________________
આ મહાપર્વ અવસરે આપશ્રીએ અઠ્ઠાઈ તપની આરાધના નિર્વિદનપણે દેવ-ગુરૂ પસાય પાર પડી છે. આપશ્રીએ પૂર્ણ કરેલ ‘તપ’ની તાપણીને મારી અહોભાવપૂર્વક વંદના અને ‘કર્મ’ની કાપણીને મારી અનુમોદનાપૂર્વક અભ્યર્થના.
‘તપ છે એવી તાપણી, ઉડાડે ઊંઘ આપણી; કર્મની કરે કાપણી, જગાવે મોક્ષ માગણી.’
આવી અનુપમ આરાધના એ આપ બન્નેના પરમ ઉપકારી માતા-પિતાએ સીચેલા ધર્મ સંસ્કારો અને સદ્ગુણોનું પ્રતિબિંબ છે, પ્રતિભાવ છે, પ્રતિફળ છે.
જે કોઈ વ્યક્તિ બહારના જગતથી વિમુખ થઈને પોતાના ભીતરની ચેતના સાથે અનુસંધાન જોડવા તત્પર છે, તે સૌનું આ પર્વ છે. પર્યુષણ એટલે અપ્રમાદનું પર્વ. પ્રમાદના કારણે આત્મા ડૂબે છે. અપ્રમાદ આત્માને તારે છે. પર્યુષણ આંતરશુદ્ધિનો અવસર છે. સાધનાના સોપાન ક્રમશઃ ચઢતાં જઈએ તો આપણને સિદ્ધિના શિખરે પહોચાડતું પર્યુષણ પર્વ લોકોત્તર પર્વ છે.
‘વર્’ ધાતુ ઉપરથી ‘પર્વ’ શબ્દ બન્યો છે. તેના બે અર્થ થાય છે. (૧) ભરવું (ર) ટકાવવુંસાચવવું. આનો અર્થ એ છે કે આ પર્વ આપણને ઉચ્ચ સદ્ગુણોથી અને ભાવોથી ભરી દે અને સાથે સાથે આ સદ્ગુણો અને ભાવો ટકાવી રાખવામાં - સાચવી રાખવામાં ઉચ્ચતમ સહાય કરે.
આરાધના અને આચરણા વડે આત્મગુણોના ઉઘાડનું જ આ પર્વનું પ્રધાન લક્ષ્ય છે. આપણી જીવનગંગાના પ્રદૂષિત થઈ ચૂકેલ વહેણને પ્રદૂષણમુક્ત કરી દેવાની સુંદર ક્ષમતા આ પર્વ ધરાવે છે. આ પર્વ વડે ચિંતનધારામાં સ્નાન કરીને ભાવિત-વાસિત થઈએ અને સુખ-શાન્તિ માટે સત્તા-સંપત્તિ વગેરેને ગણી લેવાના ખોટા ગણિતને દૂર કરી સદ્ગુણોને આપણા નિત્ય જીવનમાં સ્થાન આપીએ. ગુણવાન બનવાનો માર્ગ ચાર તબક્કાનો છે-૫૨માં (૧) ગુણ દર્શન (૨) ગુણાનુરાગ (૩) ગુણાનુવાદ (૪) ગુણગ્રહણ.
સ્વાધ્યાય, સંયમ, તપ અને પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ)ને દૈનિક જીવનમાં સ્થાન આપી ચિત્તશુદ્ધિ કરી જીવનશુદ્ધિ સાધવી પડશે. જીવનશુદ્ધિ વગર નિર્મળતા નહીં આવે નિર્મળતા વગર આત્માની સમીપ જઈ શકાતું નથી અને આંતરશુદ્ધિ વિના આત્માનો સંપર્ક સધાતો નથી.
‘હૃદયપ્રદીપ’ નામના ગ્રંથમાં ગ્રંથકાર જણાવે છે કે વિષયોના ભોગમાં સુખ ક્ષણનું છે; ભોગ ભોગવતી વેળાએ બંધાતું પાપકર્મ મણનું છે અને તે બાંધેલ પાપકર્મો ઉદયમાં આવે ત્યારે દુઃખો ટનનાં છે. આપણા શિક્ષણ, સ્વાધ્યાય અને જ્ઞાનની ફલશ્રુતિરૂપ આપણા આચરણને ત્રણ વિભાગમાં વહેંચી શકાય : (૧) હેય-ત્યાગવા લાયક (૨) શેય-જાણવા લાયક (૩) ઉપાદેય-આચરવા લાયક,
અઠ્ઠાઈ જેવી મહાતપની આરાધનાવાળા મહાભાગ્યશાળી શ્રાવક-શ્રાવિકાએ ત્યાગવા લાયક કંદમૂળ આદિનો સંપૂર્ણ ત્યાગ કરવારૂપ પચ્ચક્ખાણ લેવા જોઈએ. દરરોજ શક્ય ના બને તો બાર તિથિ (પાંચ સુદની, પાંચ વદની અને પૂનમ-અમાસ) ઉકાળેલું પાણી, પ્રતિક્રમણ આદિ નિયમો ધારવા જોઈએ. સામાયિક, તીર્થંકર કલ્યાણક દિન આદિ પ્રવૃત્તિઓને દૈનિક જીવનમાં સ્થાન આપવું
શ્રુતસરિતા
Jain Education International 2010_03
૪૧૨
For Private & Personal Use Only
પત્રાવલિ
www.jainelibrary.org