________________
પત્રાવલિ-૭૪ આત્મભાવનાના વિશિષ્ટ ભેદ
શુક્રવાર, તા. ૨૭મી, જૂન ૨૦૦૩ વીર સંવત રપર૯ ને જેઠ વદ ૧૩
શ્રી સુવિધિનાથ પ્રભુને નમો નમ: ભાઈ, જય જિનેન્દ્ર.
ધર્મ-વાર્તાલાપની પ્રવૃત્તિ દ્વારા મને મારી આધ્યાત્મિક પ્રગતિમાં અપાર અપાર લાભ થાય છે. આપના સંઘ દ્વારા મારા લાભની આવી અમૂલ્ય તક મને અવારનવાર સાંપડે છે, તે મારું સદ્ભાગ્ય છે. આપના શ્રી સંઘનો અને ખાસ કરીને આપણા પરમ આત્મીય વૈયાવચ્ચગુણના અનુરાગી સ્વજનશ્રી પ્રવિણભાઈ અને તેઓના ધર્મપત્ની શ્રાવિકા શ્રી ભાવિનીબેન વાકાણીનો હું અત્યંત આભારી છું. તા. ૧૫મી જૂનને રવિવારના રોજ મારા વાર્તાલાપ નિમિત્તે મારે આપના નિવાસસ્થાને આવવાનું બન્યું. છેલ્લા થોડાક સમયથી આપણી પરસ્પર ઇચ્છા ફળીભૂત થઈ. આપના ઘેર આવવાનો આનંદ મારે મન પણ અનેરો હતો, ઉલ્લાસપૂર્ણ હતો. આપ બન્નેની ધર્મકરણી અને ધર્મસંસ્કારોનું હું પણ ખૂબ અનુમોદના કરું છું. મારા આપના ઘેર રાત્રિ-રોકાણ પ્રસંગે આપ બને એ મારા માટે સદ્ભાવ અને લાગણીઓ દાખવી છે, તે બદલ આપનો ખૂબ આભાર.
સમ્યક્રરત્નના ત્રણ પ્રકાર છે : (૧) દર્શન (શ્રદ્ધા) (૨) જ્ઞાન (૩) ચારિત્ર. આપણે આ ત્રણ રત્નોના “ઝવેરી” બનવા માટે નીચેના વિધાન ઉપર વિચાર કરીએ :
ભવ ભાગે નહીં; ભાવ જાગે નહીં; સ્વભાવમાં આત્માની ગતિ લાગે નહીં. જન્મમરણનું ચક્ર કહો કે સંસાર કહો, જગત કહો કે લોક કહો. બધાય એક પર્યાયના શબ્દો જ છે. આ ચક્રને ગતિમાન કરનારી સત્તાને કર્મ કહેવાય છે. જીવ દરેક ભવમાં જન્મ ધારણ કરી મૃત્યુ પર્યત અથાગ મહેનત કરી ધન, પરિવાર આદિ મોહની સામગ્રીઓ એકઠી કરી નિત નવા નવા કર્મો બાંધી એકઠું કરેલું બધું જે તે ભવમાં મૂકીને ગતિરૂપી પરિભ્રમણ કર્યા કરે છે. ઘાંચીના બળદની માફક “ગતિ' અવશ્ય દેખાય છે, પણ પ્રગતિ લેશમાત્ર થતી નથી. આપણી ઇચ્છાએ કે અનિચ્છાએ જે જે વસ્તુઓ (ધન, પરિવાર આદિ) મૃત્યુ આપણને છોડાવનાર છે, તે તે વસ્તુમાં મિથ્યાભાવનો મોહ કેળવવા જેવો નથી. પરભવમાં સાથે લઈ જવાના ગુણોની એક નાનકડી યાદી બનાવી તે તે ગુણોની પ્રાપ્તિ અર્થે આપણે સાધનો શોધવા તો પડશે, અને શોધ્યા બાદ, તે તે દિશામાં આપણું આચરણ પણ કેળવવું પડશે. આચરણ વડે જ સ્વમાં સ્થિરતા અને સ્વસ્થતા આવે છે અને “મમતા'નું સ્થાન “સમતા' લે છે, કે જે આત્મભાવના પ્રાગ્ટયપણાનું સાધન છે.
આત્મભાવના સાત પ્રકારો છે : (૧) ઉદાસીન ભાવ : જેમ પ્રભુને દરેક પરિસ્થિતિ, વ્યક્તિ અને વસ્તુ પ્રત્યે ઉદાસીન ભાવ હોય
(હર્ષ કે ખેદ નહીં), તેમ આપણે પણ સાંસારિક પદાર્થોમાં પ્રાપ્તિ સમયે હર્ષ પત્રાવલિ
૪૦૫
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org