________________
(૩) જીવમાં જીવ પ્રત્યે શ્રદ્ધા દેઢ થાય.
(૪) સમ્યક્ત્વ નિર્મળ થાય.
(૫) જીવદયાની પ્રવૃત્તિના પરિણામથી સંસ્કાર સુદૃઢ થાય.
(૬) ધ્યાનની સાધના કરતાં સાધકની સાધનામાં ધ્યાન સ્થિર બની શકે.
માટે, નક્કી કરવું રહ્યું કે હું સંયમના ભોગે કદાપિ દેહનું લાલન કરીશ નહીં, પરંતુ દેશના ભોગે સંયમના પાલનમાં આત્માનું ઉત્થાન આદરીશ અને મારા આત્માના મોતીને જયણાપૂર્વક સુસંસ્કારના સૂત્રમાં પરોવીશ.
“મોક્ષે વિતં, મને તનું:'
સમકિતી અને વૈરાગ્યવાનની આ જ જીવન-સરણી છે. ચાર ગતિના ચ્યવનના ચોપડા ચૂકવી સિદ્ધશિલામાં બિરાજેલા ભવ્ય જીવોની સાથે સત્વરે પહોંચી જઈએ તે મંગલ કામના સાથે – લિ. આપનો ભાઈ, રજની શાહ
* * * * પત્રાવલિ-૩૩
જીવતાં કે મરતાં ? એક જ તારું નામ
બુધવાર, તા. ૨-૩-૧૯૯૯
ભાઈશ્રી, જય જિનેન્દ્ર.
પ.પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ હંમેશાં કહેતા - “મને જીવવાનો મોહ નથી, ને મરવાનો મોહ નથી,
જીવીશું તો સોઽહં સોડહં કરીશું, મરીશું તો મહાવિદેહમાં જઈશું.'’ સો + અહં = સોઽહં = હું તે છું - હું આત્મા છું.
-
કેવી સુંદર વાત છે ! કેવી પ્રાર્થના છે ! આ. પૂ. મહારાજ સાહેબ સદૈવ ઉપકારક હતા અને તેઓએ મારા તમારા જેવા અનેકની જીવનપ્રતિમામાં સમ્યક્ત્વના પ્રાણ પૂર્યા અને ઉત્તમ શિલ્પી બનીને અનેક આત્માઓને પરમાર્થની પગદંડી પર પગરણ મંડાવ્યાં અને સંસારસાગર પાર ઊતરવા સંયમ-નૌકા આપી છે.
ઘણા પુણ્યના ઉદયે, સુસાધુ ભગવંતનો આપણને જોગ થાય છે અને તેથી યે અધિક પુણ્ય હોય ત્યારે ભક્તિ કરવાનો યોગ થાય છે. આવા ઉત્તમ યોગ પછી, ધર્મક્રિયા તરફ ઊંચો આદર જાગે છે, જાણે અમૃતનો કટોરો પીતા હોઈએ તેવો ઉલ્લાસ અને તન્મયતા ક્રિયામાં પ્રગટે છે, અને તેથી તેનું શ્રેષ્ઠ ફળ પણ તે આત્માને મળે છે.
અનાદિકાળથી લાગેલા મહામિથ્યાત્વ રોગનું નિવારણ કરવું છે ? રાગ-દ્વેષાદિની આગ મિટાવવી છે ? વીતરાગના ગુણોનો બાગ ખીલવવો છે ? જન્મ-મરણની જંજાળને દૂર કરી, મુક્તિશ્રીની વરમાળા
પત્રાવલિ
શ્રુતસરિતા
Jain Education International. 2010_03
www.jainelibrary.org
૩૦૯
For Private & Personal Use Only