SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ જેમણે અહિંસા, સંયમ અને તપના અનુષ્ઠાન વડે આત્માની અનંત શક્તિનો પ્રકાશ કર્યો અને અક્ષય, અનંત અને અવ્યાબાધ પદની પ્રાપ્તિ કરી છે તેવા શ્રી જિનેશ્વર ભગવંત આપ બન્નેને અને પરિવારને ઊર્ધ્વગામી લક્ષ્ય સાધવામાં પરમ નિમિત્ત પૂરું પાડે એ જ મારી ભાવના-અભ્યર્થના. લિ. આપનો સાધર્મિક રજની શાહ * * * પત્રાવલિ-૮૬ મંગળવાર, તા. ૮મી મે, ૨૦૦૭ વીર સંવત ૨૫૩૩ ને વૈશાખ વદ ૬ શ્રી શ્રેયાંસનાથ પ્રભુ ચ્યવન કલ્યાણક શુભ દિન. સાધર્મિક સૌજન્યશીલ શ્રાવક શ્રી દિલીપભાઈ તથા પરિવાર, મસ્કત. આપનો તા. ૧૯મી એપ્રિલ, ૨૦૦૭નો પત્ર મળ્યો. વાંચી આનંદ થયો. આપશ્રીએ પાઠવેલ નિયંત્રણ બદલ આપનો ખૂબ આભાર. મસ્કતમાં આટલી મોટી સંખ્યામાં જૈન પરિવારનો વસવાટ છે, તે જાણી હર્ષ થયો. Jain Education International 2010_03 સ્વપરિચયાર્થે જણાવું તો મારું મૂળ વતન અમદાવાદ છે. દેરાવાસી મૂર્તિપૂજક પરિવારમાં જન્મેલ. મારી ઉંમર ૬૪ વર્ષની છે. અમેરિકાની એક સ્થાનિક બેંકમાં કોમર્શીયલ Lending Department માં હાલમાં હું નોકરી કરું છું. ધાર્મિક ગ્રંથોનો પણ અભ્યાસ કરેલ છે. આપના સંઘમાં આવવા માટે મારે વૅકેશનની રજાઓની જરૂર પડે. ૨૦૦૭નું વૅકેશન સીંગાપુરમાં ભાવશ્રાવક અને અનુપમ વૈયાવચ્ચ ગુણધારી શ્રી નગીનભાઈ દોશીના સાનિધ્યમાં શિબિરમાં પસાર થઈ ગયું. આવતા વર્ષે જો અનુકૂળતા થશે, તો આપને અવશ્ય જાણ કરીશ. દિલીપભાઈ, સાંસારિક કામની સાધનામાં કેટકેટલી તકલીફ પડે છે. તે કાર્યો પણ વગર મહેનતે પાર પડતા નથી. જરૂર કોઈ પુણ્યવાન જીવને સાંસારિક પદાર્થો વગર મહેનતે મળી જાય છે. જ્યારે ધર્મકાર્ય તો ઉદ્યમપ્રધાન છે, પુરુષાર્થપ્રધાન છે. માટે, શક્તિ હોવા છતાં ધર્મકાર્ય કે ધર્મક્રિયા ન કરવામાં આવે તો ધર્મમાં અંતરાય કર્મ બંધાય. માટે જ, અશક્તિનું બહાનું કાઢી ધર્મકાર્યથી ખસી જવું નહીં. નવકારવાળી, સામાયિક, પ્રતિક્રમણ, પચ્ચક્ખાણ આદિ ક્રિયાઓ પહેલવહેલી કદાચ અઘરી લાગે. થોડીક અકળામણ પણ કદાચ થાય. થોડાક દાખલા જોઈએ તો; વિષયના રાગીને શીલ અઘરું જ લાગે, આખો દહાડો ખા-ખા કરનારને તપ અઘરૂં જ લાગે, વાતવાતમાં ગુસ્સો કરનારને ક્ષમા રાખવી ભારે પડે, અભિમાનીને નમ્રતા કેળવવી આકરી લાગે, માયાકપટમાં ટેવાયેલાને સરળતા રાખવી મુશ્કેલ લાગે, લોભના અને લાભના દાસ બનેલાને સંતોષ આવે જ નહીં; વગેરે. ભાઈ, આપણા દોષને દોષરૂપે જાણી, ઓળખી, એનાથી બચવા માટે અને ગુણના પરીક્ષક પત્રાવલિ ૪૩૭ શ્રુતસરિતા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004582
Book TitleShrutasarita
Original Sutra AuthorN/A
AuthorRajnibhai C Shah
PublisherNarendra Mulchand Shah Mumbai
Publication Year2008
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy