________________
પરિગ્રહની મમતા કરીજી, ભવે ભવે મેલી આથ; જે જિહાં તે તિહાં રહીજી, કોઈ ન આવી સાથ રે. જિનજી. ૩. રયણી ભોજન જે કર્યા છે, કીધાં ભક્ષ અભક્ષ; . રસના રસની લાલચેજી, પાપ કર્યો પ્રત્યક્ષ રે. જિનજી. વ્રત લેઈ વિસારીયાંજી, વળી ભાંગ્યાં પચ્ચખાણ; કપટ હેતુ કિરિયા કરીજી, કીધા આપ વખાણ રે. જિનજી. ત્રણ ઢાલ આઠે દુહેજી આલોયા અતિચાર; શિવગતિ આરાધન તણોજી, એ પહેલો અધિકાર રે. જિનજી. ૬.
(ઢાળ ચોથી) પંચ મહાવ્રત આદરો-સાહેલડી રે, અથવા લ્યો વ્રત બાર તો; યથાશક્તિ વ્રત આદરી-સાહેલડી રે, પાળો નિરતિચાર તો. ૧. વ્રત લીધાં સંભારીએ-સા., હૈડે ધરીય વિચાર તો; શિવગતિ આરાધન તણો-સા, એ બીજો અધિકાર તો. જીવ સર્વ ખમાવીએ-સા., યોનિ ચોરાશી લાખ તો; મન શુદ્ધ કરી ખામણાં-સા., કોઈ શું રોષ ન રાખ તો. સર્વ મિત્ર કરી ચિંતવો-સા., કોઈ ન જાણો શત્રુ તો; રાગ દ્વેષ એમ પરિહરો-સા., કીજે જન્મ પવિત્ર તો. સ્વામી સંઘ ખમાવીએ-સા., જે ઉપની અપ્રીત તો; સ્વજન કુટુંબ કરી ખામણાં-સા., એ જિનશાસન રીત તો. ખમીયે ને ખમાવીએ-સા., એહિજ ધર્મનો સાર તો; શિવગતિ આરાધન તણો-સા., એ ત્રીજો અધિકાર તો. મૃષાવાદ હિંસા ચોરી-સા., ધન મૂછ મૈથુન તો; ક્રોધ માન માયા તૃષ્ણા-સા., પ્રેમ ઠેષ પૈશુન્ય તો. નિંદા કલહ ન કીજીએ-સા., કૂડાં ન દીજે આળ તો; રતિ અરતિ મિથ્યા તજો-સા., માયા મોહ જંજાળ તો. ત્રિવિધ ત્રિવિધ વોસિરાવીએ-સા, પાપસ્થાન અઢાર તો; શિવગતિ આરાધન તણો-સા., એ ચોથો અધિકાર તો.
(ઢાળ પાંચમી) જનમ જરા મરણે કરી એ, આ સંસાર અસાર તો; કર્યા કર્મ સહુ અનુભવે એ, કોઈ ન રાખણહાર તો. શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તો; શરણ ધર્મ શ્રી જિનનો એ, સાધુ શરણ ગુણવંત તો. ૨ ૨૫
શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org