએ, આપણે આપણા પ્રત્યેનું લક્ષ્ય પણ ઉપયોગી છે.
જીવનની જરૂરિયાતો ઘટાડવી, જીવનને સાદું બનાવવું, જે અને જેટલું મળે (આવક સહિત) તે રીતે ચલાવી લેવું, મળે તેટલું બધું ય ના ભોગવવું (થોડુંક દાન કરવું.) લાગણીઓ-માગણીઓઈચ્છાઓ-અપેક્ષાઓ-તૃષ્ણાઓ-આશાઓ-અભિલાષાઓ-આયોજનો, ભાવિની વધુ પડતી ચિંતાઓ વગેરે નો અંત લાવવો ઉપકારી છે.
અતિ લાગણી, અતિ માગણી, ઇચ્છાઓનો અંત નથી;
ચક્ર સનાતન રહે ચાલતું, કાયમ ક્યાંય વસંત નથી.” અત્યંતર તપના બીજા પ્રકાર વિનય ગુણ' વડે વિનીત થવાય છે. “શ્રી” નો અર્થ મોક્ષરૂપી લક્ષ્મી થાય છે. જગતની બધી જ વસ્તુઓ પરાજયને પામે છે, જ્યારે મોક્ષરૂપી લક્ષ્મી નિયમા જયને પામે છે. “જયશ્રી' નામનો આ શબ્દાર્થ છે. પત્નીને પત્ની ના કહેતાં “સહધર્માચારિણી' કહે છે; એટલે કે ધર્મમાં સાથે આચરણ કરવું તે.
આપના ભાવભર્યા પ્રત્યુત્તરના લીધે આ પત્ર લખવાની મને પ્રેરણા થઈ આવે, તે સ્વાભાવિક છે. મારો આ પત્ર આપશ્રી રસપૂર્વક અને રુચિપૂર્વક વાંચી જશો, તેનાથી આપની ધર્મયાત્રાનો પ્રારંભ નહીં થાય; તેના માટે તો નાનકડું પણ એકેક કદમ આપશ્રીએ જ ઉઠાવવું પડશે. - શમચ શમ્ - શુભ કાર્યોમાં પ્રવૃત્ત થવા માટે હંમેશાં ઉતાવળ કરવી.
મનને જેમાં અને જ્યાં રસ છે, ત્યાં એ ચંચળ નથી, પણ સ્થિર છે. મનને જે ગમે, મન તેમાં રમે. મન બદલવાની જરૂર નથી, રૂચિરસ બદલવાની જરૂર છે. આપશ્રી કોઈ નિયમ લો અને આપના ઘેર મારું આવવાનું બને તેવી મારી ભાવના છે. આ પત્રમાં અવારનવાર નિર્દેશ મેં આપના તરફ કર્યો છે. પણ પત્ર આપ બંને માટે જ લખ્યો છે. શુભેચ્છાઓ સાથે.
લિ. આપનો ભાઈ,
રજની શાહ
શ્રુતસરિતા
૪૦૪ For Private & Personal Use Only
પત્રાવલિ
Jain Education International 2010_03
www.jainelibrary.org