________________
પત્રાવલિ-૬૯ ગુણવૃદ્ધિ તે આત્મશુદ્ધિ
બુધવાર, તા. ૧૯મી, નવેમ્બર, ૦૩
વીર સંવત ૨૫૩૦ ને કારતક વદ ૧૦
શ્રી મહાવીર સ્વામી દીક્ષા કલ્યાણક શુભ દિન. સંયમમાર્ગી પરમ સુશ્રાવક શ્રી,
પ્રણામ.
ગયા રવિવારે આપના સંઘે મને ‘અત્યંતર તપ યાત્રા” વિષય ઉપર શિબિર કરાવવાનો લાભ આપ્યો. આવો લાભ મારા જ્ઞાનના ક્ષયોપશમ માટે “સાધન' તરીકે મને ખૂબ જ ઉપયોગી નીવડે છે. સાચે જ, આપ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.
ચરમ શાસન તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાનનું આજે દીક્ષા કલ્યાણક છે. તેઓને આપણી પ્રાર્થના :
ચરમ તીર્થક્ર ત્રિશલાનંદન ! મહાવીર સ્વામીને વંદન;
નામ તમારું લેતાં મારા, પુલકે પ્રાણોના સ્પંદન. ધર્મનો રાહ બતાવ્યો સ્વામી, સહુને સુખ-શાંતિ દેવા;
ભવોભવ મળજો મુજને તમારા, ચરણકમળની શુભ સેવા.' સાંસારિક કામની સાધનામાં કેટકેટલી તકલીફ પડે છે, તે કાર્યો પણ વગર મહેનતે પાર પડતા નથી. જરૂર કોઈ પુણ્યવાન જીવને સાંસારિક પદાર્થો વગર મહેનતે મળી જાય છે. જ્યારે ધર્મકાર્યમાં તો ઉદ્યમ પ્રધાન છે; માટે શક્તિ હોવા છતાં ધર્મકાર્ય ન કરવામાં આવે તો ધર્મમાં અંતરાય-કર્મ બંધાય. માટે જ, અશક્તિનું બહાનું કાઢી ધર્મકાર્યથી ખસી જવું નહીં. પહેલ વહેલા તો અઘરું લાગે, થોડીક અકળામણ પણ કદાચ થાય. થોડાક દાખલા, જોઈએ તો; વિષયના રાગીઓને શીલ અઘરું જ લાગે, આખો દહાડો ખા-ખા કરનારને તપ અઘરું જ લાગે, વાત વાતમાં ગુસ્સો કરનારને ક્ષમા રાખવી ભારે પડે, અભિમાનીઓના પૂતળાને નમ્રતા આકરી લાગે, માયાકપટમાં ટેવાયેલાને સરળતા રાખવી મુશ્કેલ પડે, લોભના અને લાભના દાસ બનેલામાં સંતોષ આવે નહીં વગેરે.
આપશ્રીએ આ વખતની સ્વાધ્યાય-શિબિર વેળાએ જે નિયમો સ્વેચ્છાપૂર્વક અને ભાવોલ્લાસપૂર્વક લીધા, તેનો મને અપાર અપાર અપાર આનંદ થયો છે, તે જણાવવા જ, આપને આ પત્ર લખી રહ્યો
- ભાઈ, આપણા દોષને દોષરૂપે જાણી, ઓળખી, એનાથી બચવા માટે અને ગુણનો સાચો પરીક્ષક બની, એને મેળવી લેવા માટે શ્રુતશરણે (જિનવાણીના શરણે) જઈ કૃતનિશ્ચયી આપણે બનીએ તો આજે અઘરાં લાગતાં અનુષ્ઠાનો કે ગુણો સહેલા લાગે. મારો તો સ્વાનુભવ છે કે ધર્મકાર્યમાં પ્રયત્નશીલ રહેવાથી એક દિવસ તો અવશ્ય સારો ભાવ આવી જાય છે અને પછીના શેષ જીવનમાં શ્રુતસરિતા
૩૮૪
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org