________________
અવર મોહ સવિ પરિહરિએ, ચાર શરણ ચિત્ત ધાર તો; શિવગતિ આરાધન તણો એ, એ પાંચમો અધિકાર તો. આ ભવ પરભવ જે કર્યા છે, પાપ કર્મ કઈ લાખ તો; આત્મ સાખે તે નિંદીએ એ, પડિક્કમિએ ગુરુ સાખ તો. મિથ્યામત વર્તાવીયા એ, જે ભાખ્યાં ઉસૂત્ર તો; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉત્થાપ્યાં સૂત્ર તો. ઘડ્યાં ઘડાવ્યાં જે ઘણાં એ, ઘરંટી હળ હથિયાર તો; ભવભવ મેલી મૂકીયાં એક કરતા જીવ સંહાર તો. પાપ કરીને પોષીયા એ, જનમ જનમ પરિવાર તો; જનમાંતર પોહોંચ્યાં પછી એ, જેણે ન કીધી સાર તો. આ ભવ પરભવ જે કર્યા એ, એમ અધિકરણ અનેક તો; ત્રિવિધ ત્રિવિધ વોસિરાવિએ એ આણી હૃદય વિવેક તો. દુષ્કૃત નિંદા એમ કરીએ, પાપ કરો પરિહાર તો; શિવગતિ આરાધન તણો એ, એ છઠ્ઠો અધિકાર તો.
(ઢાળ છઠ્ઠી) ધન ધન તે દિન માતરો, જીહાં કીધો ધર્મ; દાન શીયળ તપ ભાવથી, ટાળ્યાં દુષ્કૃત કર્મ. ધન. શેત્રુજાદિક તીર્થની, જે કીધી જાત્ર; જુગતે જિનવર પૂજીયા, વળી પોપ્યાં પાત્ર. ધન. પુસ્તક જ્ઞાન લખાવીયા, જિણવર જિનચૈત્ય:
સંઘ ચતુર્વિધ સાચવ્યાં, એ સાતે ક્ષેત્ર. ધન. પડિક્કમણાં સુપરે કર્યા, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવજઝાયને, દીધાં બહુમાન. ધન. ધર્મકાર્ય અનુમોહિએ, એમ વારોવાર; શિવગતિ આરાધન તણો, એ સાતમો અધિકાર. ધન. ભાવ ભલો મન આણીએ, ચિત્ત આણી ઠામ; સમતા ભાવે ભાવીએ, એ આતમરામ. ધન. સુખ દુઃખ કારણ જીવને, કોઈ અવર ન હોય; કર્મ આપ જે આચર્યા, ભોગવીયે સોય. ધન. સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુણ્યનું કામ;
છાર ઉપર તે લીપણું, ઝાંખર ચિત્રામ. ધન. શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન
શ્રુતસરિતા www.jainelibrary.org
Jain Education International 2010_03
For Private & Personal Use Only