________________
(૨૫) શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કૃત “શ્રી વિશેષાવશ્યક મહાભાષ્ય.” (૨૬) માલધારી શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત “મહાભાષ્ય વૃત્તિ.” (૨૭) તેઓશ્રીએ જ રચેલ “પુષ્પમાલા.” (૨૮) શ્રી અભયદેવ સૂરિ કૃતિ “પંચાશક વૃત્તિ.” (૨૯) શ્રી દેવસુંદર સૂરિ કૃત “સમાચારી પ્રકરણ (૩૦) શ્રી સોમસુંદર સૂરિ કૃત “સમાચારી પ્રકરણ” (૩૧) શ્રી જિનપતિ સૂરિ કૃત “સમાચારી પ્રકરણ” (૩૨) શ્રી અભયદેવ સૂરિ કૃત “સમાચાર પ્રકરણ (૩૩) શ્રી જિનપ્રભ સૂરિ કૃત સમાચાર પ્રકરણ”
નવ પ્રકારની નવધા ભક્તિ ૧. શ્રવણ પ્રભુનું નામ, ગુણો, ગુણગાન ગાવા અને સાંભળવા - પ્રથમ પ્રીતિ, પછી
શ્રદ્ધા અને પછી ભક્તિ. ૨. કીર્તન સાંસારિક બાબતોમાંથી મન કાઢી સ્તવન, સજઝાય, ભાવના સાંભળી તલ્લીન
થવું. પ્રભુના બાહ્ય-અત્યંત ગુણોના સ્તવન-વર્ણન કીર્તનમાં આવે છે. દિવસની પૂજામાં અને રાત્રિની ભાવનામાં તલ્લીનતાનો આનંદપૂર્વકનો
અનુભવ. ૩. સ્મરણ પ્રભુનું નિત્ય સ્મરણ સર્વ દુઃખો ભૂલી જવાનો કીમિયો-સ્મરણ એ ચિંતન
ધ્યાનનું પ્રથમ પગથિયું છે - નવકારવાળીના જાપ એ નિત્ય સ્મરણ-જાપ
જપાય એટલે સ્નેહ બંધાય. ૪. વંદન વંદનથી અહંકાર તૂટે, લઘુતા અનુભવાય અને આદર, નમ્રતા, વિનય,
વિવેક જીવનમાં આવે કે જે ગુણો આધ્યાત્મિક પ્રગતિ માટે સાધનરૂપ છે. ૫. પૂજન
પ્રભુના ચરણની સેવા-અષ્ટ પ્રકારી પૂજા-પ્રભુની નજીક જવાય-બહુમાન પ્રીતિ. ૬. અર્ચન અંગ પૂજા - અગ્ર પૂજા-અષ્ટ પ્રકારી-સત્તર ભેદી-૨૧ પ્રકારી-સેવા પૂજા-દ્રવ્ય
પૂજા રૂપી સાધન વડે “ભાવસાધ્યને સિદ્ધ કરવાનું અમોધ સાધન. ૭. દાસ્યભાવ પ્રભુના દાસ થવા વડે તેઓના પ્રરૂપેલા માર્ગે ચાલવાની ગતિ પ્રાપ્ત થાય
“તાર હો તાર પ્રભુ, મુજ સેવક ભણી.” ૮. મૈત્રીભાવ પરસ્પર મિત્ર ભાવ - પરસ્પર પ્રીતિ ભાવ
“ઋષભ નિણંદશું પ્રીતડી, કિમ કીજે હો ચતુર વિચાર; બાળપણે આપણ સસ્નેહી, પ્યારા રમતા નવ નવે વેશે.” (૧) કૃષ્ણ-સુદામા -દ્વારિદ્ર દૂર થાય, ભેદભાવ નષ્ટ થાય અને સમભાવ આવે.
(૨) શ્રી હેમચંદ્રાચાર્ય, કુમારપાળ-વસ્તુપાળ-તેજપાળ-સમર્પણભાવ શ્રુતસરિતા
૬૯
પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org