________________
બાઝતા નથી ! શા માટે આવી આશા - અપેક્ષાના ખાબોચિયામાં ઊતરવું પડે ? જ્યારે કે પાસે જ પરમ સામર્થ્યના સાગર જેવા પરમાત્મા પોતે જ ઊભા છે ! જેણે પરમાત્માની શક્તિને અનુભવી છે, એ વળી રાગી-દ્વેષી દેવોને આજીજી, કરગરતા શા માટે હશે ?
આ બધી વાતો એકાંતમાં બેસી વિચારવા જેવી છે. જેમ જેમ ઊંડાણ વધતું જશે, તેમ તેમ આ દુનિયાની – આ ચાર ગતિની - ચાર દીવારીમાં જીવવાનું જામશે નહીં. પરમાત્માની પાસેથી કશું જ આપણે પામવું નથી...પરમાત્માને પોતાને જ આપણે પ્રાપ્ત કરી લેવા છે.
- કાશ, આપણો પણ આ દુનિયા સાથેનો લગાવ છૂટી જાય સંસાર સાથેનું સગપણ તૂટી જાય અને પરમાત્માની સાથે પ્રીતનો નાતો બંધાઈ જાય. પરમાત્માની પ્રતિમાના અંગે અંગને, પરમાણુને સુધા છલકતા જોઈએ. આપણી આંખોની ગાગરમાં પણ આ શાંતસુધાનો સાગર સમાઈ જાય. બીજું વધારે શું જોઈએ ? ક્યારેક દેરાસરમાં પરમાત્માની સામે બેસીને મધુર-મંજુલ સ્વરમાં ગાઈએ– એક વાર તો પગલાં પાડો, મારા મનડાની ભીતર !
લિ. આપનો ભાઈ,
રજની શાહ
પત્રાવલિ-૩૧ હારિભદ્રી અનુષ્ઠાન
સોમવાર, તા. ૨-૧-૯૯ પ્રિય ભાઈશ્રી, જય જિનેન્દ્ર.
પ્રીતિ પરમાત્માનું સ્મરણ અને દર્શન કરાવે છે. પ્રીતિ પરમાત્માનો સ્પર્શ કરવા પ્રેરે છે. પ્રીતિ જ પરમાત્માની આજ્ઞાને અનુસરવા માટે પ્રોત્સાહિત કરે છે. ભાઈ, જેટલી આશાઓ હજી પણ ના પાળતા હોય કે ના પાળી શકતા હોય તેની યાદી બનાવવી. યાદીમાં બરોબર વિચારવું કે પરમાત્માની પ્રીતિ અને પ્રોત્સાહનમાં ક્યાં ઊણપ છે? પરમાત્મ-પ્રેમી માટે પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું સહેજ પણ મુશ્કેલીભર્યું નથી, એકદમ સાહજિક છે. એક બાબત અહીં ધ્યાનમાં રાખવી કે જિનાજ્ઞાની સાથે જે વ્યવહારને સંબંધ નથી એવા વ્યવહારોની વળગણો જિનશાસનને માન્ય નથી.
પૂ. આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ ચાર પ્રકારનાં અનુષ્ઠાન બતાવ્યાં છે. (૧) પ્રીતિ અનુષ્ઠાન :
સર્વ પ્રથમ પરમાત્મા માટે હૈયામાં આંતરિક પ્રીતિ ઉભવવી જોઈએ. પ્રીતિ જિનાજ્ઞા પાળવામાં પ્રોત્સાહન આપે. આજ્ઞાપાલન કરવા જીવન પરિવર્તન કરવું પડશે. અત્યાર સુધી જે રીતે જીવ્યા તેમાં ફેરફાર તો કરવો પડશે. વિચારોને, વાણીને, વર્તનને અને શરીરની પ્રવૃત્તિઓને બદલવી પડશે. આજ્ઞાપાલનની ધારે કોણ ઊભું નથી રહેવા દેતું, ખબર છે ને ભાઈ ! ભીતરનાં કામ-ક્રોધ, માયા, શ્રુતસરિતા ૩૦૬
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org