________________
अभ्यासात् सिद्धिःઅર્થ : ગમે તેવું કઠિન કાર્ય પણ વારંવાર અભ્યાસ કરવાથી સિદ્ધ થાય છે.
તપના બાર પ્રકાર પૈકી અત્યંતર છ તપમાં પ્રથમ તપ પાયશ્ચિત્ત' છે. સર્વજ્ઞતા અને વીતરાગતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવનથી ભૂલો તો આપણા સૌની થવાની જ. અનેક પ્રકારના કર્મોની, સંયોગોની અને સંસ્કારોની અસર નીચે રહેલા આપણે સૌ કોઈ નાની કે મોટી, મામૂલી કે ગંભીર ભૂલોના ભાગી બનવાના. આપશ્રીએ બીજા જ દિવસે ક્ષમાયાચનાનો પત્ર લખી દીધો, તે આપના સુસંસ્કારોનું અને પશ્ચાત્તાપનું પ્રતિક છે. પત્ર લખ્યો તે જ બતાવે છે કે થઈ ગયેલા ક્રોધને આપશ્રીએ ખોટો માન્યો. ક્રોધવિજય માટે આ બહુ જરૂરી બાબત છે. ક્રોધને ખોટો માન્યો અને તેની આલોચના કરી તેથી કર્મના અનુબંધ શિથિલ બને છે. અનુબંધ એટલે વૃત્તિ અથવા સંસ્કાર અહંની પાઘડી બાજુમાં ઉતારીને જેના ઉપર ક્રોધ કરેલ તેની માફી યાચીને આપશ્રીએ ઘણો મોટો લાભ પ્રાપ્ત કર્યો છે. ક્ષમાયાચના થતાં જ પ્રકરણ સમાપ્ત થઈ જાય છે અને ચિત્ત સ્વસ્થ થઈ જાય છે.
પૂ. શ્રી શય્યભવસૂરિજી “દશવૈકાલિક' સૂત્રમાં ફરમાવે છે. __ चत्तारि ओ ओ कसिणा कसाया, सिंयन्ति मूलाई पुणब भवस्स । અર્થ : આ ચાર કાળિયાઓ ભેગા થઈ ભવપરંપરાના મૂળ સિંચ્યાં કરે છે. કષાયની પુષ્ટિમાં સંસારનો વિસ્તાર અને કષાયના નાશમાં સંસારની સમાપ્તિ.
લિ. આપનો ભાઈ,
રજની શાહ * * * * *
પત્રાવલિ-૭૭ કર્મ અને કષાયનું જોખમી યુગલ
મંગળવાર, તા. ૧૮મી જૂન, ૨૦૦૨
વીર સંવત ૨પર૮ ને જેઠ સુદ ૮ શ્રુતસંગી પરમ સ્નેહીશ્રી,
પ્રણામ-જય જિનેન્દ્ર.
કર્મબંધનને એક જ વાકયમાં સમજીએ તો “કર્મથી કષાય આવે છે અને કષાયથી કર્મ આવે છે.” આનો અર્થ એ છે કે આપણે જ્યારે જ્યારે કષાયનું સેવન કરીએ છીએ ત્યારે કર્મ બંધાય છે. આ બાંધેલું કર્મ જ્યારે પણ ઉદયમાં આવે ત્યારે બાંધતી વેળાએ આપણે દાખવેલ ક્રોધ-માન-માયા-લોભ પૈકીનો જે તે કષાય ઉદયમાં આવે છે. આનો અર્થ એ છે કર્મથી જ કષાય આવે છે. ઉદયકાળ વેળાએ પણ આપણે સમતાના અભાવમાં કે જાગૃતિ ચૂકી જવા વડે જે તે ઉદયમાં આવેલ કષાય અનુસાર વર્તીએ છીએ. અને આ વર્તન વડે કર્મ બંધાય છે. માટે કહેવાય છે કે કષાયથી કર્મ આવે છે.
દા.ત., શ્રી મહાવીર સ્વામીનો છેલ્લો ભવ. અગાઉ ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં “ક્રોધ કષાય વડે જે નોકરના (શવ્યાપાલક)ના કાનમાં ધગધગતું સીસું રેડાયેલું, તે કર્મ છેલ્લા ભવમાં ઉદયમાં આવતાં જ તે જ નોકરનો જીવ ખેડૂત બની કાનમાં ખીલા લગાવવા હાજર થઈ જાય છે. શ્રી મહાવીર શ્રુતસરિતા
૪૧૦
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org