________________
ભાવ ભવી પરે ભાવીએ, એ ધર્મનો સાર;
શિવગતિ આરાધન તણો, એ આઠમો અધિકાર, ધન. (ઢાળ સાતમી)
હવે અવસર જાણી, કરી સંલેખન સાર; અણસણ આદરિયે, પચ્ચક્ખી ચારે આહાર. લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ; એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. ગતિ ચારે કીધા, આહાર અનંત નિઃશંક; પણ તૃપ્તિ ન પામ્યો, જીવ લાલચીયો રેંક. દુલહો એ વળી વળી, અણસણનો પરિણામ; એહથી પામીજે, શિવપદ સુરપદ કામ. ધન ધન્નો શાલિભદ્ર, ખંધક મેઘકુમાર; અણસણ આરાધી, પામ્યા ભવનો પાર. શિવમંદિર જાશે, કરી એક અવતાર; આરાધન કેરો, એ નવમો અધિકાર. દસમે અધિકારે, મહામંત્ર નવકાર; મનથી નવિ મૂકો, શિવસુખ-ફલ સહકાર. એહ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર; સુપ૨ે એ-સમરો, ચૌદ પૂરવનો સાર. જનમાંતર જાતાં, જો પામે નવકાર; તો પાતિક ગાળી પામે સુર અવતાર, એ નવપદ સરીખો, મંત્ર ન કો સંસાર; આ ભવને પરભવે, સુખ સંપત્તિ દાતાર. જ્યું ભીલ ભીલડી, રાજા રાણી થાય; નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય ! રાણી રત્નવતી બેહુ, પામ્યા છે સુરભોગ; એક નવ પછી લેશે, શિવ-વધૂ સંજોગ. શ્રીમતીને એ વળી મંત્ર ફળ્યો તત્કાલ; ફણીધર ફીટીને, પ્રગટ થઈ ફૂલમાળ ! શિવકુમરે જોગી, સો વન પુરિસો કીધ; એમ એણે મંત્રે, કાજ ઘણાનાં સિદ્ધ.
શ્રુતસરિતા
Jain Education International 2010_03
૨૨૭
For Private & Personal Use Only
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૯.
૭.
શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન
www.jainelibrary.org