________________
પતં
શ્રાવક ધર્મ (ભાવશ્રાવક બનવાની વિધિ)
યુગપ્રધાન પૂ.આ.ભ.શ્રી સોમચન્દ્રસૂરિજીના પ્રશિષ્ય તપોગચ્છ નભોમણિ પૂ. આચાર્ય ભગવંત શ્રી રત્નશેખરસૂરિજી દ્વારા સંવત ૧૫૦૬માં (૫૫૪ વર્ષ પહેલાં) વિરચિત ‘શ્રાદ્ધવિધિ પ્રકરણ’નું
મંગલાચરણ
श्री वीरजिनं प्रणम्य, श्रुतात् कथयामि किमपि श्राद्धविधिम् । राजगृहे जगद्गुरुणा, यथा भणितं अभयपृष्टेन ॥१॥1
રાજગૃહીનગરીમાં શ્રી અભયકુમારના પૂછવાથી શ્રી વીર પ્રભુએ સ્વમુખે પ્રકાશેલા શ્રાવકોના આચારને (શ્રાદ્ધવિધિને) કેવળજ્ઞાન, અશોકાદિ આઠ પ્રાતિહાર્ય, વચનના પાંત્રીશ ગુણ, અતિશય વગેરે ઐશ્વર્યથી યુક્ત ચરમ તીર્થંકર શ્રી વીર જિનરાજને ઉત્કૃષ્ટ ભાવપૂર્વક ત્રિકરણયોગ (મન, વચન અને કાયા)થી નમીને શ્રુતાનુસાર તથા ગુરુ-પરંપરાએ સાંભળેલા ઉપદેશ પ્રમાણે હું ટૂંકમાં કહું છું. વિન-રાત્રિ-પર્વ-ચાતુર્માસિક-વત્સર-જન્મ ત્ય-દ્વારર્વાણ 1
श्राद्धानुग्रहार्थ श्राद्ध विधा
भण्यन्त 1
૧-દિન-કૃત્ય, ૨-રાત્રિ-નૃત્ય, ૩-પર્વ-કૃત્ય, ૪-ચાતુર્માસિક-નૃત્ય, ૫-વાર્ષિક-કૃત્ય, ૬-જન્મ-મૃત્યુ, એ છ દ્વારોનું શ્રાવકજનોના ઉપકારને માટે આ ‘શ્રાવકવિધિ’ નામના ગ્રંથમાં નિરૂપણ કરવામાં આવશે. આધાર-ગ્રંથો
(૧) ‘શ્રાદ્ધવિધિ પ્રકરણ' ઉપર શ્રીમદ્ વિજય ગુણયશસૂરિજીના વિનેયરત્ન પ્રવચનપ્રભાવક પૂ. આચાર્યદેવશ્રી કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ.
(૨) પૂજ્ય મુનિરાજ શ્રી જયકુંજર વિજયજી મહારાજાના પરમ વિનીત મુનિ શ્રી મુક્તિપ્રભ વિજયજી મ.સા. લિખિત ‘શ્રાવકે શું કરવું જોઈએ ?’
(૩) સુગૃહીતનામધેય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત ‘પંચાશક' ગ્રંથના અનુવાદક/સંપાદક ૫.પૂ. ગણિવર્ય શ્રી લલિતશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રશિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી રાજશેખર વિજયજી મ.સા.
(૪) સુવિશાલ ગચ્છાધિપતિ સ્વ. શ્રીમદ્દ રામચન્દ્રસૂરિજીના શિષ્યરત્ન સમર્થ વ્યાખ્યાતા ૫.પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણ વિજયજી મ.સા. (નાના પંડિત મહારાજા) લિખિત ‘ભાગવતી પ્રવજ્યા પરિચય. (૫) પૂ. આચાર્યદેવશ્રી મિત્રાનંદસૂરિજીના પ્રશિષ્યરત્ન શહાપુર તીર્થપ્રભાવક પૂ. આચાર્યદેવશ્રી હેમરત્નસૂરીશ્વરજી મ.સા. લિખિત ચાલો જિનાલય જઈએ.'
(૬) મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ વિરચિત ‘દીક્ષા બત્રીશી’ વિવેચનકર્તા : પૂ આચાર્યદેવ શ્રી વિજય અમરગુપ્તસૂરિજીના શિષ્યરત્ન પૂ. આ. ભગવંત શ્રી વિજય ચન્દ્રગુપ્ત સૂરીશ્વરજી મ.સા.
શ્રાવક ધર્મ
Jain Education International 2010_03
૧૭૦
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org