________________
તે. ઉપલક્ષણથી ઉઘાડા પગે ચાલવું, થોડાં વસ્ત્રોથી ચલાવી લેવું, અલ્પ પરિગ્રહાદિ સંયમની પુષ્ટિ અર્થે જે જે તિતિક્ષા કરાય છે. કાયયોગનો નિરોધ તે કાયક્લેશ. અપેક્ષાએ, કાયા તો જડ છે. તેને ક્લેશ કે કષ્ટ આપીએ તે તપ ગણાય નહીં, પરંતુ કાયા અને કાયક્લેશથી આત્મલેશનો અનુભવ થાય છે, તેને આ પ્રકારનું તપ સમજવું. સ્વયં રેલા ક્લેશના અનુભવને કાયક્લેશ કહે છે; જ્યારે સ્વયં તથા બીજાઓએ કરેલ ક્લેશના
અનુભવને પરિષહ ધે છે. (૬) સંલીનતા : (વિવિક્ત શય્યાસન સંલીનતા)
સામાન્ય અર્થ : શરીરાદિનું સંકોચન વિશેષ અર્થ : પ્રવૃત્તિઓનું સંકોચન પ્રવૃત્તિઓને ઘટાડવી અને એકાંત સેવન કરવું. પ્રચલિત ચાર વિભાગો : (૧) ઇન્દ્રિયજય : પાંચ ઇન્દ્રિયોને તેના વિષયમાંથી પાછી લાવવી. (૨) કષાયજય : ચાર કષાયોને ઉદયમાં આવવા ન દેવા અથવા ઉદયમાં આવે તો નિષ્ફળ
કિરવા. (૩) યોગનિરોધ : અપ્રશસ્ત યોગનો નિરોધ અને કુશળયોગની ઉદીરણા અમલમાં લાવવાનો
પ્રયત્ન. (૪) વિવિક્તચર્યા : વિજાતીય તથા પશુ આદિ અયોગ્ય સંસર્ગરહિત શુદ્ધ સ્થાનમાં શયન અને
આસન રાખવું તે. સંલીનતા” અત્યંતર તપની સાથે જોડતી કડી છે.
કર્મની કે અન્યની ભૂલના બદલે પોતાની જ ભૂલ છે, પોતાના બાંધેલા જ ક્યોં ઔદયિક ભાવે વર્તી રહ્યા છે તેવી પાકી સમજણ આવ્યા પછી અત્યંતર તપની યાત્રાના પ્રથમ પગથિયે આપણે પણ મૂકી શકીએ. અને બસ ત્યાંથી, આપણી અંતર્યાત્રાનો પ્રારંભ થાય છે. (૧) પ્રાયશ્ચિત્ત ઃ પાપનો છેદ અથવા ચિત્તનું શોધન.
મૂલગુણો કે ઉત્તરગુણોમાં થયેલા અતિચારની શુદ્ધિ માટે કરવામાં આવતું વિશિષ્ટ અનુષ્ઠાન. તપનો આ પ્રકાર “હું ખોટો છું કે “મારી ભૂલ થઈ' તે બોધ સાથે આપણને સંબંધિત કરી આપે છે. આપણી ભૂલ બદલ શ્રી ગુરુ ભગવંત કર્યું પ્રાયશ્ચિત્ત આપે, તેના નવ ભેદ છે. (૧) આલોચના - ગુરુ સમક્ષ નિખાલસભાવે ભૂલ પ્રકટ કરવી. (૨) પ્રતિક્રમણ - થયેલી ભૂલનો અનુતાપ કરી તેથી નિવૃત્ત થવું અને નવી ભૂલ ના
કરવા સાવધાન થવું. (૩) તદુભય (મિશ્ર) - ઉક્ત આલોચન અને પ્રતિક્રમણ બંને સાથે કરવામાં આવે. (૪) વિવેક - ખાનપાન આદિ વસ્તુ જો અકલ્પનીય આવી જાય અને પછી માલૂમ
પડે તેનો ત્યાગ કરવો. શ્રુતસરિતા
૧૨૯
અત્યંતર તપ યાત્રા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org