________________
પ્રબળ નિમિત્ત અપાર શાતા, સમતા અને સમાધિ બક્ષે અને આપશ્રી, બાળકો, પૂજ્ય શ્રી કીર્તિભાઈ પરિવાર, સર્વેને આ દુઃખ સહન કરવા શક્તિ અર્પે તેવી મારી શાસનદેવને પ્રાર્થના.
અવસરોચિત થોડાંક ચિંતનાત્મક કથનો : (૧) કટાસણું એ તો સિદ્ધશિલાનો ટુકડો છે. (૨) રડે તે આર્તધ્યાની, બીજાને રડાવે તે રૌદ્રધ્યાની, રડતાંને છાનો રાખે તે ધર્મધ્યાની, રડવાનું મૂળ
કાપે તે શુક્લધ્યાની. (૩) આયુર્થાત ક્ષણે ક્ષણે - ક્ષણે ક્ષણે મૃત્યુ નજીક આવી રહ્યું છે, ત્યારે આપણે પુગલના ભોગ અને
સંગ્રહ કરવામાં જિંદગી વ્યતીત કરી રહ્યા છીએ. (૪) જીવનમાં જયણા, વૃત્તિમાં વૈરાગ્ય અને પ્રવૃત્તિમાં પરોપકાર આપણે કેળવવા જેવું છે. (૫) નિગોદની અનંતી જેલમાંથી છોડાવનાર સિદ્ધ ભગવંતનો ઉપકાર યાદ કરો. મોક્ષમાં જવું એ
ઋણમુક્તિ છે.
અનેક ગુણગુણઅલંકૃત અને પરમ આરાધક ભાવ-પુષ્પની મઘમઘતી સુવાસના સુવાહક એવા આપશ્રી, ગીતાબહેનને, મારા અને અરુણાના વંદન.
લિ. સાધર્મિક ભાઈ,
રજની શાહ
પત્રાવલિ-૬૧ ઉપાદન-નિમિત્તનું યથાસ્થાને મહત્ત્વ છે ભાવશ્રાવકશ્રી, પ્રણામ-જય જિનેન્દ્ર.
ઉપાદન અને નિમિત્ત અંગેનો પ્રશ્ન આપશ્રીએ ફોન પર પૂળ્યો હતો. ફોન ઉપર, સમયના અભાવે, સવિસ્તર સમજાવવું મુશ્કેલ હોય છે, તેથી આ પત્ર દ્વારા લખીને સમજાવવા પ્રવૃત થયો છું. ઉપાદાન = ઉપ + આ + દા + અનું સમીપ
આપવું પ્રત્યય • “દા'ની પૂર્વે ‘આ’ લાગવાથી વિરુદ્ધાર્થ બનતાં “આપવું” ના બદલે લેવું/ગ્રહણ કરવું.
અર્થ : જે પદાર્થના સમીપમાંથી કાર્યનું ગ્રહણ થાય તે ઉપાદાન છે, દા.ત., ઘડો બનાવવામાં માટી' ઉપાદાન છે, રોટલી બનાવવામાં “લોટ” ઉપાદાન છે, મોક્ષ-પ્રાપ્તિમાં “આત્મા” એ ઉપાદાન છે. ટૂંકમાં, જેમાં કાર્ય નિપજે, ફળ સ્વરૂપે જે પરિણમે, જે પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમે તેને ઉપાદાન' કહે છે.
નિમિત્ત-કાર્ય નિપજતી વેળાએ એ પરપદાર્થની અનુકૂળ હાજરી હોય તે નિમિત્ત છે. સ્વયં કાર્યરૂપે ના પરિણમે, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં સહાયક હોય તે નિમિત્ત છે; દા.ત., ઘડો બનાવવામાં કુંભાર, ચક્ર, દંડ આદિ; રોટલી બનાવવામાં વેલણ-ગંસ, બનાવનાર આદિ, અને “મોક્ષ-પ્રાપ્તિમાં શ્રુતસરિતા
૩૬૬
પત્રાવલિ
Jain Education International 2010_03
.
For Private & Personal Use Only
www.jainelibrary.org