________________
સાત્ત્વિક સાધક, આદર્શ આરાધક અને ગરવા ગુણધારક શ્રી વિરેન્દ્રભાઈ શાહ આપણા સૌની વચ્ચેથી ચાલ્યા ગયા છે. અને મને સમગ્ર સંઘને પડેલી ખોટ પુરાય તેમ નથી. બેન, આપના વ્યક્તિગત જીવનમાં પડેલી આ ખોટ તો આજીવન પુરાવાની નથી. બેન, સમતા રાખશો; શાન્તિ સાધનો અને બને બાળકોને માતા-પિતા બનેનો પ્રેમ આપશો.
શ્રી વીરેન્દ્રભાઈ જેવા ગુણિયલના તો ગુણાનુવાદ જેટલા કરીએ તેટલા ઓછા છે. અમેરિકાની ભોગભૂમિ ઉપર અવિરતિના કારખાનામાંથી પ્રત્યેક સમયે ઊપજતા અઢળક કર્મરાશિના ઉત્પાદનથી વ્યથિત થઈ, શ્રી વીરેન્દ્રભાઈએ અમેરિકામાં અનેક જિનાલયોમાં પ્રતિષ્ઠા કરાવી છે. મુક્તિની ઇચ્છાની ઈટ-ઈટ એકઠી કરીને ઊભા કરેલ આ દેશના અનેક જિનાલયો, મન-વચન-કાયાના ત્રિભેટા વડે પ્રકાશ પાથરનાર દીવાદાંડી સ્વરૂપ શ્રી વીરેન્દ્રભાઈના પ્રકૃષ્ટ પુણ્ય અને પ્રત્યક્ષ પ્રભાવની સાક્ષી પૂરે છે. તેઓની પ્રેરક સ્મૃતિની સૌરભ અને જીવનવૈભવ અજોડ હતો. તેઓનો ધર્મરાગ અને ધર્મસંસ્કારો અજોડ હતા.
આણાએ ધમ્મો' ના અનુશાસક તરીકે શ્રી વીરેન્દ્રભાઈના આત્માનંદનના પડતા ધોધનો છંટકાવ અને સુકૃતની સાગર સમી સરવાણી મારા જેવા અનેકના હૃદયને ભીંજવી જાય છે. નિસ્પૃહતા, વાત્સલ્યતા, નિત્યનૂતનતા, ઉત્સાહ, અપ્રમત્તભાવ, પરમ સંવેગ, દીર્ઘદ્રષ્ટા, ઔદાર્યપૂર્ણ વ્યક્તિત્વ આદિ રત્નસમૃદ્ધિનું શ્રી વીરેન્દ્રભાઈ સંગમસ્થાન હતા.
કોઈ અગમ્ય ઓવારેથી ઉદ્ભવતો અને હૈયાના વાત્સલ્ય સાથે વહેતો શ્રી વીરેન્દ્રભાઈ અને શ્રી કીર્તિભાઈ (બંધુબેલડી)નો સંગીતભર્યો પ્રવાહ પૂજા વેળાએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે. બંને ભાઈઓ પૂજા ભણાવતા હોય, ત્યારે હાજર રહેવાનું સદ્ભાગ્ય પણ સૌભાગ્યશાળી ગણાતું. શ્રી વીરેન્દ્રભાઈનો સૂર ક્યારેક હિમાચ્છાદિત શિખર જેવી ધવલતા અને અણનમતા ધારણ કરતો હતો; તો ક્યારેક ખળખળ વહેતી ગંગા જેવી પવિત્રતા અને પ્રવાહિતા ધારણ કરતો હતો.
શ્રી વીરેન્દ્રભાઈ જિનશાસનતા શણગાર, પનોતી પ્રતિભા અને અનુપમ વાત્સલ્યની મૂર્તિ હતા. આ દેશના જૈનોના ઘરમાં મુક્તિના નાદનો શંખધ્વનિ, જૈન સિદ્ધાન્ત રક્ષા, શુદ્ધ સિદ્ધાન્તની સ્થાપના અને પ્રતિપાદનપૂર્વક અનુશીલન શ્રીભાઈના સુયોગ થકી આ ધરતી ઉપર સૌ કોઈને સુગમ અને સુલભ સાંપડ્યું હતું. જિનેશ્વર પ્રણીત ધર્મની પ્રભાવનાના વ્યાસંગી, આત્મપ્રદેશોમાં શુભ ભાવોની મનોહર રંગોળી પૂરનાર અને ધર્મપ્રેરણાના પીયૂષ પાનાર શ્રી વીરેન્દ્રભાઈના પુણ્યવાન આત્માને મારા પ્રણામ.
સરળતા, સજ્જનતા, સૌજન્યતા, સમભાવિતા, સમદર્શિતા, સાલસતા, સાહજિકતા અને સત્યાગ્રહતા - આવા અનન્ય વિશેષણોથી વ્યક્ત થતા ભાવાત્મક ગુણોના ધારક, શ્રેષ્ઠ શ્રાવક અને પરમેષ્ઠિ ઉપાસક શ્રી વીરેન્દ્રભાઈ મારા હૃદયનિકેતનમાં આજીવન બિરાજેલા રહેશે અને અનેરા ગુણાનુવાદનું આપણા સૌ માટે સ્થિર અને સ્થાયી સ્મારક બની રહેશે.
સંત શ્રી વીરેન્દ્રભાઈના પુણ્યશાળી આત્માને પરભવમાં શ્રી જિનેશ્વર ભગવંતનું પરમ અને પત્રાવલિ
૩૬૫ For Private & Personal Use Only
શ્રુતસરિતા
Jain Education International 2010_03
www.jainelibrary.org