________________
પછી શ્રીસાધુ ભગવંતની સામે જોઈ હાથ જોડી અહોભાવથી બોલો –
નમો લોએ સવ્વસાહૂણં:' હું લોકમાં રહેલા સર્વસાધુભગવંતોને નમસ્કાર કરું છું. શ્રી સાધુભગવંતોની કૃપાથી મને ચારિત્ર પાલનનું બળ મળો, મોક્ષમાર્ગના આરાધકોને સહાય કરવાની શક્તિ મળો !
એસો પંચ નમુક્કારો પરમેષ્ઠિ ભગવંતોને કરેલા આ પાંચ નમસ્કાર (વિનયધર્મ). સવ પાવપ્પણાસણો સર્વ પાપોનો નાશ કંરનારો છે. મંગલાણં ચ સવ્વર્સિ દુનિયાભરના સર્વમંગલોમાં પઢમં હવઈ મંગલ પંચ પરમેષ્ઠિઓને કરેલો નમસ્કાર પહેલું (શ્રેષ્ઠ) મંગલ છે.
આ રીતે જાપ કરવાથી મન એકાગ્ર બનશે, સ્થિર થશે. પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવો એ એક પાયોનો ધર્મ છે તેને અદ્દભુત રીતે આરાધી આગળ આગળના ધર્મના સોપાન ચઢો અને સિદ્ધિનું શિખર સર કરો !!! સામાયિકમાં કાયોત્સર્ગની આરાધના
સામાયિકમાં ૧૦ મિનિટ આત્માના વિચારની, ૧૦ મિનિટ પરમાત્માના વિચારની, ૧૦ મિનિટ તીર્થયાત્રાની અને ૧૦ મિનિટ નવકાર મહામંત્રના જાપની સુંદર આરાધના થાય પછી છેલ્લી ૮ મિનિટમાં કાયોત્સર્ગની આરાધના કરવી અથવા સુંદર ધાર્મિક વાંચનાદિ કરવું.
કાઉસગ્ગ એ સૌથી છેલ્લો અને સૌથી ચઢિયાતો (ઉત્કૃષ્ટ) તપ છે. કર્મક્ષય માટેનું એ ધારદાર શસ્ત્ર છે.
શાસ્ત્રોમાં અનેક પ્રકારના કાઉસગ્ગ બતાવ્યા છે તેમાંના કેટલાક અહીં દર્શાવ્યા છે.
(૧) શ્રીઅરિહંતપદની આરાધના માટે ૧૨ લોગસ્સનો (૪૮ નવકારનો) કાઉસગ્ગ કરવો તે આ પ્રમાણે : ખમા ) ઇચ્છાકારેણ સંદિ ) ભગવદ્ અરિહંતપદ આરાધનાર્થ કાઉસગ્ગ કરું? ઈચ્છે. અરિહંતપદ આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ વંદણવત્તિયાએ.... અનત્ય ૦ બોલી કાઉસગ્ગ કરવો. કાઉસગ્ગ પૂર્ણ થયે ઉપર પ્રગટ લોગસ્સ કહેવો.
આ રીતે આદેશ માગી કાઉસગ્ન કરાય. આરાધનાના કાઉસગ્નમાં વંદણવંત્તઓએ સૂત્ર બોલવું બાકીમાં અન્નત્થ ) બોલીને કાઉસગ્ગ કરવો.
(ર) શ્રી સિદ્ધપદ આરાધનાર્થે ૮ લોગસ્સનો કાઉસગ્ગ કરવો. (૩) તીર્થરક્ષા માટે ૧૨ લોગસ્સનો કાઉસગ્ગ. (૪) પાંચ જ્ઞાનની આરાધના માટે પાંચ અથવા ૫૧ લોગસ્સનો કાઉસગ્ગ કરી શકાય. (૫) દુઃખખય કમ્મખય માટે ૧૦/૨૦ લોગસ્સનો કાઉસગ્ન કરવો.
આ એક દિશાસૂચન છે. બીજા જુદા જુદા કાઉસગ્ગ માટે કોઈ પણ પૂ. ગુરુ મહારાજને પૂછીને માર્ગદર્શન મેળવી આ આરાધનામાં રસલીન બનવું અથવા સામાયિકની છેલ્લી ૮ મિનિટમાં શ્રીવીતરાગ પરમાત્માનાં વચનો ઉપર શ્રદ્ધા વધે, સંસાર ઉપર વૈરાગ્ય પ્રગટે, સુખનો રાગ જાય, દુઃખનો દ્વેષ જાય, અશુભધ્યાન ટળે, શુભધ્યાન વધે, મોક્ષાભિલાષા તીવ્ર બને, તત્ત્વનો બોધ થાય એવાં ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું અથવા શુભભાવ ભાવવો, મહાપુરૂષોના મહાન સુકૃતો યાદ કરવા. શ્રુતસરિતા
૧૬૯
સામાયિક વિજ્ઞાન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org