________________
ઉપગૂહન જિનેન્દ્રના માર્ગની ખૂબી તો જૂઓ. સ્વદોષનો સ્વીકાર, ગુણોનું ગોપન, પરદોષનું ગોપન, પરગુણોનું દર્શન.
સ્થિતિ કરણ : સ્વભાવરૂપ ધર્મમાં સ્થિર થવું. અન્યને તેજ બતાવવું. પ્રભુ મહાવીરે સમતા, કરૂણા જેવા આત્મિક ગુણો મૌનભાવે પ્રગટ કર્યા. અન્યને ધર્મમાર્ગમાં સ્થિર કર્યા.
વત્સલ-વાત્સલ્ય : બાહ્યક્રિયા ઉપચાર છે. સાધકનો આત્મા સૃષ્ટિના ચેતન્ય પ્રત્યે સદાય પ્રસન્ન. સર્વત્ર શાંતિ વિસ્તરો, મારા તારાના ભેદ રહિત નિર્મળભાવ, આવા ભાવનું પરિણામ મુકિત છે.
પ્રભાવના : પ્રકૃષ્ટ ભાવના, ઉત્તમ ભાવના, સમ્યગુ દ્રષ્ટિ આત્મા સ્વાત્મસુખનો ચાહક છે. તે સૌને આપે તો શું આપે? સ્થૂલ પ્રકારો વ્યવહારજન્ય ઉપયોગી બને તેની પાછળ સ્વાત્મકૂલ્ય ભાવના સ્વના પરના હિતરૂપ બને.
સમકિતનો પરિવાર તેની જ જાતનો હોય છે. સોની અલંકાર ઘડે તેમાંથી સોનાની રજકણો ખરે ને ! સમ્યકત્વ એ આત્માનું સર્વગુણાંશ પ્રગટીકરણ છે. તેમાંથી આત્મગુણ જ નિખરે. છતાં આ તો હજી કાચા ઘડા જેવું છે. પૂરી જાગૃતિ માંગે છે. ક્ષાયિકભાવે પહોંચવાનું છે. તેથી ઉ. યશોવિજયજીએ તેને માટે ૬ ૭ કિલ્લાનું રક્ષણ આપ્યું. આપ તો જાણો છો, આ તો મેં મારા ભાવ રજુ કર્યા. તમે ગુણ પ્રમોદ ગ્રાહક છો. આ કાળમાં તેની પણ દુર્લભતા છે. એટલે મળ્યું તો માણી લીધું. તમને લખેલું કેવું વ્યાપક બને છે તે દ્રષ્ટિની વિશદતાને પ્રણમું છું. મિચ્છામિ દુક્કડં. સાદર વંદન.
લિ. બહેન નિશ્ચયને છોડો મા, વ્યવહારને તરછોડો મા, આ આપનું સુવાક્ય મનનીય છે.
“પ્રભુના દર્શન કરી સ્વયં પ્રભુ બની જવું' સુજ્ઞશ્રી રજનીભાઈ, આપની પત્ર પ્રસાદી માણી.
સામાયિક યોગની આરાધના કરી કરાવી. પત્ર દ્વારા તેનો સંદર્ભ અનુભવ્યો. સામાયિકમાં છેલ્લે સજ્જોય કરું? નો આપણે શું અર્થ કર્યો? સામાન્ય રીતે સો રોજની નિયત ક્રિયા પૂરી કરે છે. સજ્જાય-સ્વાધ્યાય, સ્વમાં ઠરવું. તમે લખ્યું તેમ સ્વરૂપ દર્શન, બધા જ અનુષ્ઠાનો યોગરૂપ બને તે સન્માર્ગનું હાર્દ છે
વીતરાગતા વિષે ખૂબ સુંદર ચિંતન મૂકયું છે. આત્માનું લક્ષણ ઉપયોગ-જ્ઞાન. આત્મા અને જ્ઞાન અભેદ છે. પરંતુ જીવ વીતરાગમાં ટકતો ન હોવાથી ખંડ ખંડ થાય છે. ઉપયોગની શુદ્ધિ અખંડ તત્ત્વ બને છે એટલે જીવ સ્વસ્વરૂપે પ્રગટે છે. સુંદર)
ચાર અનંત ચતુર્યનો આંશિક ભાવ ચાર અતિશયમાં પ્રગટ થાય છે ! સર્વ કેવળીમાં અનંત ચતુષ્ટયનું હોવું સમાન હોવાથી પણ આ પ્રરૂપણા સમજાય છે. પૂરા પત્રમાં તમે સ્વાત્મતુલ્ય ભાવનાથી ઘણો શ્રમ (હિતરૂ૫) કરીને ઘણા રહસ્ય પ્રગટ કર્યા છે. પત્ર ત્રણ ચાર વાર વાંચું છું. આનંદ આવે છે.
મેરો મન પંછી બન્યો, ઉડન લાગ્યો આકાશ; સ્વર્ગલોક ખાલી દીઠો, સાહિબ સંતનકી પાસ.”
લિ. બહેન શ્રુતસરિતા
४४८
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org