________________
પત્રાવલિ-૯ ભ્રમણા દુઃખરૂપ છે
સૌજન્યશીલ સહૃદયી સ્વજનશ્રી, જય જિનેન્દ્ર. પૂ. ઉમાસ્વાતિ મહારાજ કહે છે
રવિવાર, તા. ૨૬મી જાન્યુ., ૧૯૯૭
माता भूत्वा दुहिता भगिनी भार्या च भवति संसारे । व्रजति सुतः पितृतां भातृतां पुनः शत्रुतां चैव ॥
અર્થ : સંસારમાં (જીવ) માતા બનીને (મરીને) પુત્રી, બહેન અને પત્ની બને છે તથા પુત્ર (મરીને)
પિતા, ભ્રાતા અને શત્રુ બને છે.
સંબંધોના બંધન-સંબંધોની માયા - આ જ સંસાર છે ને !
આ જ છે ભવભ્રમણનું મૂળ કારણ. આ સંસારરૂપી સ્ટેજ નાટક તો એક જ, જીવો પણ તેના તે જ, માત્ર પાત્રવરણી બદલાય.
અનંત સંસારના ઘોર ધસમસતા પ્રવાહના કિનારે ઊભા રહી, સ્કૂલ આંખો બંધ કરી, માત્ર જ્ઞાતા અને દ્રષ્ટા બની, શાસ્ત્રદૃષ્ટિના માધ્યમના આ સંસારપ્રવાહને જો આપણે જોઈએ ને તો, અનંત અનંત જીવોના સંબંધ-પરિવર્તન જ દેખાય. રાગ ના થાય, દ્વેષ પણ ના થાય. આત્મભૂમિમાં વિરક્તિનાં ફૂલો ખીલી ઊઠે છે. કોઈ જ સંબંધ મનને બાંધી શકતો નથી. બધા જ સંબંધો એ અવસ્થામાં અળગા થઈને ઊભા રહી જાય છે. સંબંધોની કલ્પનાથી જે આંતરસુખોનો સર્વથા અભાવ હતો, તે દૂર થઈ ગયો. સંબંધોની ગાંઠો ખૂલી થઈ, અને એની સાથે જ આંતરસુખના મધુર સ્પંદનોએ રસતરબોળ કરી દીધા.
આપણે સંબંધોની ભ્રમણાઓમાં અસંખ્ય ભવોથી ભરમાયેલા જ રહ્યા. પણ હવેથી, વર્તમાન ભવથી, આ ભ્રમણા તોડવી જ છે, એવો ભાઈ, પાકો નિરધાર કરવો જ રહ્યો. હવે કોઈની તાકાત નથી કે આપણને બાંધી શકે.
સંસારના બાહ્ય વ્યવહારોમાં આવશ્યક એવા બધા સંબંધો જાળવવાના. ફરજો બધી જ બજાવવાની; પરંતુ અંતરંગ જાગૃતિ જાળવીને. આપણું વલણ કૃતજ્ઞતાભર્યું અને વ્યવહાર પાકો ઔચિત્યપૂર્ણ રાખવાનો, પણ આપણું મન સંસારના કોઈ સંબંધમાં ન બંધાઈ જાય, આ માટેની સતત સાવધાની સાથે.
‘કરુણાના કરનારા' પદમાં સુંદર ગાઈએ છીએ ને !
“હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી, અવળીને સવળી કરનારા, તારી કરૂણાનો કોઈ પાર નથી. હે પરમ દયાળુ વ્હાલા, મેં પીધા વિષના પ્યાલા,
વિષને અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.'
સાચે જ ભાઈ, અરિહંત ભગવાનની કરુણાનો કોઈ પાર નથી. અપાર કરુણા અને અસીમ ઉપકાર છે. શ્રી જિનેશ્વર ભગવંતોની ત્રણ જગતના પામર જીવોને પવિત્ર કરવાનું એક નૈસર્ગિક
પત્રાવલિ
શ્રુતસરિતા
Jain Education International. 2010_03
www.jainelibrary.org
૨૭૭
For Private & Personal Use Only