________________
(૧) રત્નત્રયીનું તરણ - (દર્શન, જ્ઞાન, ચારિત્ર) (૨) તત્ત્વત્રયીનું શરણ - (દેવ, ગુરુ, ધર્મ) (૩) સાધનત્રયીનું કરણ - (શ્રદ્ધા, શુદ્ધિ, વિધિ) (૪) ભાવત્રયીનું ભરણ - (જ્ઞાન, સંવર, તપ) પ્રકાશક રોધક શોધક
આ ચારે ઉપાયોનું નિયમિત સેવન કરતાં કરતાં આપણામાં એવો અનોખો અને અપૂર્વ ધર્મ પ્રગટે કે જે બે-ચાર ભવોમાં આપણને અવશ્ય સિદ્ધશિલા ઉપર બિરાજમાન કરાવી દે.
ભાઈ, સંસારમાં સર્વ સુખનું મૂળ જાણતાં-અજાણતાં કરેલી પરમાત્માની આજ્ઞાની આરાધના છે અને સર્વ દુઃખનું મૂળ જાણતાં-અજાણતાં પણ કરેલી પરમાત્માની આજ્ઞાની વિરાધના છે. સતિ અને સદ્ગતિની પરંપરાનું મૂળ આજ્ઞાની આરાધના છે અને દુર્ગતિ અને દુર્ગતિની પરંપરાનું મૂળ આજ્ઞાની વિરાધના છે. આપણે સૌએ, જિનાજ્ઞાનો તાત્ત્વિક આદર, બહુમાન અને પાલન તરફ જીવનને વાળવું જ પડશે. કારણ કે મુક્તિના લક્ષ્ય વગર અને જિનાજ્ઞા પ્રત્યેના આદર વિના જે પણ ધર્મક્રિયા કરાય છે તેનાથી માત્ર ગતિ થાય છે; પ્રગતિ તો મુક્તિના લક્ષ્યપૂર્વક અને આજ્ઞા પ્રત્યેના આદરપૂર્વક જે ધર્મક્રિયા કરાય તેનાથી જ થાય છે. સંસારના લક્ષ્યથી અને આજ્ઞા પ્રત્યે અનાદરથી જે પણ ધર્મક્રિયા કરાય તેનાથી અવગતિ-અધોગતિ થાય છે. ભાઈ, ધર્મક્રિયા કરનાર આપણે નિરંતર એ જોવું જોઈએ કે “હું જે ધર્મક્રિયા કરું છું તેનાથી મારી ગતિ-પ્રગતિ કે અવગતિ થઈ રહી છે ?’’ ધર્મક્રિયા એટલે કે ધર્મકરણી એ વકરો છે અને તેના દ્વારા જે ગુણપ્રાપ્તિ થાય છે તે નફો છે. ધર્મકરણી જીવનભર કરીએ અને ગુણપ્રાપ્તિ ન થાય તો શું કહેવાય ? માત્ર વકરો કર્યો પણ નફો ના કર્યો. ભાઈ, આપણે સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, જાપ, દાન, શીલ, તપ વગેરે અનેક પ્રકારની ધર્મકરણી કરીએ અને એના દ્વારા ગુણ પ્રાપ્તિ રૂપ નફો ન થાય તે એનો ફાયદો શું ? ધર્મકરણી કરવા છતાં ગુણ પ્રાપ્તિ થાય નહીં તો સમજવું કે આ બધી ધર્મકરણી જિનાજ્ઞા-નિરપેક્ષપણે કરી એનું આ પરિણામ છે. માટે, જિનેશ્વરની આજ્ઞાને, આશાના સ્વરૂપને અને આશાના પ્રકારોને જાણવા અત્યંત જરૂરી છે.
પાંચ પદનો નવકાર કર વડે શંખાવૃત્ત-નંદાવૃત્ત વડે આપ બન્ને ગણવાનો પ્રારંભ કરો અને દરરોજ એક સામાયિક કરવાનો નિયમને આપ બન્ને વરો તેવી મારી પણ ભાવના છે. શંખાવર્ત અને નંદાવર્ત પણ અત્યંત ઉપકારી છે. તેના ઉપર આંગળીના વેઢા ઉપર ગણવાની વિધિ મેં ‘નવકાર’ લિખિત ફોલ્ડરમાં Page 19A ઉપર આપેલી છે.
એક વાત નક્કી કરી લેવા જેવી છે :
(૧) જવું છે કયાં ? મોક્ષમાં !
(ર) પામવું છે શું ? સાધુપણું કે મહાસતીજીપણું
(૩) એ ન મળે ત્યાં સુધી એને મેળવવા માટે ઊંચામાં ઊંચું શ્રાવકપણું.
શ્રુતસરિતા
Jain Education International 2010_03
૪૩૬
For Private & Personal Use Only
પત્રાવલિ
www.jainelibrary.org