________________
છે. શ્રી ભગવતી સૂત્રમાં કહે છે “ચત્તમાને નિવે” ચાલવા માંડ્યું એટલે પહોંચ્યા જ કહેવાય. માટે હવે સમ્યગૃષ્ટિ તરફ ચાલવા માંડો. સમ્યગુદૃષ્ટિ આત્મા કાયાથી ભલે સંસારમાં હોય પણ મનથી તો મોક્ષમાં જ છે. વ્યવહાર નયની અપેક્ષાએ સમાપ્તિના અંતિમ સમયે કાર્યની પૂર્ણતા ગણાય, પણ નિશ્ચય નયની અપેક્ષાએ પ્રતિ સમયે કાર્ય થતું જાય છે. દેશમાં આપના પરિવારના બધા સ્વજનો પણ સત્વરે સ્વસ્થ બને તેવી ભાવના સાથે.
લિ. આપનો ભાઈ,
રજની શાહ
પત્રાવલિ-૧૩ આ જન્મ પુરુષાર્થની તક છે.
ગુરુવાર, તા. ૩૦મી જાન્યુ, ૧૯૯૭ સુજ્ઞશ્રી, જય જિનેન્દ્ર.
અનંત જીવસૃષ્ટિમાં, આજે આપણે મનુષ્યરૂપે છીએ, આપણને મનુષ્ય જીવન મળેલું છે. આ આપણું મહાભાગ્ય છે.
આ હા ! કેવું ભાગ્ય જાગ્યું, વીરના ચરણો મળ્યા” હું નરકમાં નારકીરૂપે હોત તો? હું તિર્યંચગતિમાં પશુરૂપે, પક્ષીરૂપે કે કીડારૂપે હોત તો? કેવી ઘોર વેદનાઓ સહેવી પડત? પ્રગાઢ અજ્ઞાનના અંધકારમાં ભટકવું પડત? દેવલોકમાં દેવ હોત તો યે શું? વૈષયિક સુખોમાં લીન બન્યો હોત અને ધર્મપુરુષાર્થથી વંચિત રહ્યો હોત.
આપણા વર્તમાન ભવમાં ભલેને તીવ્ર દુઃખો નથી કે ભરપૂર સુખો નથી, પરંતુ આત્મ-કલ્યાણ અર્થે પુરુષાર્થ કરવાની પૂરેપૂરી તક છે. પરંતુ, જો આપણે અકર્મભૂમિમાં મનુષ્ય તરીકે જન્મ્યા હોત તો શું થાત ? ત્યાં કોઈ તીર્થકર ન જન્મ, ન કોઈ ધર્મશાસન, ન કોઈ સદ્ગુરુ !
આ ઉપરાંત, આપણને આર્ય દેશમાં જન્મ મળ્યો એટલું મનમાં ચોક્કસ ઠસાવજો કે આર્ય એવો ભારત દેશ છોડી અમેરિકા આવવાનું બન્યું તે પુણ્યની નિશાની નથી; એટલો પુણ્યોદય ઓછો. મારે, તમારે કે બધા માટે. આ બંને દેશોની ભૌતિક સામગ્રી કે અન્ય લૌકિક સમૃદ્ધિની સરખામણી કરવી જ નહીં. એમ પણ વિચારો, આપણે અહીં જે પ્રતિમાની સેવા-પૂજા કરીએ, તે પણ જિનશાસન શણગાર સમા આચાર્ય ભગવંતોના કરકમલ હસ્તે અંજનશલાકા થયા વિનાની. અંજનશલાકા એટલે જ પ્રતિમાજીમાં પ્રાણ પૂરવાની પરમ પાવનીય પ્રક્રિયા. અંજનશલાકાવાળી પ્રતિમાજી હોય તો દરરોજ સેવા-પૂજા તે પ્રતિમાજીની થવી જ જોઈએ કે જે આ કહેવાતા સમૃદ્ધ દેશના સાધર્મિક સ્વજનો માને છે કે તે શક્ય નથી.
તમે એમ કહેશો કે અંજનશલાકાવાળી કે વિનાની પ્રતિમાજી. મૂળ વાત તો, આપણા ભાવ કેળવવાની છે, જાળવવાની છે. ભાઈ, ભાવ કેળવવામાં અને જાળવવામાં પ્રતિમાજીનું આલંબન શ્રુતસરિતા ૨૮૨
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org