________________
(૩) મુક્તાણુક્તિ મુક્તા એટલે મોતી; શુક્તિ એટલે તેનું ઉત્પત્તિસ્થાન રૂપ છીપ. તેના આકારની મુદ્રા. આ મુદ્રામાં બંને હથેળીઓને સમ એટલે અંગુલિઓને પરસ્પર આંતરિક કર્યા વિના રાખવાની હોય છે. તે સમસ્થિતિમાં રાખેલી બંને ય હથેળીને ગર્ભિત રાખવી એટલે કે અંદરથી પોલાણવાળી રાખવી. બહારથી કાચબાની પીઠને પેઠે ઊંચી રહેવી જોઈએ. આ પ્રમાણે, બે હાથ મોતીની છીપના આકારે બને છે. આવી મુદ્રા સાથે બંને હાથ કપાળની સન્મુખ સામા ઊંચા રાખતાં આ મુદ્રા બને છે.
મુદ્રા (૧) યોગમુદ્રા
(૨) મુક્તાશુક્તિ
(૩) જિનમુદ્રા
સૂત્ર
પંચાંગ પ્રણિપાત,
શ્રુતસરિતા
Jain Education International. 2010_03
ઈરિયાવહિયં લોગસ્સ, ચૈત્યવંદન
જાવંતિ ચેઈઆઈ, જાવંત કે વિ સાહૂં, જય વીયરાય (આભવમખંડા સુધી) અરિહંત ચેઈયાણું, કાઉસગ્ગ, થોય.
હેતુ
શ્રી જિનેશ્વર ભગવંતના
ગુણોમાં તલ્લીનતા અનુભવવા સારું
ઘાતી કર્મો (પાપ કર્મો)ના ક્ષયોપશમ રૂપ ભવનિર્વેદ
આદિ વસ્તુઓની માગણી પૂર્વકની પ્રાર્થના માગણીપૂર્વકની પ્રાર્થના શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણ, અને અનુપ્રેક્ષાપૂર્વક ચઢિયાતા શુભ ભાવોની પ્રાપ્તિ સારું.
ચૈત્યવંદન વિધિનું કારણ અને પ્રત્યક્ષ-પરોક્ષ ફળ :
ચૈત્યવંદન કરવાથી આત્મામાં ઊંચા શુભ અધ્યવસાય (શુભ ભાવ) જાગે છે. આમ તો, પહેલેથી જ વિષય-તૃષ્ણામય, ક્રોધાદિ-કષાયમય, જડ-મૂર્છામય, અશુભ રાગ-દ્વેષમય ઇત્યાદિ વિચાર-વલણવૃત્તિ-વર્તન વગેરે આત્મામાં રહેતાં હતાં, કે જેને અશુભ પરિણતિ કહેવાય. ચૈત્યવંદનથી એના બદલે શુભ ભાવ જાગે છે, વિચાર-વલણ-વૃત્તિ અને વર્તન બદલાય છે. ચૈત્યવંદન વીતરાગ પરમાત્માની સ્તવન સ્વરૂપ ક્રિયા હોઈ, તેઓની દેવાધિદેવ વીતરાગ તરીકેની માન્યતા, તરણતારણ તરીકેની શ્રદ્ધા ઉપરાંત તેઓના ગુણગાન અને તેઓની સમક્ષ કલ્યાણની પ્રાર્થના વગેરે થાય છે.
ચૈત્યવંદનની વિધિની પૂર્વ શરત એ છે કે ચૈત્યવંદન દરમિયાન ચિત્તને પ્રગટ ઉપયોગમાં રાખવું પડે, સાવધાન રાખવું પડે, આત્મોપયોગી સાધન તરફ દૃષ્ટિ ઠેરવવી પડે, સૂત્રના ઉચ્ચારની સાથે સાથે અર્થનું અનુસંધાન કરવું પડે. આ પ્રશસ્ત ક્રિયામાં આત્માની જાગૃતિ અને પૂર્ણ ઉપયોગ વડે જ આ ક્રિયા પાપકર્મનો ક્ષય અને પરિણામે પુણ્યકર્મનો અનુબંધ કરાવનારી બને છે. માટે તો શાસ્ત્ર કહે છે ‘ઉપયોગે ધર્મ, ક્રિયાએ કર્મ અને પરિણામે બંધ.’
૭૧
For Private & Personal Use Only
પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના
www.jainelibrary.org