________________
(૩) નિર્વિચિકિત્સા – ધર્મના ફળમાં સંદેહ ન કરવો.
(૪) અમૂઢદૃષ્ટિ – મિથ્યાત્વીની પ્રવૃત્તિમાં મોહિત ન થવું.
પંચાચારની આઠ ગાથા પૈકી સમ્યગ્દર્શનના અતિચારની ગાથા :
निस्संकिअ निक्कंखिअ, निव्वितिगिच्छा अमूढदिट्ठि अ । उबवूह थिरीकरणे, वच्छल्ल पभावणे अड्ड ||૨||
પ.પૂ. આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ.સા. ફરમાવે છે કે આ આઠ ગાથાઓ આચારની હોવા છતાં અતિચારની એટલા માટે કહેવાય છે કે પંચાચારની ગાથાઓ હોવા છતાં અતિચારના ચિંતન માટે હોવાથી અતિચારની ગાથાઓ તરીકે ઓળખાય છે.
આઠ આચારના વિસ્તારની અર્થ :
(૧) નિઃશંકા
(૨) નિષ્કાંક્ષા
(૩) વાત્સલ્ય – સર્વ આરાધક જીવો માટે
વાત્સલ્યભાવ.
(૪) પ્રભાવના – મને જે સદ્ધર્મ મળ્યો છે તે સૌને મળે તેવો ભાવ.
(૪) અમૂઢષ્ટિ
શ્રી જિનેશ્વર દેવના વચનમાં શંકાનો સર્વથા અભાવ. સાચા ધર્મ પ્રત્યે શ્રદ્ધાળુ, સુનિશ્ચિત અને આસ્થાવાળા બનવું.
અતિચાર : દેવ-ગુરુ-ધર્મ તણે વિષે નિઃશંકપણું ન કીધું.
કામના, ઇચ્છા, અભિલાષા, ચાહનારહિત બનવું તે. પરમતની અભિલાષનો અભાવ. દેવ-ગુરુ-ધર્મની સેવાના ફળરૂપે પૌદ્ગલિક પદાર્થોની અપેક્ષા નહીં રાખવી.
અતિચાર : એકાંતે નિશ્ચય ન કીધો.
(૩) નિર્વિચિકિત્સા વિકૃતિવાળી ચિકિત્સા એટલે ચિત્તનો વિપ્લવ અથવા મતિભ્રમનો નાશ. કરણીના ફળમાં સંદેહરહિતતા. બીજો અર્થ : સાધુના મલિન વસ્ત્ર-ગાત્રોને જોઈને જુગુપ્સા ન કરવી.
અતિચાર : ધર્મ સંબંધી ફળતણે વિષે નિઃસંદેહ બુદ્ધિ ધરી નહીં. સાધુ-સાધ્વીના મલ મલિન ગાત્ર દેખી દુર્ગંચ્છા નિપજાવી.
મૂઢ એટલે મૂર્ખ. અમૂઢ એટલે વિચક્ષણ. સન્માર્ગથી ચલાયમાન ન થવું. રત્નત્રયીની જેને ઓળખાણ કે શ્રદ્ધા નથી તે મૂઢ દૃષ્ટિ છે. દર્શન મોહનીયનો ક્ષયોપશમ થતાં મૂઢતા (દર્શનમૂઢ, જ્ઞાનમૂઢ અને ચારિત્રમૂઢ) છૂટી જાય છે અને જીવ અમૂઢદૃષ્ટિ બને છે.
અતિચાર : મિથ્યાત્વી તણી પૂજા પ્રભાવના દેખી મૂઢ દૃષ્ટિપણું કીધું.
શ્રુતસરિતા
Jain Education International 2010_03
૧૧૫ સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગ્દર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org