________________
સ્વામીના જીવે આ કર્મ બાંધતી વેળાએ ક્રોધ કષાય સેવેલો તેથી કાનમાં ખીલા લગાવતી વેળાએ તેમને પણ અપાર ક્રોધનો ઉદય/આવિર્ભાવ થયો. બાંધેલું ઉદયમાં તો આવે જ, પરંતુ શ્રી મહાવીર સ્વામીનું લક્ષ્ય મોક્ષગામી હોઈ ઉદયકાળમાં તેઓએ ક્રોધ કષાયને સેવવાને બદલે સમતાભાવ અથવા સાક્ષીભાવને સેવ્યો; અને આ રીતે, કર્મથી કષાય તો આવ્યો, પણ કષાયથી કર્મ આવતું અટકી ગયું. આપણે માટે આ જ નિયમ છે.
‘કર્મથી કષાય અને કષાયથી કર્મ' એ સંસાર પરિભ્રમણનું બીજ છે, જ્યારે ‘કર્મથી કષાય અને કષાયથી કર્મ નહીં' એ મોક્ષલક્ષીપણાનું બીજ છે.
ગુણોના બે પ્રકાર છે : લૌકિક ગુણો (સાંસારિક ગુણો) : નીતિ, સદાચાર, સંતોષ, દયા, દાન, ક્ષમા, નમ્રતા, સરળતા,
ઉદારતા, લજ્જા, કુલીનતા આદિ. લોકોત્તર ગુણો (આધ્યાત્મિક ગુણો) : વિનય, કષાયમંદતા, સ્વમત ત્યાગ, સમતા ભાવ, સાક્ષીભાવ,
વૈરાગ્યભાવ, અલ્પ પરિગ્રહીપણું, ભવભીરુપણું, પાપભીરુપણું,
વૈયાવચ્ચ, અનાસક્તપણું આદિ. લૌકિક ગુણોનું જીવનમાં સ્થાન છે, પરંતુ એ યાદ રાખવું કે લૌકિક ગુણો અને તેની સુવાસ બને અહીં મૂકીને જ આગળના ભવમાં આપણે જવાનું છે. ધર્મારાધનાની ધરી ઉપર શ્રાવકોમાં સામાન્યતઃ લૌકિક ગુણો જ તરી આવતા દેખાય છે. લોકોત્તર ગુણો અને તેની સુવાસ બને આપણી સાથે પરભવમાં આવનાર છે. માટે, બુધ જનોએ લક્ષ્ય તો લોકોત્તર ગુણોની પ્રાપ્તિ ઉપર જ રાખવું જોઈએ. લૌકિક ગુણો વડે સ્થિરતા આવે છે, જ્યારે લોકોત્તર ગુણો વડે સ્વમાં અવસ્થા (સ્વસ્થતા) રમાવે છે. આમ, અપેક્ષાએ લૌકિક કરતાં લોકોત્તર ગુણો આપણું વધુ કલ્યાણ કરનારા છે.
ઇષ્ટ-અનિષ્ટ, ઉચિત-અનુચિત એવી અપાર ઘટનાઓ સાથે જોડાયેલું આપણા સૌનું કર્મસંયોગી જીવન માત્ર શ્વાસોશ્વાસનું માળખું નથી, પણ અનેકવિધ લોકોત્તર ગુણોના સ્વામી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરાવી શકે તેમ છે. મનને ભૂતકાળના બદલે વર્તમાનમાં જ રાખવા પ્રયત્ન કરશો. મારી પ્રાર્થના આપની સાથે જ છે.
લિ. આપનો ભાઈ,
રજની શાહ
પત્રાવલિ-૭૮
બુધવાર, તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૦૨ વીર સંવત ૨૫૨૮ ને ભાદ્રપદ સુદ ૫
પર્યુષણ તપસ્વી-પારણા દિન. ગુણરત્ન રત્નાકર પરમ તપસ્વી/તપસ્વિની શ્રાવક-શ્રાવિકા પરિવાર -
પ્રણામ-જય જિનેન્દ્ર.
પર્વાધિરાજ પર્યુષણ દ્વારા આપ પરિવારની શાતા સારી રહી હશે. પત્રાવલિ
૪૧ ૧
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org