________________
પત્રાવલિ-૭૦ ધર્મપત્નીને તપ પ્રસંગે પારમાર્થિક ભેટનો અભિગમ
સોમવાર, તા. ૧૫મી સપ્ટેમ્બર, ૧૩
વીર સંવત રપર૯ ને ભાદ્રપદ વદ ૫ (આ પત્ર ન્યુયોર્ક સંઘના ભાવશ્રાવક-શ્રાવિકાને લખેલ. આ પત્રમાંની વિગતો આપણા સૌના જીવનને પણ સ્પર્શે છે. દૈનિક ધોરણે આ અમલમાં આવી શકે તો આ ભવ અને પરભવને સુખી બની શકે છે.)
પ્રણામ.
પરમ શ્રાવિકા બેનશ્રીએ આ પર્યુષણ મહાપર્વ નિમિત્તે શ્રી વીર ગણધર તપ નિર્વિદને પાર પાડ્યું, તે બદલ મારી અપાર અનુમોદના અને અંતરના અભિનંદન.
___ चरम जिनस्यैकादश शिष्य, गणधारिणस्तदर्थं च ।
प्रत्येकमनशनान्यप्या, चाम्लान्यथ विदध्याय्य ।। અર્થ : ચરમ (છેલ્લા) તીર્થકરના અગિયાર ગણધર (શિષ્યો) હતા; તે અર્થે એટલે કે ગણધરની
આરાધના માટે જે તપ તે ગણધર તપ. તેમની આરાધના માટે અગિયાર ઉપવાસ આંબિલ કરવાનું વિધાન છે. આ તપનું ફળ કેવળજ્ઞાનની પ્રાપ્તિ છે. આપણે સૌ જાણીએ છીએ કે શ્રી મહાવીર સ્વામીના પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીજી હતા. ગૌતમ' શબ્દનો અર્થ છે : ગૌ = ગાય એટલે કામધેનુ (ઇચ્છાઓ પૂર્ણ કરે), ત = તરુ (વૃક્ષ) (કલ્પવૃક્ષ) - ઇચ્છાઓ અનુસાર ફળ આપે અને મ = મણિ (ચિંતામણિ) - સઘળી ચિંતાઓ દૂર કરે. આમ, શ્રી ગૌતમ સ્વામી કામધેનુ, કલ્પવૃક્ષ અને ચિંતામણિ સમાન છે.
આ ચોવીસીના ચોવીસ તીર્થકર ભગવંતોના કુલ ૧૪૫ર ગણધર ભગવંતોમાં શ્રી ગૌતમ સ્વામી ૧૪૪૨ના ક્રમાંકે હતા. ૧૪૫ર ગણધર ભગવંતોમાં ત્રણ ગણધર ભગવંતો પ્રખ્યાત છે (૧) શ્રી આદીશ્વરદાદાના ગણધર-શ્રી પુંડરિક સ્વામી; (૨) શ્રી નેમિનાથ પ્રભુના ગણધર - શ્રી વરદત્ત સ્વામી અને (૩) શ્રી મહાવીર સ્વામીના ગણધર - શ્રી ગૌતમ સ્વામી. - શ્રી ગૌતમ સ્વામીજી વિનમ્રતાની મૂર્તિ હતા. સરળતા, પવિત્રતા અને સમર્પિતતાની મહામૂલી સંપત્તિના સ્વામી હતા. અનંત લબ્લિનિધાન એવા શ્રી ગૌતમ સ્વામીજીએ ૫0,000 શિષ્યોને દીક્ષા આપેલ, તે બધાને કેવળજ્ઞાન થયું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે તેઓને પોતાને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પહેલાં તેમના ૫0,000 શિષ્યોને કેવળજ્ઞાન પમાડી શક્યા હતા. તેઓની કેટલીક વિશેષતાઓ : (૧) અષ્ટાપદ પર્વત ઉપર ૧૫00 તાપસોને અંગૂઠા વડે ખીર (અમૃત)થી પારણું કરાવેલ. માટે,
આપણે બોલીએ છીએ-“અંગૂઠે અમૃત વસે..... (૨) દરેક આચાર્ય ભગવંત જે સૂરિમ– ગણે છે, તેની પાંચ પીઠિકામાં મુખ્ય પીઠિકા ઉપર શ્રી
૩૮૬
પત્રાવલિ
Jain મુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org