________________
છે. અપેક્ષાએ જ્ઞાની ભગવંતો એમ પણ કહે છે કે અણસણાદિ તપનો પ્રથમ પ્રકાર આપણે જે દિવસે આદરીએ, તે દિવસે તપના બારે પ્રકાર પણ યથાશક્તિ આદરવા જોઈએ. તે દિવસે શક્ય તેટલો એકાંતવાસ અને મૌન પાળવું જોઈએ.
તપના બાર પ્રકાર : છ બાહ્ય અને છ અત્યંતર બાહા : (૧) અણસણ (૨) ઉણોદરી (૩) વૃત્તિ સંક્ષેપ (૪) રસત્યાગ (૫) કાયક્લેશ (૬) સંલીનતા અત્યંતર ઃ (૧) પ્રાયશ્ચિત્ત (૨) વિનય (૩) વૈયાવચ્ચ (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન (૬) કાઉસગ્ગ
અત્યંતરની અલબેલી પકડ માટે તપના બાહા પ્રકારો અનુક્રમે સાધન છે. દા.ત. અણસણ સાધન છે, તો ઉણોદરી સાધ્ય છે; ઉણોદરી સાધન છે તો વૃત્તિસંક્ષેપ સાધ્ય છે. આમ, અનુક્રમે તપના બારે પ્રકારમાં સાધ્ય-સાધનનો સંબંધ સમજવો. (૧) અણસણ :
ન હાશનમ્ રૂતિ ૩નશનમ્ | - ભોજન ના કરવું તે - બે પ્રકાર
ઈવર
થાવત્ કથિક (મૃત્યુ પર્યત)
શ્રેણિ પ્રતર ધન વર્ગ વર્ગવર્ગ પ્રકીર્ણક
પાદપોપગમન ઈગિનીમરણ ભક્તપરિજ્ઞા
આદિ ૧૭ પ્રકારે (૨) ઉણોદરી : (અવમૌદર્ય) – ઉદર એટલે પેટ – ઊણું એટલે ઓછું. ભૂખ કરતાં ઓછું ખાવું
તે – આહાર વાપરતાં પાંચ-સાત કોળિયા ઓછા વાપરવા. (૩) વૃતિસંક્ષેપ : (વૃત્તિપરિસંખ્યાન) – વિવિધ વસ્તુઓની લાલચને ટૂંકાવવી – ખાનપાન આદિ
દ્રવ્યોનો દૈનિક ધોરણે વપરાશની સંખ્યા નક્કી ધારવી તે. (૪) રસત્યાગ : (રસપરિત્યાગ) – રસનું સેવન મન, વચન અને કાયામાં વિકૃતિ લાવે છે. વિકૃતિ
એટલે વિગતિ એટલે વિગઈ. વિકારકારક રસનો ત્યાગ કરવો. કુલ દસ ભેદ – મહાવિગઈ : માંસ, મદિરા, મધ અને માખણ. લઘુવિગઈ : દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને પકવાન.
મહાવિગઈ સર્વથા ત્યાજય છે. લઘુવિગઈનું બને તેટલું ઓછું સેવન કરવું. (૫) કાયક્લેશ : ટાઢ, તડકામાં કે વિવિધ આસનો વડે કાયાને કસવાનું તે. સંયમના સાધનરૂપ દેહ
અને ઇન્દ્રિયોની પ્રત્યક્ષ હાનિ ના થાય તે રીતે સમજણપૂર્વકની તિતિક્ષા સમજવાની છે. આપણાથી
સુખે કરી શકાય તેવા સુખાસન, વીરાસન, પદ્માસન, ગોદોહાસન આદિ આસનો ધારણ કરવા અત્યંતર તપ યાત્રા
શ્રુતસરિતા
૧ ૨૮ For Private & Personal Use Only
Jain Education International 2010_03
www.jainelibrary.org