________________
જોઈએ. સંયમમય રોજિંદુ જીવન, જિનાજ્ઞાનુસાર વર્તન અને શ્રદ્ધાસભર મન એ જ આ અઠ્ઠાઈ તપની ફલશ્રુતિ છે.
ચરમ શાસન તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી ‘ઉત્તરાધ્યયન' સૂત્રમાં ફરમાવે છે ધમ્મો મંગલ મુક્કિઠં' અર્થાતુ ધર્મ મુક્તિ અપાવનાર છે. આ સૂત્રનું પરિશીલન કરવાથી બોધ મળે છે કે નિષેધાત્મક ભાવોથી દૂર રહીને વિધાયક ભાવોનું આચરણ કરવાથી ધર્મ ઉત્કૃષ્ટ મંગલ બને છે. એક બાજુ આપણે આ વાતને બોધને માનીએ-સ્વીકારીએ, પરંતુ નિષેધાત્મક ભાવો લાવનાર લૌકિક વીક-એન્ડ પાર્ટીઓ-મિજબાનીઓથી દૂર થઈએ નહીં; આ ઉચિત નથી. સંસારના સંબંધોના અતિ પરિચયનો ક્રમશ: ત્યાગ કરી શ્રદ્ધા સંપન શ્રાવકો અને સંવેગયુક્ત શ્રાવિકાઓનો પરિચય વધારવો આપણા સૌ માટે કલ્યાણકારી છે.
જીવન વિકાસ માટે જ્ઞાન આવશ્યક છે. જ્ઞાન માટે સ્વાધ્યાય આવશ્યક છે. સ્વાધ્યાયનું એક સ્વરૂપ છે – મનન, ચિંતન, અનુપ્રેક્ષા. આપણે જેને “સ્વાધ્યાય વર્ગ” કહીએ છીએ તે તો “અધ્યયન વર્ગ જ છે. અધ્યયન વર્ગમાં જે જે સાંભળ્યું, તેનું ઘેર આવી એકાંતમાં બેસી મનન-ચિંતન કરીએ તેને “સ્વાધ્યાય કહેવાય. સ્વાધ્યાય શબ્દમાં “સ્વ” જ છે; પર છે જ નહીં. દા.ત., અધ્યયન વર્ગમાં એક વાકય સાંભળ્યું “ધર્મ પ્રવૃત્તિથી થાય છે, પણ ધર્મનો પ્રવેશ હજી દૈનિક જીવનની વૃત્તિમાં થતો નથી.' આ વાક્યને ઘેર આવી ચિંતનની સપાટી પર લાવી સ્વને લગાડવાનું. અધ્યયનને સ્વ સાથે લગાડતાં સ્વાધ્યાય' બને છે. આવું નહીં કરવાથી આચરણ વિનાનું, આપણી વૃત્તિમાં પ્રવેશ્યા વિનાનું અધ્યયન વર્ગમાં મેળવેલ જ્ઞાન માત્ર સપાટી ઉપર જ રહી જાય છે. શાસ્ત્રોના અધ્યયન કરવા માત્રથી કલ્યાણ થતું નથી; પણ ઊંડાણથી સમજી આચરણમાં મૂકવાથી જ કલ્યાણ થાય છે. આપણા વ્યક્તિત્વને જૈનત્વની દીક્ષા અને શિક્ષા જ્ઞાનના મનન-ચિંતન દ્વારા આચરણથી જ પ્રાપ્ત થાય છે.
આપણી વૃત્તિને સ્પર્શેલું જ્ઞાન આચરણ દ્વારા પ્રવૃત્તિમાં અને છેવટે નિવૃત્તિમાં સ્થિર થઈ ઘાતી કર્મોનો કચ્ચરઘાણ અવશ્ય કરે છે, તેમ જ્ઞાની ભગવંતો કહે છે. આચરણની પ્રવૃત્તિ વડે જ પુદ્ગલની પ્યાસ, સંસારસુખની આશ અને વિષયોનો વિકાસ વિરમશે અને મોક્ષનો અભિલાષ પ્રગટશે.
આપણા દૈનિક જીવનમાં અને રોજિંદી પ્રવૃત્તિમાં “આચરણ' અવતરિત થવા વડે આત્મભાવના નીચે દર્શાવેલ સાત ભાવો કેળવાશે, પ્રગટાવાશે. (૧) પ્રેમભાવ - જગતના જીવ માત્ર પ્રત્યે પ્રેમભાવ-મૈત્રીભાવ-આ ભાવવાળો જીવ કંદમૂળ
ત્યાગ, ઉકાળેલું પાણી આદિ પ્રવૃત્તિવાળો જ હોય છે. (૨) વૈરાગ્ય ભાવ - ઇન્દ્રિયોના વિષયોમાં વિરાગીપણું-વિરક્તપણું. (૩) ઉદાસીનભાવ - અજીવ એટલે કે તમામ પ્રકારના પુગલ પ્રત્યે ઉદાસીનતા. (૪) સમભાવ - આપણે જ બાંધેલા કર્મના ઉદય વેળાએ પમાતી-શાતા-અશાતા કે સુખ-દુઃખમાં
સમભાવ. કર્મના ઉદયમાં કર્મન. આપણે અનુસરીએ તે કર્મોદય અને કર્મ
આપણને અનુસરે તે કર્મનો ક્ષયોપશમ. પત્રાવલિ
૪૧૩
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org