________________
(૫) ઉપબૃહણા
શ્રી સંઘમાં રહેલા ગુણીજનોના ગુણોની પ્રશંસા કરવી અને તેમના ગુણોની વૃદ્ધિ થાય તેમાં સહકાર આપવો. (૧) પ્રશસ્ત-ગુણીયલની પ્રશંસા-ભક્તિ-અનુમોદના (૨) અપ્રશસ્ત-દુર્ગુણીને ટેકો આપીએ. છતી શક્તિએ પ્રશંસા ન કરીએ અથવા અયોગ્યની પ્રશંસા કરીએ. અતિચાર : શ્રી સંઘમાં હે ગુણવંતતણી અનુપબૃહણા કીધી.
(૬) સ્થિરીકરણ
પ્રશસ્ત ઃ તપ, ત્યાગ, સંયમ, સામાયિક, જાપ, ધ્યાન વગેરે. વડે ધર્મારાધનામાં કોઈ જીવને સ્થિર કરીએ તે. અપ્રશસ્ત - ખોટામાં કોઈ જીવને સ્થિર કરો અથવા સાચામાં અસ્થિર કરો. અતિચાર : અસ્થિરીકરણ, અવાત્સલ્ય, અપ્રીતિ, અભક્તિ નિપજાવી.
(૭) વાત્સલ્ય
પ્રશસ્ત ઃ આચાર વિચારવાળા ધર્મી જીવો પ્રત્યે ભકિત, પ્રીતિ, બહુમાન, વાત્સલ્યનો ભાવ રાખે. સમાનધર્મી ઉપર ઉપકાર કરવો. અપ્રશસ્ત : શિથિલાચારી, અધર્મી જીવો પ્રત્યે ભક્તિ, પ્રીતિ કે બહુમાન રાખો. અતિયાર : અસ્થિરીકરણ, અવાત્સલ્ય, અપ્રીતિ, અભક્તિ નિપજાવી.
પ્રભાવના
દ્રવ્ય : માતા-પિતા-સ્વજનની ભક્તિ-ઉપકાર-ઋણ-બહુમાનભાવ ભવોભવના ભાથારૂપ રત્નત્રયી આપવી તે બહુમાનપૂર્વક અતિયાર ઃ અબહુમાન કીધું. નિઃશંકતા, નિ:કાંક્ષીતા, નિવિચિકિત્સા કર્મમાં; દૃષ્ટિ અમૂઢ, ગુણોની પુષ્ટિ, સ્થિરીકરણ છે ધર્મમાં; વાત્સલ્ય સર્વ જીવ પ્રત્યે, પ્રવચન તણી પ્રભાવના;
આચાર આઠ સમ્યકત્વના, કરવી સદા આરાધના. ઉપસંહાર :
સદ્ગુરુનો સંગમ, મિથ્યાત્વનો અપગમ, સમક્તિનો અભિગમ અને રત્નત્રયીનો ત્રિવેણી સંગમ વડે આપણે સૌ નિર્મળ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી, શક્તિ હોય તો સર્વવિરતિ ચારિત્રધર્મનો સ્વીકાર કરવા દ્વારા અને તેવા પ્રકારની શક્તિ ન હોય તો એવી શક્તિ પ્રગટ થાય તે માટે સુંદર અનુપમ શ્રાવક ધર્મનું પાલન કરી, આ ભવને સફળ બનાવી, ભવાંતરમાં દીક્ષાને પ્રાપ્ત કરી, અલ્પ સમયમાં પરમપદના ભોક્તા બનીએ, એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા.
સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગ્ગદર્શન ૧૧૬
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org