________________
૯. આત્મનિવેદન રત્નાકર પચ્ચીશી-નિખાલસ ભાવ વડે વેદન
નવધા ભક્તિના આલંબન ભેદ શ્રવણ-કીર્તન-સ્મરણ - “અક્ષરના આલંબનથી પ્રભુભક્તિ વંદન-પૂજન-અર્ચન - “આકૃતિ'ના આલંબનથી પ્રભુભકિત
દાસ્ય-મૈત્રી-આત્મનિવેદન - “નિરાલંબન' ધ્યાનથી પ્રભુભક્તિ. શ્રી જિનેશ્વર દેવની દ્રવ્ય અને ભાવથી ઉભય પ્રકારે પૂજા આપણા દૂષિત આત્માનું શોધન કરનારી, પ્રશસ્ત અધ્યવસાયોની વૃદ્ધિ કરનારી અને સર્વ દુઃખોમાંથી સદાને માટે આપણને મુક્ત કરનારી બની રહે.
ભાવપૂજા યુક્ત (ચૈત્યવંદન વિધિ અંગે) શ્રી જૈનદર્શનમાં દેવતત્ત્વ, ગુરૂતત્ત્વ અને ધર્મતત્ત્વ એ ત્રણ તત્ત્વ પ્રસિદ્ધ છે. આ ત્રણ તત્ત્વને આદરપૂર્વક આરાધવાના વિધિવિધાનો શાસ્ત્રોમાં આલેખવામાં આવ્યા છે. દેવતત્ત્વને ચૈત્યવંદન આદિ ક્રિયાઓ વડે, જુદી જુદી ભૂમિકાએ રહીને આત્મવિકાસની સાધના કરી રહેલા ગુરુતત્ત્વને વંદન વડે અને ધર્મતત્ત્વને પ્રત્યાખ્યાન (પચ્ચકખાણ) વડે આરાધવાનો નિર્દેશ છે.
શ્રી અરિહંત પ્રભુની પૂજા, પૂજન, વંદન, આરાધના કે ઉપાસના બે પ્રકારે થાય છે. તેમાં સુગંધી પદાર્થો, ચૂર્ણો, પુષ્પો આદિ દ્રવ્યો વડે થતી પૂજાને દ્રવ્ય-પૂજન કહેવાય છે. વિનય, ભક્તિ, સન્માન, સત્કાર, સમર્પણ, શ્રદ્ધા, ચૈત્યવંદન આદિ ભાવોને ભાવ-પૂજન કહેવાય છે.
પરમ ઉપકારી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજાએ પોતાના અનેકાર્થસંગ્રહ' માં ચૈત્ય' શબ્દના આ પ્રમાણે અર્થ કર્યો છે :
चैत्यं जिनौकस्तद विंबं, चैत्यो जिनसमातरुः । અર્થ ચેત્ય એટલે (૧) જિનમંદિર (૨) જિનપ્રતિમા (૩) જિનરાજની સભાનું ચોતરાબંધ વૃક્ષ
(સમવસરણ).
અનેક અર્થો પૈકીનો બીજો અર્થ એ પણ થાય છે કે ચિત્ત એટલે અંતઃકરણ, અંતઃકરણનો ભાવ અથવા અંતઃકરણની ક્રિયા. શ્રી અરિહંત પરમાત્માની પ્રતિમા અંતઃકરણની ચેતનામાં ચૈતન્ય પ્રગટાવી સમાધિને પેદા કરનારી હોવાથી પ્રતિમાને પણ “ચૈત્ય કહી શકાય છે.
દેહના વિવિધ અંગો અને અવયવોનો વિશેષ સંયોગ વડે વિવિધ પ્રકારની આકૃતિ એટલે કે મુદ્રા થાય છે. ચૈત્યવંદનમાં ત્રણ મુદ્રાનો આવિર્ભાવ થાય છે. (૧) યોગમુદ્રા માંહમાંહે (પરસ્પર) હાથની દસ આંગળીઓ આંતરી, કમળના ડોડાના આકારે
બંને હાથો રાખી, પેટ ઉપર કોણીઓ સ્થાપવી. (૨) જિનમુદ્રા પગના આગળના ભાગમાં ચાર અંગુલ જેટલા પહોળા અને પાછળના એડીના
ભાગમાં ચાર અંગુલથી કંઈક ઓછા અંતર રાખી પહોળા બે પગ ઊભા રાખી
કાયોત્સર્ગ (કાઉસગ્ગ) કરવાથી જે મુદ્રા થાય તે. 'પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના
શ્રુતસરિતા
૭૦
Jain Education International 2010 03
For Private & Personal Use Only
www.jainelibrary.org