________________
પ્રથમ ગઢ : પૂર્વદિશાના દ્વાર ઉપર બે સુવર્ણ વર્ણવાળા વૈમાનિક દેવો દ્વારપાળ તરીકે ઊભા રહે છે. દક્ષિણ દિશાના દ્વાર ઉપર બે ઉજ્જવળ વર્ણવાળા વ્યંતર દેવો દ્વારપાળ તરીકે ઊભા રહે છે. પશ્ચિમ દિશાના દ્વાર ઉપર બે રક્ત વર્ણવાળા જ્યોતિષ્ક દેવો દ્વારપાળ તરીકે ઊભા રહે છે. ઉત્તર દિશાના દ્વાર ઉપર બે કૃષ્ણ વર્ણવાળા ભુવનપતિ દેવો દ્વારપાળ તરીકે ઊભા રહે છે. સાધુઓ, સાધ્વીઓ અને વૈમાનિક દેવીઓ, એ ત્રણ પર્ષદા પૂર્વ દ્વારથી પ્રવેશ કરીને પ્રભુને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક નમસ્કાર કરી અગ્નિ દિશામાં (SE) બેસે છે. તેમાં સાધુઓ આગળ બેસે છે અને તેમની પાછળ વૈમાનિક દેવીઓ અને સાધ્વીઓ ઊભાં રહે છે. ભવનપતિની દેવીઓ, વ્યંતર દેવીઓ અને જ્યોતિષ્ક દેવીઓ દક્ષિણ દ્વારથી પ્રવેશ કરીને પ્રભુને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક નમસ્કાર કરી અનુક્રમે નૈઋત્ય દિશામાં (sw) ઊભાં રહે છે. ભવનપતિ દેવો, જ્યોતિષિક દેવો અને વ્યંતર દેવો પ્રશ્ચિમ દ્વારથી પ્રવેશ કરીને પ્રભુને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક નમસ્કાર કરી અનુક્રમે વાયવ્ય દિશામાં (NW) બેસે છે. વૈમાનિક દેવો, પુરુષો અને સ્ત્રીઓ ઉત્તર દિશાના દ્વારથી પ્રવેશ કરીને પ્રભુને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક નમસ્કાર કરી અનુક્રમે ઈશાન દિશામાં (NE) બેસે છે. બીજે ગઢ : પૂર્વ દિશાના દ્વાર ઉપર બે અભયને ધારણ કરનારી શ્વેતામણિ કાંતિવાળી જયા નામની દેવીઓ દ્વારપાળ તરીકે ઊભી રહે છે. દક્ષિણ દિશાના દ્વાર ઉપર બે પાશને ધારણ કરનારી શોણમણિ કાંતિવાળી વિજયા નામની દેવીઓ દ્વારપાળ તરીકે ઊભી રહે છે. પશ્ચિમ દિશાના દ્વાર ઉપર બે અંકુશને ધારણ કરનારી સુવર્ણમણિ કાંતિવાળી અજિતા નામની દેવીઓ દ્વારપાળ તરીકે ઊભી રહે છે. ઉત્તર દિશાના દ્વાર ઉપર બે મુદગરને ધારણ કરનારી નીલમણિ કાંતિવાળી અપરાજિતા નામની દેવીઓ દ્વારપાળ તરીકે ઊભી રહે છે. આ ગઢમાં તિર્યંચો બેસે છે. ત્રીજો ગઢ : પૂર્વદિશાના દ્વાર ઉપર બે તંબુરુ દેવતાઓ દ્વારપાળ તરીકે ઊભા રહે છે. દક્ષિણ દિશાના દ્વાર ઉપર બે ખટ્વાંગધારી દેવતાઓ દ્વારપાળ તરીકે ઊભા રહે છે. પશ્ચિમદિશાના દ્વાર ઉપર બે મનુષ્યમસ્તક માલધારી દેવતાઓ દ્વારપાળ તરીકે ઊભા રહે છે. ઉત્તર દિશાના દ્વાર ઉપર બે જટામુગટમંડિત દેવતાઓ દ્વારપાળ તરીકે ઊભા રહે છે. આ ગઢમાં દેવોના અને મનુષ્યોના વાહનો ગોઠવાય છે. સમવસરણમાં પ્રભુનું આગમન : ચાર પ્રકારના કરોડો દેવતાઓથી પરિપૂજિત પ્રભુ જ્યારે સમવસરણમાં પ્રવેશ કરવાને ચાલે છે, ત્યારે દેવતાઓ સહસ્ત્રપત્રવાળા સુવર્ણનાં નવ કમલો રચીને ક્રમસર પ્રભુની આગળ મૂકે છે. પ્રભુ બે બે કમળ ઉપર ચાલે છે. અને દેવતાઓ કમળો આગળ આગળ મૂકતા જાય છે. ધર્મચક્ર આકાશમાં ગરગાહટ ધ્વનિ કરતું પ્રભુની આગળ ચાલે છે. રત્નજડિત થાંભલાવાળી ઘણી ઊંચી અનેક નાની નાની ધજાઓના સમુદાયથી પરિવેષ્ટિત ઈદ્રધજા પ્રભુની આગળ દેખાય છે. ભગવાનની આજુબાજુની પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના
७४
શ્રુતસરિતા
Jain Education International 2010 03
For Private & Personal Use Only
www.jainelibrary.org