________________
ટકી જાય છે. સાધુ સમાગમ, જિનવાણીનું શ્રવણ અને આચરણ અને અનુષ્ઠાનના યોગે અનેક જીવો વસાગર તરી ગયા છે, તો આપણે કેમ નહીં ?
આપશ્રીએ લીધેલ નિયમો અવશ્ય અશુભ કર્મોને છેદનારા બનશે. તજી દેવા લાયક ત્યજી દેવું અને સ્વીકારવા લાયક સ્વીકારી લેવું. થોડીક અઘરી ભાષામાં કહીએ તો હેયનો ત્યાગ અને ઉપાદેયનો સ્વીકાર. તેનાથી પણ વધુ આધ્યાત્મિક ભાષામાં કહીએ તો “હેયમાં અપ્રવર્તન અને ઉપાદેયમાં પ્રવર્તન.' આવી ઊંડી ઝીણવટભરી બુદ્ધિપૂર્વકની અપેક્ષાથી સર્વ પ્રકારની લક્ષ્મીની સહેલાઈથી પ્રાપ્તિ થાય છે.
ભાઈ, પ્રાપ્ત ગુણની ખિલવણી કે અભિવૃદ્ધિ માટે અથવા અપ્રાપ્ત ગુણની પ્રાપ્તિ માટે પ્રતિદિન ધર્મશ્રવણ કરવું જોઈએ. પ્રચદં ઘર્મ cruત | ધર્મશાસ્ત્રનું શ્રવણ અનંત ગુણના લાભનું અમોઘ કારણ છે. તેના વડે, સંતાપ યુક્ત ચિત્તને શાંત બનાવી સ્થિર બનાવી શકાય છે.
મુખ્યત્વે ધર્મ એક જ હોવા છતાં અનુષ્ઠાતાના ભેદ બે વિભાગમાં વહેંચાય છે. તેમ, ગૃહસ્થ ધર્મના પણ તથાવિધ અનુષ્ઠાતાના ભેદે પુનઃ બે પ્રકાર પડે છે : (૧) સામાન્ય ગૃહસ્થ ધર્મ (૨) વિશેષ ગૃહસ્થધર્મ. સઘળા શ્રાવક-શ્રાવિકા સામાન્ય રીતે જે જે આચારને માન્ય રાખે તે બધો સામાન્ય ગૃહસ્થધર્મ, અર્થાત્ આત્મશ્રેય માટે સર્વમાન્ય જે સદાચારને પાળે તે સામાન્ય ગૃહસ્થ ધર્મ. બીજો વિશેષ ગૃહસ્થધર્મ એટલે કે ગ્રંથિભેદ કર્યા બાદ જે આંશિક આત્માનુભવરૂપ સમ્યગ્દર્શન અને અમુક અપેક્ષાએ પાપ નહીં કરવા રૂપ સ્થૂલ વિરતિ અર્થાત્ અણુવ્રત વગેરેનો સ્વીકાર કરવો તે વિશેષ ગૃહસ્થધર્મ.
ક્યાં સુધી આપણે સામાન્ય ગૃહસ્થધર્મી બન્યા રહેવાનું, તે આપણે જ નક્કી કરવાનું છે. આ અમેરીકા ક્ષેત્રમાં કોઈ કહેવા આવનાર નથી. ક્ષણે ક્ષણે આયુષ્ય ઘટતું જાય છે. મારી સમજણ અનુસાર, મુક્તિ, મુક્તિનાં સાધનો, મુક્તિમાર્ગના ઉપદેશકો અને મુક્તિના સાધકો તરફ રાગ-બુદ્ધિ અને આદરભાવ આપણે કેળવવો જોઈએ. આ એક જ ગુણ બાકીના સઘળા ય ગુણોને ખેંચી લાવે છે. આ એક જ ગુણ ના હોય તો બાકીના બધા ય ગુણો, ભાઈ, એકડા વિનાના મીંડા જેવા છે – દેવ વિનાના દેરાસર જેવા છે. જેમ બીજનો ચંદ્રમા ક્રમશઃ વિકાસ પામી પૂર્ણિમાએ પૂર્ણ પ્રકાશને પામે, તેમ આપણે ધાર્મિક સામગ્રી પામી ક્રમશઃ આત્મવિકાસને પંથે આગળ વધી પૂર્ણ પ્રકાશ (કેવળજ્ઞાન રૂપી)ને પામવાનો છે. આ જ દૃષ્ટાંતને, બીજી રીતે જોઈએ તો, જેમ ચંદ્રમા પૂર્ણિમા પછી વધતો અટકી જાય છે, તેથી તે ઘટવા માંડે છે; તેમ આપણે પણ ધર્મમાં આગળ વધતા અટકી જઈએ, તો ઘટવા માંડીશું.
આપના પૂ. પપ્પા-મમ્મીને મારા પ્રણામ. આપ બન્ને પ્રત્યે મને અપાર મમતા' છે, અને આપ બને પુણ્યવંતા ભાગ્યશાળી જીવો ધર્મમાર્ગમાં “પાર્થ” બનો તેવી શુભેચ્છા સેવું છું.
લિ. આપનો ભાઈ,
રજની શાહ
પત્રાવલિ Jain Education International 2010_03
૩૮૫ For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org